એક સાંજ – ઉર્વશી પારેખ

એક સાંજ આપણે મળ્યા દરિયા કિનારે
ડુબતો સૂર્ય, કેસરવરણી સાંજ

ભીના ભીના સંવેદનો મનનાં
કેટલું બધુ કહી નાંખવાની ઇચ્છા સાથે
એક સાંજ આપણે મળ્યા દરિયા કિનારે

બધાએ એક-બીજા સાથે બોલ્યા કર્યું
આપણે બન્ને બેસી રહ્યા બોલ્યા વિના
ભીની રેતીમાં લીટા દોરતા રહ્યા
એક-બીજાને જોતા રહ્યા
આંખો વડે
અપ્રત્યક્ષ રીતે કહેતા રહ્યા
ઉભા થયા, બોલ્યા વિના

પાસે પાસે ચાલતા રહ્યા, બોલ્યા વિના
ખુબ સાંરુ લાગ્યું મનને, બોલ્યા વિના
અને અજાણતામાંજ હાથે સ્પર્શી લીધુ હાથને
અને બધુ કહેવાઈ ગયું, બોલ્યા વિના
એક સાંજ આપણે મળ્યા દરિયા કિનારે
અને મળી ગયા
એકબીજાને દરિયા કિનારે.

16 replies on “એક સાંજ – ઉર્વશી પારેખ”

 1. જયશ્રીબેન,
  એક સાંજ – ઉર્વશી પારેખ “અને અજાણતામાંજ હાથે સ્પર્શી લીધુ હાથને અને બધુ કહેવાઈ ગયું, બોલ્યા વિના” ખુબ જ સુંદર. પ્રેમ ની પ્રથમ પગથી પર પહેલુ પગલું પાડનારા પ્રેમઓની મનોવ્યથાની સુંદર લાગણી વ્યક્ત કરી છે. ઉર્વશી પારેખનું ઊર્મિ કાવ્ય ખૂબ જ ગમ્યું.
  ચન્દ્રકાન્ત લોઢવિયા.

 2. P Shah says:

  મળી ગયા
  એકબીજાને દરિયા કિનારે…
  સુંદર રચના !
  મૌન સંવેદનોની સુંદર અભિવ્યક્તિ !

 3. સુંદર રચના અને સુંદર અભિવ્યક્તિ

  visit my blog

  http://www.aagaman.wordpress.com

  Mayur Prajapati

 4. rakesh bhatt says:

  dubte suraj ki kirne fiki hai
  ab vo rangeen sham nahi
  dil me sulagte hai arman tere
  lekin juba pe tera nam nahi

  din bhar ka thaka saraj jab sam ki god me so jata hia
  chachahat ho jati hai khamos,darktho bi kya ho jata hai

 5. Smita Parekh says:

  સરસ રચના.
  એક હિન્દી ફિલ્મી ગીત યાદ આવ્યું
  દિલને દિલકી બાત સમજલી અબ મુંહસે ક્યા કહેના હૈ?
  કશ્તીકા ખામોશ સફર હો—-

 6. એક સાન્જ ગમિ,સરસ ….

 7. Mehmood says:

  Mein hoon tum ho aur khamoshi
  jaanay kab door hogi ishq ki madhoshi

  dekhtay hua zamana guzara hai
  falak par door talak chandni ki sargoshi

  mein hoon tum ho aur khamoshi…

 8. Vijay Bhatt( Los Angeles) says:

  સુન્દર રચના!!!

 9. poonam says:

  khub j saras rachna 6

 10. nitin desai says:

  જય હો શ્રઇ ગુજ્રરાત ના લોકો તમારા રુનિ રહેસે

 11. dipti says:

  ક્યારેક મૌન વધારે બોલકુ હોય છે.

  ઘણીયે વાત બાકી છે પછી કરશુ ફરી ક્યારેક
  મજાનુ મૌન છે, શબ્દોમાં ઓગળશુ ફરી ક્યારેક…..

 12. kirit bhatt says:

  hraday na atyant najook bhav ketli khubi thi, saral shabdo man vani lidha chhe. saras. abhaar.

 13. CHINTAN MANIAR says:

  Kharekhar vanchavani bahu j maja aavi gay khubaj saras kavya chhe… Sachi vat chhe maun thi lagani o jetali pragat thay chhe tena mate shabdo kadach ochha pade….

 14. Hiral says:

  ખરેખર મૌન લાગણેીઓ સુન્દર રીતે વ્યક્ત કર્વામા આવિ ચ્હે. દરિયકિનારો જગ્યા જ કેવિ સુન્દર પસન્દ કરી ! બધુ જ જાણે દરિયાકિનારા મા જ આવિ ગયુ…

 15. Jayshreeben,
  you r doing wonderful service to Gujarati sahitya lovers.Urvashi Parekh ni aa Rachna nahi kahine ghanu badhu kahi jay chhe.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *