આહા એટલે આહા એટલે આહા…. – મુકુલ ચોક્સી

પહેલીવાર સાંભળો કે દિવસમાં પાંચમીવાર સાંભળો, પણ એક અલગ જ મસ્તીની દુનિયામાં લઇ જતું ગીત….!! ભર ઉનાળો હોય તો યે છત્રીમાં ભેગા પલળ્યાની ભીનાશ યાદ આવી જાય. ગુજરાતી યુગલગીતોમાં એક અલગ જ તરી આવતું ગીત.

સ્વર : હરીશ ઉમરાવ, નયના ભટ્ટ

.

આહા એટલે આહા એટલે આહા…
हमनें तुमको चाहा…. આહા.

ચોમાસાની જળ નિતરતી આગ એટલે આહા
છત્રીમાં ભેગા પલળ્યાનો સ્વાદ એટલે આહા
ભીના હોઠોમાં થઇ ગઇ એક ભીની મૌસમ….સ્વાહા…

આહા એટલે આહા એટલે આહા…
हमनें तुमको चाहा…. આહા.

સાંજે કોઇને અમથું અમથું મળવું એટલે આહા
પાછા ફરવા મન ન પછી કરવું એટલે આહા
રાતની એકલતામાં ગાયા કરવા ગીતો…. મન-ચાહા…

આહા એટલે આહા એટલે આહા…
हमनें तुमको चाहा…. આહા…

– મુકુલ ચોક્સી

49 replies on “આહા એટલે આહા એટલે આહા…. – મુકુલ ચોક્સી”

  1. ગીત સાંભળ્યું ત્યારથી ગણગણ્યા કરવાનું રોકી ન શકાય તેવું મોજીલું, હોંઠ પર રમતું ગીત.

  2. ખુબ સુન્દર નાનુ મજાનુ ગેીત ચ્હે.ગમ્યુ.”ભિના હોથોમા ભિનિ થૈગયિ એક મૌસમ સ્વાહા.”મનને ભિન્જવતિ વાક્ય રચના ખુબજ ગમિ.

  3. મુકુલ્ભૈનુ ગિત સૌનદર્ય ખુબ માન્યુ.મજા આવિ.આ—–હા ——-આ ———-હા————-હા શુ કહુ?

  4. ..સાંજે કોઇને અમથું અમથું મળવું એટલે આહા
    પાછા ફરવા મન ન પછી કરવું એટલે આહા..

    ..આહા એટલે આહા એટલે આહા…
    हमनें तुमको चाहा…. આહા…

    સરસ ગીત.. આહા એટલે આહા…awesome!!!

  5. આહા ઍટલૅ આહા…. બસ કોઇ ને ચાહવા ની આહા….. પ્રૅમ ઍટલૅ જ બસ આહા…. આગળ કશાની જરુર નથી…..

  6. આહા એટલે આહા એટલે આહા…
    हमनें तुमको चाहा…. આહા.

    ચાહમા આહ પણ હોય અને આહા પણ હોય..પણ આ સુન્દર ભેટ પછી ભીના હોઠોમાં થઇ ગઇ એક ભીની મૌસમ….સ્વાહા…

  7. આહા એટલે આહા એટલે આહા…
    हमनें तुमको चाहा…. આહા.

    આખો દિવસ હોઠ પર રમતુ રહે તેવુ ગીત…

  8. વાહ અદભુત. શુ વાત કરુ,બસ આહા આહા આહા…… ભૈ વાહ…

  9. બહુ જ સામનય લખાયેલ તથા ગવા યેલ મુકુલ તારી પાસે વધુ આ શા

  10. શું સરસ ગીત્ છે ! મારે આ ગીતની CD Audio/cassette જોઇતી હોય તો આલ્બમનું નામ શું છે. પ્લીઝ મને જણાવશો? હું તમારો આભારી રહીશ.

