મહાસાગર – ત્રિભુવનદાસ વ્યાસ

ખારા ખારા ઊસ જેવા
આછાં-આછાં તેલ,
પોણી દુનિયા ઉપર
એવાં પાણી રેલમછેલ !

આરો કે ઓવારો નહીં
પાળ કે પરથારો નહીં
સામો તો કિનારો નહીં
પથરાયા એ જળભંડાર સભર ભર્યાં

આભનાં સીમાડા પરથી,
મોટા મોટા તરંગ ઊઠી,
વાયુ વેગે આગળ થાય,
ને અથડાતા-પછડાતા જાય !

ઘોર કરીને ઘૂઘવે,
ગરજે સાગર ઘેરે રવે !
કિનારાના ખડકો સાથે,
ધિંગામસ્તી કરતો-કરતો,
ફીણથી ફૂંફાડા કરતો,
ઓરો આવે, આઘો થાય,
ને ભરતી-ઓટ કરતો જાય !

ઊંડો ઊંડો ગજબ ઊંડો !
માણસ ડૂબે, ઘોડા ડૂબે !
ઊંચા ઊંચા ઊંટ ડૂબે !
હાથી જેવાં તૂત ડૂબે !
કિલ્લાની કિનાર ડૂબે !
તાડ જેવાં ઝાડ ડૂબે !
મોટા મોટા પહાડ ડૂબે !
ગાંડો થઈને રેલે તો તો
આખી દુનિયા જળબંબોળ જળબંબોળ !

વિશાળ લાંબો પહોળો
ઊંડો એવો મોટો ગંજાવર !
એના જેવું કોઈયે ન મળે !
મહાસાગર તો મહાસાગર !

– ત્રિભુવનદાસ વ્યાસ

(આભાર – મેઘધનુષ)

22 replies on “મહાસાગર – ત્રિભુવનદાસ વ્યાસ”

  1. જય્શ્રીબેન ખુબ ખુબ આભાર
    ઘના દીવસ થી શોધતો હતો આ કવીતા. આજે મળી ગઈ.
    એક વિનન્તિ છે, જો બની શકે તો એક ગુજરતી પાઠ હતો. તેનુ ટાઈટલ હતુ “રૈલ ની ટીકિટબારી”. હાસ્ય રચના હતી.
    જો એ મળી જાય તો તો મજા પડી જાય.

  2. Hathija Hathija ahin thi khasi ja …….Mrug bal have van aa taji ja .
    script in Gujerati Name of poet

  3. This is about Yogeshwar Shri Krishna:
    In shlok 24 adhyaya 10 He says:
    Purodhasam cha mukhyam mam vidhhi parth bruhaspatim
    Senaninamaham skanda sarsamasmi sagaram

    This poem is about Bhagwan and His Vibhuti.
    No wonder it brings immense inner joy in the heart!

  4. મારા માત્રુશ્રિ ઐન્શિ વરસ ના હ્તા અને આ કાવ્ય એમનુ ઘનુજ પ્રિય કાવ્ય હતુ. તેઓ ને આ કવિતા મુખ પાથ હતિ અને અવાર્નવાર અમે એમનિ પાસે ગવદાવતા. ઘનિ બધિ સ્મ્રુતિયો તાજિ થૈ ગઈ.
    ધન્યવાદ્!!
    આશોક

  5. Namashkar,
    Aa kavita hu chella 25 varas thi sodhto hato ane mane em lagtu hatu ke nanpan ma madeli mari koi shresht vastu marathi game tyan mukai gayel chhe ane 25 varas thi mali nathi rahi. Aaje fakt 3 kalak karta auchha samay ma mahasagar mathi moti sodhva jevu karya mara mate par padi mari jat par upkar karyo chhe te bada hu be hath jodi ne aapno aabhar vyakt karu chhu.
    Aaje dukh e vatnu thay chhe ke navi generation ne “Mahasagar te Mahasagr” jevi kavita o vishe sagarna ek tipa jetlu pan gyan nathi.

    Aaje hu 33 varashno chhu parantu Aa kavita maltani sathej fari thi balak thai javanu man kare chhe ane te badal jivannu sarvash tyaji devanu mann thay chhe.

    Aabhar and Jazakallah.

  6. આ કવિતા તો પહેલા ધોરણમા જ કન્ઠસ્થ થયી ગયેલી – મારી મોટી બહેન રાગ તાણીને ગાતી અને તે સામ્ભળીને હુ પણ શીખી ગયેલી. “આખી દુનિયા જળબંબોળ જળબંબોળ” ગાતી વખતે તો રાડો જ પાડતા
    બાળપણની એ મીઠી યાદો તમે તાજી કરાવી આજે. આભાર કેમ કરી ને માનુ?

  7. આવડી મોટી સરસ રચના …….
    ખુબજ ગમી અમને વાચતા ખુબજ આનંદ થયો

  8. અરે જયશ્રી બેન …
    તમારો આભાર તો જાણે હુ કેમ કરીને માનુ એ જ મને તો ઘણીવાર સમજાતુ નથી..
    થોડા થોડા અંતરાલે તમે તો બાળપણ યાદ કરાવી આપો છો..
    આ કાવ્ય હુ ત્રીજા ધોરણમા ભણી હતી અને મને યાદ છે ત્યા સુધી આ સત્તરમુ કાવ્ય હતુ…

    આપનો ખૂબ ખૂબ આભારરરર………..!!!!!!!!!!!

  9. વાહ, મહાસાગર તો મહાસાગર !નાનપણનું મારું પ્રિય કાવ્ય ! જયશ્રેીબેન, તમે પણ અહેીઁ કાવ્યો અને ગેીતોનો મહાસાગર રચશો એવો વિશ્વાસ છે.આભાર…

  10. આ તો મારા સ્કુલ નિ ભણવામા આવેલિ કવિતા.!!!!.મોટૅ મોટૅ થિ ગાતા હતા……thanks…

  11. Jaysgriben,
    I am looking for film Jesal Toral songs music director Avinash Vyas starring Upendra trivedi. Very old film but bhajans were good. Also looking for Ramde pir no helo by manna dey.

  12. જયશ્રીબેન, તમે તો મને રાજી રાજી નો રેડ કરી દીધો.

  13. જયશ્રીબેન,
    રોજ સવારે તમારી આ વિશ્વ-શાળામાં બેસી સત્સંગ કરવાનો ખૂબ ખૂબ આનંદ આવે છે. સાહિત્યનું જ્ઞાન વધે, મહાન કવિઅઓની, સંગીતકારોની, ગાયકોની ઓળખાણ થાય છે. કવિઓના જન્મ દિવસની જાણ થાય તેના જીવનની ખાટી મીઠી જાણવા ને માણવા મળે છે. કવિઓના શબ્દોની તાકાત જ્યારે ગાયકોના સૂરમાં સાંભળવા મળે ત્યારે વધુ સમજાય છે.
    ભૂગોળ સમજવાના આવા સરળ ભાષાના બાળગીતો આટલા વર્ષે હવે વધુ મધૂરાને વ્હાલા લાગે છે. માતૃભાષામાં પ્રવેશ ફી વગરની આ એક અજોડ પાઠશાળા છે. આપનો ફરી ફરી આભાર મારી માંગનું કાવ્ય મુક્વા માટે.
    ચન્દ્રકાન્ત લોઢવિયા.

  14. જયશ્રીબેન,
    કોઈક તકનીકી કારણે કોમેંટ લખવાનો આ બોક્ષ ખૂબ જ નાનો આવે છે.
    વધુ લખવું ફાવતુ નથી.
    મારી માંગણીનું કાવ્ય મુકવા બદલ આપનો ખુબ ખુબ આભાર.
    ચન્દ્રકાંત લોઢવિયા.

  15. કિશોર અવસ્થાના મારા પ્રિય કવિઓમાંના એક છે ત્રિભુવન વ્યાસ. એમનાં બાલગીતો મઝાનાં છે. પાઠ્યપુસ્તકોમાં હું કેટલાંક ભણેલો એમાં આ ‘મહાસાગર’ પણ હતું.
    એમનું ‘ગીરનાં જંગલ’ કાવ્ય પોસ્ટ કરવાની હું જયશ્રીબહેનને વિનંતી કરું છું. વર્ષો પહેલાં ભણેલા એ કાવ્યની આ પંક્તિઓ હજુ યાદ છેઃ

    ખનન ખંજરી બજે ભયાનક
    પ્રચંડ ધોધ પછાડ તણી
    પડછંદાઓ ઝીલે એહના
    પ્રજા અડીખમ પહાડ તણી …

    ગિરીશ પરીખ મોડેસ્ટો કેલિફોર્નિયા
    E-mail: girish116@yahoo.com
    (ગિરીશનું સર્જાતું જતું આસ્વાદનું પુસ્તક “આદિલના શેરોનો આનંદ” (tentative title) પ્રકાશકની શોધમાં છે).

Leave a Reply to IRFANUDDIN SHAIKH Cancel reply

Your email address will not be published. Required fields are marked *