સમજણ તે આપણા બેની – ચંદ્રકાન્ત શેઠ

કવિ શ્રી ચંદ્રકાન્ત શેઠના જન્મદિવસે માણીએ એમની આ નાનકડી પણ સુંદર કવિતા …

* * * * *

તારી તે હોડી ને મારાં હલેસાં છે,
દરિયો તે આપણા બેનો ;

તારી તે ગાડી ને મારા છે ઘોડલા,
રસ્તો તે આપણા બેનો ;

તારા બળદ ને મારાં હળલાકડાં,
ખેતર તે આપણા બેનું ;

તારો તે ચાંદલો ને મારો સૂરજ છે,
આખું નભ આપણા બેનું.

તારી તે વાટ અને મારું છે તેલ મહીં,
જ્યોતિ તે આપણા બેની ;

તારું છે ફૂલ અને મારું પતંગિયું,
મધુરપ તે આપણા બેની.

– ચંદ્રકાન્ત શેઠ

(આભાર : અમીઝરણું)

24 replies on “સમજણ તે આપણા બેની – ચંદ્રકાન્ત શેઠ”

 1. Tarun says:

  કાવ્ય તમારું, ટહુકો જયશ્રીનો .. પણ મોજ મજા આપણા સૌને

 2. B says:

  સુન્દર રચના

 3. ધવલ says:

  બહુ સરસ ગીત !

 4. Vijay Bhatt( Los Angeles) says:

  સુન્દર શબ્દ સજાવટ!!!

 5. Sarla Santwani says:

  આપણા ભારતીય સાંખ્યદર્શનનો મૂળભૂત સિધ્ધાંત છે કે આ આખું વિશ્વ ‘પ્રકૃતિ’ અને ‘પુરુષ’ બંન્નેના સાયુજ્યથી રચાયેલ છે.આ કાવ્યમાંઆ દાર્શનિક સિધ્ધાંત ખૂબ સહજતા અને સરળતાથી વ્યક્ત થય છે.

 6. કવિતા સરસ …!! આવિ સમજ જો બધાનિ પાસે હોય તો જિવન કેટલુ સુન્દર બનિ જાય્..શ્રિ ચન્દ્રકાન્ત જિ ના જન્મ દિવસનિ કવિતા ગમિ ….

 7. સરળ સહજ સુંદર રચના….

 8. arpana says:

  આ આખી ય સૃષટી
  ંમૂળભૂત મનમેળ થકીજ ચાલી
  શકૅ.ઍ વીના સઘળુ નકામુ.
  AK-47 લઈનૅ ફરતા
  લૉકૉનૅ આ વાત કયારૅ સમજાશૅ?
  સરસિ વ્ચાર સુદર રજુઆત!

 9. જયશ્રીબેન,
  સમજણ તે આપણા બેની – ચંદ્રકાન્ત શેઠ સાદી સરળ કવિત ગમી આપણા સૌ ના બાળપણની વાત કવિ યાદ કરાવીને બાળપણમાં જીવવાનો આનંદ શેમાં હતો કહી છુપો બોધ આપ્યો છે.
  ચન્દ્રકાંત લોઢવિયા.

 10. kirit bhatt says:

  khub saral chhata saras kavita. ek sathavaaro sagpan no, marag maziyaro be jan no.

 11. જયેન્દ્ર ઠાકર says:

  નયન છે અમારા, ને નજારા તમારા,
  થયી આ સૃષ્ટી આપણી

  ચન્દ્રકાન્તભાઇએ સરળ શબ્દોમા ઘણુ ઘણુ કહી દીધુ.

  સુન્દર ભાવના છે!

 12. dipti says:

  તારું છે ફૂલ અને મારું પતંગિયું,
  મધુરપ તે આપણા બેની.

  પ્રભુ બધાને આવી સમજ આપે તો જગતની બધી કડવાટ મટી જાય..

 13. Geeta Patel says:

  It is a very nice geet. I like it. You are doing a good job to promote our Matrubhasha. I enjoy it.

 14. સુંદર કાવ્ય. સ્વાભાવિક કવિતાનું મઝાનું ઉદાહરણ.

 15. Sharad Radia says:

  You are doing the greatest job of giving everybody enjoyment in this 21st century, western part and strees environment. Also, with enjoyment sending deep message in simple language. Some of the the above comments are the indication. Is it possible to translate this into language so most of the world leaders understand, may be they wake up and get out of power hungry and ego trip.
  This also reminds me that when any task and/or function involves more than one person at that point and time most important word is WE and least important word is. We always find I specialist in this word.

 16. Mehmood says:

  સુંદર ગિત અને તેટલીજ સુન્દર ભાવના…

 17. Mukesh Vora says:

  વિશ્વબન્ધુત્વ નિ ભાવના, નિઃસ્વાર્થ પ્રેમ,અને મનમાં પ્રભુ પ્રત્યે નિ ક્રુતગ્નતા,અને તમારો સનગાથ,પછિ તો રસ્તો સરળ અને સફર સુહાનિ થઇ જાય.

 18. Bharti says:

  what a Kavya enjoyd a lot.

  Thanks

 19. Sudha Shah says:

  How to listen this poem without the arrow to click.

  If anybody knows please, let me know.

  Thanks.

 20. Jayshree says:

  There is no audio for this poem.

 21. amish says:

  ek sundar kavya rachna .manas ne samjavani vaat che.samje to ghana dhukh door thai jai.

 22. raj says:

  સરસ કવ્ય

 23. રાજેશ શેઠ says:

  આ સુંદર કાવ્ય ‘સમજણ તે આપણા બેની ‘ ની સ્વર રચના મારા પિતાજી એ કરી હતી…વિનંતી થી જરૂર cd મળશે …આવા અનેક બાળ કાવ્યો નો ખજાનો છે ….રસ ધરાવતા મિત્રો સંપર્ક કરશો…

  તારી તે હોડી ને મારા હલેસાં,
  દરીઓ તે આપણા બેઉનો …..
  તારા બળદ ને મારા હળ લાકડા ,
  ખેતર તે આપણા બેઉનું…..
  – શ્રી ચંદ્રકાંત શેઠ

  રાજેશ શેઠ ( ગુંજન ઇલેક્ટ્રોનીક ૧૯૮૫ થી )

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *