કેટલા હતા – અશરફ ડબાવાલા

ભીંતો ને બારી જેવા છરા કેટલા હતા!
ઘરમાં વિવિધ રૂપે દગા કેટલા હતા!

હું સાચવીયે ના શક્યો ર્દશ્યો કે ર્દષ્ટિને,
ચશ્મા ઘણા હતા ને ઘરાં કેટલા હતા!

જો ફોડવા હતા તો કદી ક્યાં કમી હતી!
મનમાં જ ઘડયા તા એ ઘડા કેટલા હતા!

એ ‘આવજો’ કહીને પછી બસ કરી ગઈ,
નહિતર તો આંગળીના બરા કેટલા હતા!

અંદર તો હું જ મારો, બીજું કોઈ ક્યાં હતું?
ને બહાર જોઈ લીધું સગાં કેટલા હતા!

સ્વર્ગસ્થ સૌ કવિને તું ઉત્તમ ભલે ને ગણ,
પણ એ કહેને એમાં ર.પા. કેટલા હતા?

અશરફ ખતવણી માંડ છે સપનાંની પાપણે,
ઉધાર કેટલાં ને જમા કેટલા હતા!

19 replies on “કેટલા હતા – અશરફ ડબાવાલા”

 1. Himanshu says:

  અંદર તો હું જ મારો, બીજું કોઈ ક્યાં હતું?
  ને બહાર જોઈ લીધું સગાં કેટલા હતા!

  સ્વર્ગસ્થ સૌ કવિને તું ઉત્તમ ભલે ને ગણ,
  પણ એ કહેને એમાં ર.પા. કેટલા હતા?

  અશરફ ખતવણી માંડ છે સપનાંની પાપણે,
  ઉધાર કેટલાં ને જમા કેટલા હતા!

  Waah…kya baat hai…bahuj saras Asrafbhai.

 2. Rashmi Gandhi says:

  How can I play this gazal? It does not have player sign! I found few songs like this , there is no player, but SHARE sign is there. What can I do with SHARE?I would appreciate your reply.
  Rashmi Gandhi
  626-327-4571

 3. વાહ જયશ્રીબેન,
  અશરફભાઈની સુંદર ગઝલ લાવ્યા છો.
  ર.પા.કેટલા હતા…. એ શેર ખાસ ગમ્યો.
  -અભિનંદન.

 4. Kunal Vohra says:

  Please provide me Ashraf Dabawala’s Address…He is in U.S. [i guess]..else good poetry….

 5. સરસ રચના છે.

 6. subhash desai says:

  simply beautiful ghazal n a very pleasant tribute 2 ghana vhala ramesh parekh. by d way i have composed ashraf’s”bor me chakhya hata a kyan gaya”

 7. P Shah says:

  સુંદર ગઝલ !

 8. Aashish says:

  “એમાં ર.પા. કેટલા હતા?” મતલબ..??

 9. વિહંગ વ્યાસ says:

  સુંદર ગઝલ. મત્લામાં ભીંલો નહીં ભીંતો છે.

 10. Mukesh Vora says:

  ચશ્મા ઘણા હતા ને ઘરાં કેટલા હતા!

  પણ એ કહેને એમાં ર.પા. કેટલા હતા?

  સુન્દર રચના. ઉપર નિ બે લાઈન નો મતલબ સમજાવશો?

  મુકેશ વોરા

 11. ઠેન્ક યુ,
  આવી સુંદર ગઝલ શૅર કરવા માટૅ

 12. Suren Chheda says:

  બહુજ સરસ

 13. Vijay Bhatt (Los Angeles) says:

  Hello Aashish and Mukesh Vora.

  ૨.પા એટ્લે રમેશ પારેખ્. He identified many times as ૨.પા in his own poetry.
  રર્મેશ પારેખ ગુજ્રરાતી ના શ્રેષ્ઠ કવિ…

 14. Aashish says:

  વાહ, આ જાણિ ને ગઝલ નુ ચિત્ર સ્પષ્ટ થૈ ગયુ.
  આભાર્..

 15. pragnaju says:

  અંદર તો હું જ મારો, બીજું કોઈ ક્યાં હતું?
  ને બહાર જોઈ લીધું સગાં કેટલા હતા!

  સ્વર્ગસ્થ સૌ કવિને તું ઉત્તમ ભલે ને ગણ,
  પણ એ કહેને એમાં ર.પા. કેટલા હતા?
  શેર સુંદર છે-પણ ર પાને સ્વર્ગસ્થ કરવાની હકીકત કરુણ છે.
  હ્રદયરોગમાં એમની બે કાળજી તો હતી પણ હાર્ટ એટેકનો હુમલો આવ્યો ત્યારે ૧૦૮ બોલાવી અમદાવાદની સારામાં સારી હોસ્પિટાલમાં સારવાર આપવી જોઈએ.તેમને માટે અતિશય મૉંઘી સારવાર પણ જવાબદાર લાગે છે.એવા ખ્યાલે રાજકોટ લાવ્યા!રાજકોટના મિત્ર ડોકટરને ફોન કર્યો હોત તો તેઓ પણ યોગ્ય સલાહ આપત. અહીં તો ૯૧૧ બોલાવો-બાકીનું તેઓ સંભાળી લે!અને ૬૫ વર્ષે તો ઘણી રાહત.મને વિચાર આવે કે આવા કમોત માટે આ સમાજના વ્યક્તી તરીકે અમે પણ જવાબદાર?તેના પ્રાયશ્ચિત રુપે સામાન્ય સ્થિતિના કવિઓ માટે રાહતફંડ કરવું જરુરી છે.
  પછી મગરના આંસુ તો છે જ!

 16. jiten says:

  અરે ખુબ મઝા આવિ ર્.પા નિ વાત જણિ ને ..

 17. raksha says:

  good one.

 18. kalpesh solanki "કલ્પ" says:

  ખુબ જ સરસ અભિવ્યકિત છે.

  ભીંતો ને બારી જેવા છરા કેટલા હતા!
  ઘરમાં વિવિધ રૂપે દગા કેટલા હતા!

 19. અંદર તો હું જ મારો, બીજું કોઈ ક્યાં હતું?
  ને બહાર જોઈ લીધું સગાં કેટલા હતા!

  સુંદર શેર. સાચાં સગાં મળવા નસીબની વાત છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *