વાત વિગતવાર કરી દે… – ગૌરાંગ ઠાકર

મારી આ દીવાલોથી મને પાર કરી દે,
બારીથી મને એક વખત દ્વાર કરી દે.

ઝાકળ ન ઊડે સૂર્ય! અહીં એમ ઊગી જા,
તું ફૂલ ઉપર એટલો ઉપકાર કરી દે.

તું પાસ રહે એ જ ગનીમત છે અહીં દોસ્ત,
હું ક્યાં કહું છું વાતનો સ્વીકાર કરી દે.

દીવાને અમે ટોડલેથી ભીતરે લાવ્યા,
તારાથી હવે થાય તો અંધાર કરી દે.

શ્રદ્ધા હવે શંકાની તરફ જાય છે ઈશ્વર,
તારા વિશે તું વાત વિગતવાર કરી દે.

એનામાં હવે વિશ્વ સમેટાઈ રહ્યું છે,
‘ગૌરાંગ’ ને પણ એક ગઝલકાર કરી દે.

– ગૌરાંગ ઠાકર

16 replies on “વાત વિગતવાર કરી દે… – ગૌરાંગ ઠાકર”

 1. જયશ્રીબેન,
  ગઝલ ગમી. પણ ગઝલકારના સ્વમુખે પઠન થાય તેના ભાવ અને સમજાવાય તો વધુ આનંદ આવે. ગઝલ હવે ફ્ક્ત વાંચન કરવી ઓછી ફાવે છે.
  ચન્દ્રકાન્ત લોઢવિયા.

 2. કમલેશ says:

  શ્રદ્ધા હવે શંકાની તરફ જાય છે ઈશ્વર,
  તારા વિશે તું વાત વિગતવાર કરી દે.

  વાહ….ગૌરાંગભાઈ..વાહ.

 3. Harish says:

  Best lines. With all these -ve incidents happening all over the world we do doubt : Is there something like GOD?

 4. Harish says:

  Shri Chandrakantbhai,
  As said in Sanskrit, “Tunde Tunde Matirh Bhinna”; the joy of analyzeing a Ghazal in our our terms is something different. We might reach to the point the Poet wants to emphasize but even if we do not, taking it in our own stride is really pleasing to mind.
  Don’t mind. Just a thought: “Tunde Tunde Matirh Bhinna” 🙂

 5. Darshana says:

  VERY NICE GAZAL…JAYSHREEBEN
  શ્રદ્ધા હવે શંકાની તરફ જાય છે ઈશ્વર,
  તારા વિશે તું વાત વિગતવાર કરી દે.

  Bahot kubh…..Gaurang sir…

 6. સુંદર ગઝલ… બધા શેર સરસ થયા છે:

  દીવાને અમે ટોડલેથી ભીતરે લાવ્યા,
  તારાથી હવે થાય તો અંધાર કરી દે.
  – ચિરકાળ માટે અમર રહેવા સર્જાયેલો શેર…

  શ્રદ્ધા હવે શંકાની તરફ જાય છે ઈશ્વર,
  તારા વિશે તું વાત વિગતવાર કરી દે.
  – આ શેર પણ મજાનો છે…

 7. ગઝલનો અર્થ ગહન…..!!!!!

 8. Pinki says:

  મને ખૂબ ગમતી ગહન ગઝલ… !

 9. gunvant jani says:

  બહુ સરસ ગૌરાન્ગભાઈ,
  શ્રદ્ધા હવે શંકાની તરફ જાય છે ઈશ્વર,
  તારા વિશે તું વાત વિગતવાર કરી દે.
  અભિનદન.
  ગુણવન્ત જાની
  અમદાવાદ.

 10. Ketan says:

  વાહ વાહ ગૌરાગભાઈ

 11. krupali says:

  bahuj saras che kavita na shabdo,avu lage che jane vanchya j kariea, and i like this line about god.

 12. jainendra jani says:

  ઝાકળ ન ઊડે સૂર્ય! અહીં એમ ઊગી જા,
  તું ફૂલ ઉપર એટલો ઉપકાર કરી દે.
  વાહ!ગૌરાંગભાઈ એક સાથે બેઉ ના અસ્તિત્વ નિ વાત કહી નાખી.અદભૂત્

 13. Smita Parekh says:

  ઝાકળ ન ઊડે સૂર્ય! અહીં એમ ઊગી જા
  વાહ્!!! ગૌરાંગભાઈ,
  ખૂબ સરસ!!!

 14. વાહ ગૌરાંગભાઈ… બહોત ખૂબ!

 15. ગૌરાન્ગ ભાઈ,
  ખુબ જ સરસ,
  શ્રધ્ધા હવે શંકની તરફ જાય છે ઇશ્વર,
  તારા વીશે તું વાત વીગતવાર કરી દે..
  અને તારાથી હવે થાય તો અન્ધાર કરી દે..
  મન ને સ્પરશી ગઈ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *