નેવાં – મનોજ ખંડેરિયા

આજે પલળીએ મનોજ ખંડેરિયાના આ મઝાના હાયકુ-કાવ્ય સંગાથે..!!

ટપકે નેવાં
આજે તો અવકાશે
છલકે નેવાં

રાત પડે ને
સામે ઘેર જવાને
સરકે નેવાં

કોણ આવતું
આજ આંખની જેવાં
ફરકે નેવાં

અષાઢ-રાતે
કણું બનીને આંખે
ખટકે નેવાં

પાંખ-પાંખમાં
મૌન ધ્રૂજતું ભીનું
ધબકે નેવાં

– મનોજ ખંડેરિયા

3 replies on “નેવાં – મનોજ ખંડેરિયા”

 1. સરસ હાયકુ કાવ્ય છે.

 2. સુંદર હાઈકુ-ગઝલ !

 3. dr. jagdip says:

  અમે વરસતા મુશળધારે
  તમે ટપકતાં નેવે
  ખળખળ પ્રેમે ધૂબકા મારો
  ન્હાવું શું પરસેવે

  હમેશા મુશળધારે વરસતા
  મનોજકાકાને સપ્રેમ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *