સિંહની પરોણાગત – રમણલાલ સોની

 

ગુજરાતી પાઠ્યપુસ્તકમાં ભણેલા આ વાર્તા-ગીત… આ બાળગીતના કવિ – શ્રી રમણલાલ સોનીનો આજે જન્મદિવસ.. (25 – જાન્યુઆરી , 1908). આ ગીત અમે નિશાળમાં ગાતા એવું યાદ છે.. (એટલે કે શિક્ષક ગવડાવતા..). પણ ઘણા વર્ષોથી એની કોઇ ઓડિયો મારા ધ્યાનમાં નથી આવી. તમને ખ્યાલ હોય તો મદદ કરશો? ટહુકાના બાળમિત્રો – અને આપણા બધાની અંદરના બાળકને આ ગીત વાંચવા સાથે સાંભળવા પણ મળે તો વધુ મઝા આવશે એવું નથી લાગતું? (રીંછ અને સિંહનો એકસાથે કોઇ સારો ફોટો તમારા કેમેરામાં કેદ થયો હોય, તો એ પણ અમારી સાથે વહેંચશો તો ગમશે…! 🙂 )

અને મારી ફોટાની ફરમાઇશ પૂરી કરી ભૂમિએ.. (ત્રણ ફોટા ભેગા કરીને…) આભાર ભૂમિ..! ખરેખર મઝાનો ફોટો બન્યો છે. સિંહ અચાનક સામે આવતા રિંછ જાણે બે પગે ઉભુ થઇને સલામ કરતુ હોય એવું લાગે..!! 🙂

(photo mixing by Bhumi… Click here for original pictures – 1, 2, 3)

રીંછ એકલું ફરવા ચાલ્યું, હાથમાં લીધી સોટી;
સામે રાણા સિંહ મળ્યા રે, આફત આવી મોટી.

ઝૂકી ઝૂકી ભરી સલામો, બોલ્યું મીઠાં વેણ :
‘મારે ઘેર પધારો, રાણા ! રાખો મારું કહેણ.

હાડચામડાં બહુ બહુ ચૂંથ્યાં, ચાખોજી મધ મીઠું;
નોતરું દેવા ખોળું તમને, આજે મુખડું દીઠું !’

રીંછ જાય છે આગળ, એના પગ ધબધબ,
સિંહ જાય છે પાછળ, એની જીભ લબલબ.

‘ઘર આ મારું, જમો સુખેથી, મઘથી લૂમેલૂમ’
ખાવા જાતાં રાણાજીએ પાડી બૂમેબૂમ !

મધપૂડાનું વન હતું એ, નહીં માખોનો પાર;
બટકું પૂડો ખાવા જાતાં વળગી લારોલાર !

આંખે, મોઢે, જીભે, હોઠે ડંખ ઘણેરા લાગ્યા;
‘ખાધો બાપ રે !’ કરતાં ત્યાંથી વનરાજા તો ભાગ્યા.

રીંછ એકલું ફરવા ચાલ્યું, હાથમાં લીધી સોટી;
સામે રાણા સિંહ મળ્યા’તા, આફત ટાળી મોટી !

28 replies on “સિંહની પરોણાગત – રમણલાલ સોની”

  1. સર, આ કવિતા / ગીત અમે સ્કૂલ માં મોજ થી ગાતા હતા… થેન્ક યુ..

  2. Very sweet & entertaining poem, we learnt in STD 3. How can we forget out text books of Gujarati. Thank u for providing this platform.

  3. I am kanankumar trivedi@43 years of age. 1974 ma shardamandir balmandir amdawad ma admission lidhelu. Haal j january-5 2015 na roj amara varga na badha mitro bhega thaya…ghana ghana lamba saamay na antral pachhi bhega thaya ane e divaso yaad karya ane aa kavita tamara thaki mali….badha ne bahu j gami…bachpan na e divaso ni yaad taja thayi….tamaro khub khub aabhar

  4. ઓડિયો ફાઇલ નથી વાગતી. File Missing નો મેસેજ આવે છે.

  5. આ ગેીતનો ઓડેીયો મરેી પાસેે . પન હુ કેવેી રેીતે તમને મોકલુ એ મ્ને જનાવવસો. ૯૯૦૪૩૯૨૭૨૭

  6. જયશ્રીબેન પ્રણામ હાલમા જ મે ૧૦ બાલ ગીતૉ RECORDING KARAVYA CHE JEMA RINCH EKLU PHARVA CHALU HATHA MA LIDHI SOTI PAN CHE
    RAYSHI GADA

  7. રીંછ જાય છે આગળ, એના પગ ધબધબ,
    સિંહ જાય છે પાછળ, એની જીભ લબલબ.

    રમણલાલ સોનીએ કેટલું સરસ શબ્દચિત્ર કલમથી દોર્યું છે.
    આખું કથાગીત મઝાનું છે.
    આ લખું છું ત્યારે મારા ટેબલ પર મારો અપ્રકટ બાલ કથાગીતોનો સંગ્રહ ‘વાર્તા રે વાર્તા’ છે. રસની લહાણી કરતાં આ કથાગીતો સર્જવાની પ્રેરણા મને રમણલાલ સોનીના બાળગીતોનાં પુસ્તકો જેવાં કે ‘પગલાં’ના ચાર ભાગ બાળપણમાં વારંવાર વાંચવા (અને ગાવા!) થી પણ મળી હતી.

  8. Salute to Dalpatram, Ramanlal ,jivram joshi etc who have given us so wonderful poetries/songs/stories etc which kept us laughing when we wee small and they kept us giving morals/advise/tricks etc when we were young and they kept us enjoying these poets/songs/stories any age at this time too

  9. જયશ્રેીબેન……આપે બાળપણ….યાદ કરાવ્યું ! ખુબ ખુબ આભાર .

  10. Thank you so much. You just remind me of my school days. Good job. These kinds of poems will help us to keep our gujarati language alive & lovable. Thanks once again…
    Regards…

  11. ઉદો કાબર ઉદો ચકલ ઉદો મેન પોપત મોર …હુન આખેતર નોરખેવદો સઘલ પેથા ક્યન્થિ ચોર્…?મને આ આખિ કવિ તા હજિ પન મોધે ચ્હે…૧૯૩૭/૩૮ મા મારિ મોતિ બેન ને માર પિતજિ ગોખ વતા અને મને યાદ રહિ ગૈ ચ્હે….રન્જિત્.

  12. જય્શ્રેીબેન ગૈ કલે ક્યન હતા?શ્રેી અમિત ભૈ યે “સ્થલ્/સમય્/ઘત્ના કવિ શ્રેી રવલ નિ રચન રજુ કરિ હતિ અને દર્રોજ નિ જેમ વન્ચિ સથે ણ્ણ નો ફોતો પન હૈતિ નો જોયો…અને આજે? “સિન્હ નિ પરોન ગત્ કવિત અમોને પન બલ પન નિ યાદ અપવિ ગૈ આભાર આપ્ને યાદ ચ્હે? હુન અર્ચિએવેસ અને તહોૂકો મ દર રોજ રાહ જોઇ …ફર્ય કરુન્ચ્હુ…!આજે બિજિ કવિત યાદ આવિ…”ઉદો કબ ઉદો ચકલ ઉદો મેન પોપત મોર્હુન આખેતર નોરખેવદો..સઘ્દા..”

  13. આવા ગેીતોનેી ઓડેીયો બહાર પડે તો પૌત્ર – પૌત્રેીઓને સઁભળાવેી શકાય.મજાનુઁ ગેીત છે. મોટા થયા પછી પણ અમે તો આ બહુ જ ગાતા ખાસ કરીને અન્ય નાના બાળકો સાથે.

  14. Thank you and excellent job. I don’t have words to describe “aabhar”thanks.Jayshriben you are doing a very very big “seva” of gujarat and Gujarati language.After a long long time we got this “geet”.
    Every parents should pass this to their kids.
    Thank you again.

  15. ખરેખર યુવાવસ્થા ની યાદ તાજી કરાવી દીધી……..આભાર.

Leave a Reply to darshit patel Cancel reply

Your email address will not be published. Required fields are marked *