મોહનની પ્રીતિ – સુરેશ દલાલ

સંગીત – સુરેશ વાઘેલા
કવિ – સુરેશ દલાલ

.

સ્વર – સુરેશ વાઘેલા

.

સ્વર – રેખા ત્રિવેદી

* * * * * * *

મોહનની પ્રીતિ એ તો મહેંદી નહિ
કે એને આજે મૂકોને કાલે ઊડે
હથેળીની રેખા જેમ એવી અંકાય
એતો ઊંડી રહે પ્રાણ ભલે ઊડે

રણઝણતા વાયરામાં ફરફરતા કેશ નહિ
સિંદુર પૂરેલી છે સેંથી
માધવની પ્રીતિ નહિ માટીનું બેડલું
એ તો યમુના બે કાંઠે રહે વહેતી

મોહનની પ્રીતિ એ તો મહેંદી નહિ
કે એને આજે મૂકોને કાલે ઊડે

મોહનની પ્રીતિ નહિ સાત-સાત રંગ
એતો શિર પર ઝૂલે છે આકાશ
વાલમની પ્રીતિ નહિ વિખૂટો શબ્દ
એની મોરલીની સૂર મારે શ્વાસ

મોહનની પ્રીતિ એ તો મહેંદી નહિ
કે એને આજે મૂકોને કાલે ઊડે

13 replies on “મોહનની પ્રીતિ – સુરેશ દલાલ”

  1. ખૂબજ સરસ સ્વરાંકન છે બંને નું. ગીત પણ ગમ્યું. ટહૂકો ગમેછે, આવા પસંદગી કરેલા ગીતોથી.

  2. ખુબ જ મઝાનું ગીત.કેવી સુંદર કલ્પના.બન્ને ગાયકો ના અવાજ માં સાંભળવા ની મઝા આવી.

  3. રાધા ન હોતી તો વૃંદાવન વૃંદાવન ના હોતા,
    કાન્હા તો હોતે બંસી ભી હોતી, બંસીમેં પ્રાણ ન હોતા
    રાધાકી પાયલ ન બજતી તો મોહન ઐસા ન રાસ રચાતે
    નીંદિયા ચુરાકર મધુબન બુલાકર ઊંગલી પે કિસકો નચાતે
    રાધે..રાધે..

  4. રાધાના ક્રુષ્ણ પ્રેમનુ સુંદર વર્ણન…

    મારા મોહનની પ્રીતિ એ તો મહેંદી નહિ
    કે એને આજે મૂકોને કાલે ઊડે
    હથેળીની રેખા જેમ એવી અંકાય
    એતો ઊંડી રહે પ્રાણ ભલે ઊડે

  5. ‘મોહનનિ પ્રિતિ ‘ગિત બહુ મસ્ત ,મોહન અર્થાત ક્રુશ્નનો પ્રેમ ચિરન્તન ,અમર ..વાહ …સરસ કલ્પના…!ગાયુ બન્ને જણા એ સુન્દર્..

  6. I like this song very much. Kindly keep it in the composors list and with alphabetical. Good Composition of Suresh Vaghela.

  7. જયશ્રઈબેન્,

    દસ વર્શ થિ પન વધારે વર્શ પહેલા આ ગઈત radio પર ગાયુ હતુ.ખઉબ આભાર.

    Rekha Trivedi

  8. જશ્રેીબેન આમે રેખ બેન ને પન સામ્ભલ્ય ખુબજ રનિન્ગ સન્ગેીત મા મઝ પદિ ગૈ..!અત્યરે સન્જન ૬.૪૫ થૈ ચ્હે તો…જય્શ્રેી ક્રિશ્ન…આવ્જો..રન્જિત્િન્દિર..

  9. જયશ્રીબેન,
    મોહનની પ્રીતિ – સુરેશ દલાલ, ગીત ગમ્યું. રેખ ત્રિવેદીના સ્વરમાં ગીત મઘુર ને સ્પષ્ટ રહયું.
    ચન્દ્રકાન્ત લોઢવિયા.

  10. વહ વહ સૌથિ પહેલિો નમ્બર મરોજ કોમેન્ત માહવે સુરેશ ભૈ પચ્હિ અમે રેખા બેન ને સામ્ભલ યે ચલો આભાર જય્શ્રેીબેન્..!!…!!!

Leave a Reply to Dr P A Mevada Cancel reply

Your email address will not be published. Required fields are marked *