સાદ કર – ચંદ્રકાન્ત શેઠ

એ જ તારામાં હશે, તું સાદ કર;
ખીણ તેથી શું? શિખરને સાદ કર.

જિંદગી ખારા જળે ખોવાય ના,
ક્યાંક તારો મેહૂલો, ત્યાં સાદ કર.

આટલા અંધારમાં પણ એ જડે,
એક દીવા જેમ તું ય સાદ કર.

ક્યાં સુધી એકાંત અંદર વેઠવું?
આયનાના આદમીને સાદ કર.

એ જ આવી છાંયડે લ્હેરી જશે,
ભરબપોરે ડાળ પરથી સાદ કર.

આટલામાં ક્યાંય એ રહે છે ખરો !
બારીએ ડોકાય એવો સાદ કર.

પોતિકું જે, સહેજમાં પામી લિયે,
મૂળમાં ઊતરી ઊંડેથી સાદ કર.

5 thoughts on “સાદ કર – ચંદ્રકાન્ત શેઠ

 1. Rajendra Trivedi,M.D.

  તારા ટહુકાને ……..
  ક્યાઁક તારો મેહુલો …ત્યાઁ સાદ કર,
  આયનાના આદમી ને સાદ કર.

  સુઁદર ગઝલ.

  Reply
 2. Pravin Shah

  સુંદર ગઝલ!
  ગઝલમાં છુપાયો એજ,
  તું દર્દ ભર્યો સાદ કર!

  Reply
 3. પંચમ શુક્લ

  સુંદર ભાવ વાળું કાવ્ય.
  આમ જોઇયે તો મુક્ત ગઝલ જેવું ફોર્મ (કાફિયા નથી).

  Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *