સમજણ તે આપણા બેની – ચંદ્રકાન્ત શેઠ

કવિ શ્રી ચંદ્રકાન્ત શેઠના જન્મદિવસે માણીએ એમની આ નાનકડી પણ સુંદર કવિતા …

* * * * *

તારી તે હોડી ને મારાં હલેસાં છે,
દરિયો તે આપણા બેનો ;

તારી તે ગાડી ને મારા છે ઘોડલા,
રસ્તો તે આપણા બેનો ;

તારા બળદ ને મારાં હળલાકડાં,
ખેતર તે આપણા બેનું ;

તારો તે ચાંદલો ને મારો સૂરજ છે,
આખું નભ આપણા બેનું.

તારી તે વાટ અને મારું છે તેલ મહીં,
જ્યોતિ તે આપણા બેની ;

તારું છે ફૂલ અને મારું પતંગિયું,
મધુરપ તે આપણા બેની.

– ચંદ્રકાન્ત શેઠ

(આભાર : અમીઝરણું)

24 replies on “સમજણ તે આપણા બેની – ચંદ્રકાન્ત શેઠ”

  1. આ સુંદર કાવ્ય ‘સમજણ તે આપણા બેની ‘ ની સ્વર રચના મારા પિતાજી એ કરી હતી…વિનંતી થી જરૂર cd મળશે …આવા અનેક બાળ કાવ્યો નો ખજાનો છે ….રસ ધરાવતા મિત્રો સંપર્ક કરશો…

    તારી તે હોડી ને મારા હલેસાં,
    દરીઓ તે આપણા બેઉનો …..
    તારા બળદ ને મારા હળ લાકડા ,
    ખેતર તે આપણા બેઉનું…..
    – શ્રી ચંદ્રકાંત શેઠ

    રાજેશ શેઠ ( ગુંજન ઇલેક્ટ્રોનીક ૧૯૮૫ થી )

  2. વિશ્વબન્ધુત્વ નિ ભાવના, નિઃસ્વાર્થ પ્રેમ,અને મનમાં પ્રભુ પ્રત્યે નિ ક્રુતગ્નતા,અને તમારો સનગાથ,પછિ તો રસ્તો સરળ અને સફર સુહાનિ થઇ જાય.

  3. You are doing the greatest job of giving everybody enjoyment in this 21st century, western part and strees environment. Also, with enjoyment sending deep message in simple language. Some of the the above comments are the indication. Is it possible to translate this into language so most of the world leaders understand, may be they wake up and get out of power hungry and ego trip.
    This also reminds me that when any task and/or function involves more than one person at that point and time most important word is WE and least important word is. We always find I specialist in this word.

  4. તારું છે ફૂલ અને મારું પતંગિયું,
    મધુરપ તે આપણા બેની.

    પ્રભુ બધાને આવી સમજ આપે તો જગતની બધી કડવાટ મટી જાય..

  5. નયન છે અમારા, ને નજારા તમારા,
    થયી આ સૃષ્ટી આપણી

    ચન્દ્રકાન્તભાઇએ સરળ શબ્દોમા ઘણુ ઘણુ કહી દીધુ.

    સુન્દર ભાવના છે!

  6. જયશ્રીબેન,
    સમજણ તે આપણા બેની – ચંદ્રકાન્ત શેઠ સાદી સરળ કવિત ગમી આપણા સૌ ના બાળપણની વાત કવિ યાદ કરાવીને બાળપણમાં જીવવાનો આનંદ શેમાં હતો કહી છુપો બોધ આપ્યો છે.
    ચન્દ્રકાંત લોઢવિયા.

  7. આ આખી ય સૃષટી
    ંમૂળભૂત મનમેળ થકીજ ચાલી
    શકૅ.ઍ વીના સઘળુ નકામુ.
    AK-47 લઈનૅ ફરતા
    લૉકૉનૅ આ વાત કયારૅ સમજાશૅ?
    સરસિ વ્ચાર સુદર રજુઆત!

  8. કવિતા સરસ …!! આવિ સમજ જો બધાનિ પાસે હોય તો જિવન કેટલુ સુન્દર બનિ જાય્..શ્રિ ચન્દ્રકાન્ત જિ ના જન્મ દિવસનિ કવિતા ગમિ ….

  9. આપણા ભારતીય સાંખ્યદર્શનનો મૂળભૂત સિધ્ધાંત છે કે આ આખું વિશ્વ ‘પ્રકૃતિ’ અને ‘પુરુષ’ બંન્નેના સાયુજ્યથી રચાયેલ છે.આ કાવ્યમાંઆ દાર્શનિક સિધ્ધાંત ખૂબ સહજતા અને સરળતાથી વ્યક્ત થય છે.

  10. કાવ્ય તમારું, ટહુકો જયશ્રીનો .. પણ મોજ મજા આપણા સૌને

Leave a Reply to Tarun Cancel reply

Your email address will not be published. Required fields are marked *