  11. આહા એટલે આહા એટલે આહા…. – મુકુલ ચોક્સી
    ખુબજ સરસ ગિત હુ કૈ રિતે મેલવિ શ્ કુ

  12. Mr. Harish Umroa is one of the leading music director in Gujarat, who is in the trade from last 30 years, who has many achievements in his fold, I have heard his “Mata Umiya Padharo” as well which outstanding, I recommend the entire gujarati community to listen to it, I am sure you will enjoy it, speacially Mataji ni Aarti.

    I sincerely wish Mr. Harish Umrao all the very best in his venture, who needs only one BIG BREAK.

    regards Satish Vaghela, Mumbai

  13. This song is a part of the album “Varsun To Hun Bhadarvo” listing a bunch of absolutely beautiful songs………The album is released by “T-Series”………..Just for your information……..

  14. Actually, Mr. Harish Umrao has given Gujarati Music a new point of view with his fabulous music…….. He has always tried to provide a good platform for the young talent……….His has also done some other Garba albums……and “Mata Umiya Padharo” is one of them which is extremely popular among Kadva Patidar community……..

  15. આહા………….
    આમ તો કાઇ કહેવા જેવુ બાકી રહેતુ જ નથી પણ એટલુ ચ્ચોક્ક્સ કહીશ કે મેહુલભાઈ જે કામ કરે છે એ રીતે જુવાનિયા ઓ પાછા ગુજરાતી ગીતો તરફ વળ્યા છે.

  16. શું સરસ ગીત્ છે ! વળી વળીને સાંભળવાનું મન થાય એવું ગીત છે. મારે આ ગીતની CD Audio/cassette જોઇતી હોય તો આલ્બમનું નામ શું છે. પ્લીઝ મને જણાવશો? હું તમારો આભારી રહીશ.

    -ચંદ્રકાંત.

  17. આહા એટ્લે આહા
    ટહુકોમા સાભળ્યુ એટ્લે આહા!
    ખુબ સુન્દર ગીત

  18. આભાર, મેહુલભાઈ ! સંગીતના ક્ષેત્રમાં જો કે હું ઔરંગઝેબને ય ટપી શકું એમ છું… એટલે આ ગીત જો જયશ્રીએ મને તમે ગાયું છે એમ કહ્યું હોત તો કદાચ મેં એ પણ માની જ લીધું હોત…

  19. આહા એટલે હાહા એટલે આહા, વાહા વાહા…..
    મઝા પડી.

  20. મસ્તીભર્યું માદક ગીત. કમ્પોઝિશન અને અવાજ બન્ને જકડી રાખે છે.

  21. jayashreeben,
    ગીત માણ્યૂ, રસાસ્વાદ ની મઝા આહાઆહા,સુન્દર ટહુકા આહા આહા

  22. this song is not composed and sung by
    ashit desai and hema desai..!
    composer is harish umrao
    sing is harish umrao and nayana bhatt !
    jayshree please correct it !

  23. આહા એટલે આહા એટલે આહા…
    એટલે બહુ જ સરસ…..
    એટલે મઝા આવી ગઈ ……
    એટલે સવાર સુધરી ગઈ ……
    એટ્લે આભાર જયશ્રી

  24. મજાનું મસ્તીભર્યું ગીત…. આશિત-હેમા દેસાઈના કંઠે ઘણા વર્ષો પહેલાં નયન દેસાઈનું “માણસ ઉર્ફે…” સાંભળ્યું હતું ત્યારથી એમની ગાયકી દિલમાં ઘર કરી ગઈ છે. મજાનું ગીત અને વધારે મજેદાર રીતે ગવાયેલ પણ…

    • પેલી વાર સાંભળ્યું ત્યારથી ગણગણ્યા કરવાનું મન થાય તેવું મધુર, હોંઠ પર રમતું ગીત.

  25. સુંદર સ્વરાંકન, નશીલું ગીત,સાથે ગાવું જ પડે એવું ગીત
    આહા એટલે…. વાહા વાહ વાહ….

Leave a Reply to premsagar umrao Cancel reply

Your email address will not be published. Required fields are marked *