એવો કોઇ દિલદાર જગતમાં નજર આવે – મરીઝ

સ્વર : અનુરાધા પૌડવાલ

.

એવો કોઇ દિલદાર જગતમાં નજર આવે ;
આપી દે મદદ કિતું ન લાચાર બનાવે.

હમદર્દ બની જાય જરા સાથમાં આવે ;
આ શું કે બધા દૂરથી રસ્તા જ બતાવે !

શું એને ખબર, કોની નજર પ્યાસી રહી ગઇ ?
જે ભેજમાં ચાલે અને પાલવ ન ઉઠાવે.

એ સૌથી વધુ ઉચ્ચ તબક્કો છે મિલનનો,
કહેવાનું ઘણું હો ને કશું યાદ ન આવે.

વાતોની કલા લ્યે કોઇ પ્રેમીથી તમારા,
એક વાત કરે એમાં ઘણી વાત છુપાવે.

રડવાની જરૂરત પડે ત્યાં સૂકાં નયન હો,
ને હસતો રહું ત્યાં જ જ્યાં હસવું નહિ આવે.

છે મારી મુસીબતનું ‘મરીઝ’ એક આ કારણ,
હું મુજથી રૂઠેલો છું, મને કોણ મનાવે ?

29 replies on “એવો કોઇ દિલદાર જગતમાં નજર આવે – મરીઝ”

  1. સુન્દર ગજલ ચ્હે.મરિજ સાહેબે સુન્દર રિતે નિરુપન કરેલુ ચ્હે.મનના ઉન્દાનને જકઝોરે તેવિ ચ્હે.અનુરધ્હા બેને ગાનાર હોય પચ્હિ શુ બોલવુ.ખુબજ સુન્દર.

  2. છે મારી મુસીબતનું ‘મરીઝ’ એક આ કારણ,
    હું મુજથી રૂઠેલો છું, મને કોણ મનાવે ?

  3. વાહ્..ા આખી ગઝલના શેર ટાંકવા જેવા છે..પણ
    એવો કોઇ દિલદાર જગતમાં નજર આવે ;
    આપી દે મદદ કિતું ન લાચાર બનાવે.

  4. શાન્તા ભકત્
    વાહ વાહ દિલમા રહેલિ બધિ ભાવનાને આખના આસુવાતે બહાર લાવિદે એવિ ગજલ. અનુરાધાજિ નો
    મધુર આવાજ ખુબખુબ આભાર.

  5. રડવાની જરૂરત પડે ત્યાં સૂકાં નયન હો,
    ને હસતો રહું ત્યાં જ જ્યાં હસવું નહિ આવે. heart filling line

  6. આફ્રીન!
    મરીઝ સાહેબ ની આ ગઝલની પ્રત્યેક પંક્તિઓમાં વજન છે,દર્દ છે અને લાજવાબ નઝાકત છે.
    તેથી તેઓ બેવડી સલામના હકદાર છે.

  7. અનુરાધાજીનો મધુર અવાજ અને મરીઝના ખૂબ જ અર્થસભર શબ્દો. અદભૂત….

  8. એ સૌથી વધુ ઉચ્ચ તબક્કો છે મિલનનો,
    કહેવાનું ઘણું હો ને કશું યાદ ન આવે.

    રડવાની જરૂરત પડે ત્યાં સૂકાં નયન હો,
    ને હસતો રહું ત્યાં જ જ્યાં હસવું નહિ આવે.

    એવો કોઇ દિલદાર જગતમાં નજર આવે ;
    આપી દે મદદ કિતું ન લાચાર બનાવે.

    આનુરાધા પૌડવાલે સુન્દર સ્વર મા આને હ્રિદય સોસ્રર્વુ ઉતારી દીધુ……….

    એવો કોઇ દિલદાર જગતમાં નજર આવે ;
    આપી દે મદદ કિતું ન લાચાર બનાવે……..મસ્તક ઝુકાવિ ને મરિઝ સાહેબ ને સલ્લામ્….સાકિ

  9. મરિજ સાહેબ ને બે હાથે સલામ -દિલ ના દર્દ ને વ્યક્ત કરવાનિ કલા ગજબ !!

  10. એ સૌથી વધુ ઉચ્ચ તબક્કો છે મિલનનો,
    કહેવાનું ઘણું હો ને કશું યાદ ન આવે.

    વાતોની કલા લ્યે કોઇ પ્રેમીથી તમારા,
    એક વાત કરે એમાં ઘણી વાત છુપાવે.

    only ‘mariz’ has guts to say so.

  11. જયશ્રી બેન ,
    ટહુકા ને ફરીથી ટહુકાવવા બદલ ખુબ ખુબ આભાર..
    પણ ઘણા બધા ગીતો અધુરા જ રહી જાયે છે..before completion..Plz Didi Fix This Problem..

    Thank u

  12. એ સૌથી વધુ ઉચ્ચ તબક્કો છે મિલનનો,
    કહેવાનું ઘણું હો ને કશું યાદ ન આવે.
    છે મારી મુસીબતનું ‘મરીઝ’ એક આ કારણ,
    હું મુજથી રૂઠેલો છું, મને કોણ મનાવે ?

    અદભુત !

  13. એ સૌથી વધુ ઉચ્ચ તબક્કો છે મિલનનો,
    કહેવાનું ઘણું હો ને કશું યાદ ન આવે.
    અદભુત !

  14. છે મારી મુસીબતનું ‘મરીઝ’ એક આ કારણ,
    હું મુજથી રૂઠેલો છું, મને કોણ મનાવે ?

    kavi potana vise bahu adbhut kahe chhe….heart touching ending…
    e bija thi to thik pan swayam potana fariyadi chhe….kavi potana ne bahu saras rite jaane chhe ane pacchui duniya ne fariyad kare chhe….aapan ne to emni samaj ane laganiyo na vakhan karta pan nathi aavadtu…aava mahan kavi vishe kai pan comment aapta pan nathi aavadtu…bas etlu kahi shakay….adbhut…

  15. nice gazal !!

    રડવાની જરૂરત પડે ત્યાં સૂકાં નયન હો,
    ને હસતો રહું ત્યાં જ જ્યાં હસવું નહિ આવે.

  16. એ સૌથી વધુ ઉચ્ચ તબક્કો છે મિલનનો,
    કહેવાનું ઘણું હો ને કશું યાદ ન આવે.

    -શાનદાર શેર… અને જાનદાર ગઝલ…

Leave a Reply to Umang Modi Cancel reply

Your email address will not be published. Required fields are marked *