એવો કોઇ દિલદાર જગતમાં નજર આવે – મરીઝ

સ્વર : અનુરાધા પૌડવાલ

This text will be replaced

એવો કોઇ દિલદાર જગતમાં નજર આવે ;
આપી દે મદદ કિતું ન લાચાર બનાવે.

હમદર્દ બની જાય જરા સાથમાં આવે ;
આ શું કે બધા દૂરથી રસ્તા જ બતાવે !

શું એને ખબર, કોની નજર પ્યાસી રહી ગઇ ?
જે ભેજમાં ચાલે અને પાલવ ન ઉઠાવે.

એ સૌથી વધુ ઉચ્ચ તબક્કો છે મિલનનો,
કહેવાનું ઘણું હો ને કશું યાદ ન આવે.

વાતોની કલા લ્યે કોઇ પ્રેમીથી તમારા,
એક વાત કરે એમાં ઘણી વાત છુપાવે.

રડવાની જરૂરત પડે ત્યાં સૂકાં નયન હો,
ને હસતો રહું ત્યાં જ જ્યાં હસવું નહિ આવે.

છે મારી મુસીબતનું ‘મરીઝ’ એક આ કારણ,
હું મુજથી રૂઠેલો છું, મને કોણ મનાવે ?

29 thoughts on “એવો કોઇ દિલદાર જગતમાં નજર આવે – મરીઝ

 1. વિવેક

  એ સૌથી વધુ ઉચ્ચ તબક્કો છે મિલનનો,
  કહેવાનું ઘણું હો ને કશું યાદ ન આવે.

  -શાનદાર શેર… અને જાનદાર ગઝલ…

  Reply
 2. harry

  nice gazal !!

  રડવાની જરૂરત પડે ત્યાં સૂકાં નયન હો,
  ને હસતો રહું ત્યાં જ જ્યાં હસવું નહિ આવે.

  Reply
 3. imran shaikh

  છે મારી મુસીબતનું ‘મરીઝ’ એક આ કારણ,
  હું મુજથી રૂઠેલો છું, મને કોણ મનાવે ?

  kavi potana vise bahu adbhut kahe chhe….heart touching ending…
  e bija thi to thik pan swayam potana fariyadi chhe….kavi potana ne bahu saras rite jaane chhe ane pacchui duniya ne fariyad kare chhe….aapan ne to emni samaj ane laganiyo na vakhan karta pan nathi aavadtu…aava mahan kavi vishe kai pan comment aapta pan nathi aavadtu…bas etlu kahi shakay….adbhut…

  Reply
 4. Pragna

  એ સૌથી વધુ ઉચ્ચ તબક્કો છે મિલનનો,
  કહેવાનું ઘણું હો ને કશું યાદ ન આવે.
  અદભુત !

  Reply
 5. Pragna

  એ સૌથી વધુ ઉચ્ચ તબક્કો છે મિલનનો,
  કહેવાનું ઘણું હો ને કશું યાદ ન આવે.
  છે મારી મુસીબતનું ‘મરીઝ’ એક આ કારણ,
  હું મુજથી રૂઠેલો છું, મને કોણ મનાવે ?

  અદભુત !

  Reply
 6. Umang Modi

  જયશ્રી બેન ,
  ટહુકા ને ફરીથી ટહુકાવવા બદલ ખુબ ખુબ આભાર..
  પણ ઘણા બધા ગીતો અધુરા જ રહી જાયે છે..before completion..Plz Didi Fix This Problem..

  Thank u

  Reply
 7. Rugesh

  એ સૌથી વધુ ઉચ્ચ તબક્કો છે મિલનનો,
  કહેવાનું ઘણું હો ને કશું યાદ ન આવે.

  વાતોની કલા લ્યે કોઇ પ્રેમીથી તમારા,
  એક વાત કરે એમાં ઘણી વાત છુપાવે.

  only ‘mariz’ has guts to say so.

  Reply
 8. Dr. Shantilal Vora

  મરિજ સાહેબ ને બે હાથે સલામ -દિલ ના દર્દ ને વ્યક્ત કરવાનિ કલા ગજબ !!

  Reply
 9. ભદ્રેશ શાહ્

  એ સૌથી વધુ ઉચ્ચ તબક્કો છે મિલનનો,
  કહેવાનું ઘણું હો ને કશું યાદ ન આવે.

  રડવાની જરૂરત પડે ત્યાં સૂકાં નયન હો,
  ને હસતો રહું ત્યાં જ જ્યાં હસવું નહિ આવે.

  એવો કોઇ દિલદાર જગતમાં નજર આવે ;
  આપી દે મદદ કિતું ન લાચાર બનાવે.

  આનુરાધા પૌડવાલે સુન્દર સ્વર મા આને હ્રિદય સોસ્રર્વુ ઉતારી દીધુ……….

  એવો કોઇ દિલદાર જગતમાં નજર આવે ;
  આપી દે મદદ કિતું ન લાચાર બનાવે……..મસ્તક ઝુકાવિ ને મરિઝ સાહેબ ને સલ્લામ્….સાકિ

  Reply
 10. Dr.Anil Prajapati

  અનુરાધાજીનો મધુર અવાજ અને મરીઝના ખૂબ જ અર્થસભર શબ્દો. અદભૂત….

  Reply
 11. igvyas

  આફ્રીન!
  મરીઝ સાહેબ ની આ ગઝલની પ્રત્યેક પંક્તિઓમાં વજન છે,દર્દ છે અને લાજવાબ નઝાકત છે.
  તેથી તેઓ બેવડી સલામના હકદાર છે.

  Reply
 12. imdad momin

  રડવાની જરૂરત પડે ત્યાં સૂકાં નયન હો,
  ને હસતો રહું ત્યાં જ જ્યાં હસવું નહિ આવે. heart filling line

  Reply
 13. Shanta Bhakta

  શાન્તા ભકત્
  વાહ વાહ દિલમા રહેલિ બધિ ભાવનાને આખના આસુવાતે બહાર લાવિદે એવિ ગજલ. અનુરાધાજિ નો
  મધુર આવાજ ખુબખુબ આભાર.

  Reply
 14. sapana

  વાહ્..ા આખી ગઝલના શેર ટાંકવા જેવા છે..પણ
  એવો કોઇ દિલદાર જગતમાં નજર આવે ;
  આપી દે મદદ કિતું ન લાચાર બનાવે.

  Reply
 15. Roxie

  છે મારી મુસીબતનું ‘મરીઝ’ એક આ કારણ,
  હું મુજથી રૂઠેલો છું, મને કોણ મનાવે ?

  Reply
 16. bharatibhatt

  સુન્દર ગજલ ચ્હે.મરિજ સાહેબે સુન્દર રિતે નિરુપન કરેલુ ચ્હે.મનના ઉન્દાનને જકઝોરે તેવિ ચ્હે.અનુરધ્હા બેને ગાનાર હોય પચ્હિ શુ બોલવુ.ખુબજ સુન્દર.

  Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *