સ્થળ, સમય, ઘટના…. – કવિ રાવલ

(More than 600,000 people were left homeless by the January 12 Haitian earthquake……સ્થળ, સમય, ઘટના….)

(CNN.com – Haiti Earthquake)

કાળનાં કાગળ ઉપર કક્કો લખે છે,
દાખલો ઔકાતનો અડધો લખે છે.

વીજળી, વાદળ અને વગડો લખે છે,
ચન્દ્ર નહિ પણ તારલો ખરતો લખે છે.

શબ્દ નૈ પણ શબ્દનો થડકો લખે છે,
કોણ મારા નામનો પડઘો લખે છે?

જો ત્વચા પર વાગતો ચટકો લખે છે,
સ્થળ, સમય, ઘટના કશે અટકો લખે છે.

છાંયડો, વરસાદ ને તડકો લખે છે,
જિંદગી પણ કેટલી શરતો લખે છે!

7 replies on “સ્થળ, સમય, ઘટના…. – કવિ રાવલ”

  1. બહુ સરસ ગઝલ્..
    જો ત્વચા પર વાગતો ચટકો લખે છે,
    સ્થળ, સમય, ઘટના કશે અટકો લખે છે.

    છાંયડો, વરસાદ ને તડકો લખે છે,
    જિંદગી પણ કેટલી શરતો લખે છે!

  2. Beautifully written, really sometimes we forget to take time to smell roses, when writer says” sthay, samay and ghatna kashe atko lakhe che”. Thank you for posting this rachana.

  3. ભૈ શ્રેી અમિત્,ખુબ સમય્સર તમે આ રચન રજુ કરેલિ ચ્હે શ્રિ હયલ્જિ નિ..હેઇતિ ન ધર્તિ કમ્પ ન ફોતોગ્રફ સથે તે પન ખરેજ સમય પર્..

  4. જિંદગી પણ કેટલી શરતો લખે છે!…….વાહ…

    અનૅ…શરતો પણ…..વંચાવે નહી…કબુલ જ કરવાની….

Leave a Reply to Vinay Bilimoria Cancel reply

Your email address will not be published. Required fields are marked *