ગળતું જામ છે – મરીઝ

ઘણા વખત પહેલા બેગમ અખ્તરના અવાજમાં સાંભળેલી આ ગઝલ – આજે આ ગઝલના સ્વરકાર – પુરુષોત્તમ ઉપાધ્યાયના અવાજમાં :

.

લતા મંગેશકર, આશા ભોંસલે, કિશોર કુમાર, મુકેશ, મોહમ્મદ રફી…. વગેરે હિન્દી સંગીત જગતના દિગ્ગજોથી લઇને, શાન, સાધના સરગમ, જગજીત સીંગ, રૂપકુમાર રાઠોડ જેવા આજના જાણીતા બીન-ગુજરાતી કલાકારોના ગુજરાતી ગીતો આપણે સાંભળ્યા છે, પણ તમને ખબર છે કે ‘મલ્લિકા-એ-ગઝલ’ તરીકે ઓળખાતા ‘બેગમ અખ્તર’ના અવાજમાં પણ ગુજરાતી ગીતો છે ? સાંભળો ‘મરીઝ’ સાહેબની આ ખૂબ જ જાણીતી ગઝલ…

સ્વર : બેગમ અખ્તર

.

મેં તજી તારી તમન્ના તેનો આ અંજામ છે,
કે હવે સાચે જ લાગે છે કે તારું કામ છે.

છે સ્ખલન બે ત્રણ પ્રસંગોમાં મને પણ છે કબૂલ,
કોણ જાણે કેમ આખી જિંદગી બદનામ છે.

એક વીતેલો પ્રસંગ પાછો ઉજવવો છે ખુદા!
એક પળ માટે વીતેલી જિંદગીનું કામ છે.

મારી આ મજબૂર મસ્તીનો નશો ઊતરી ગયો,
આપ પણ એવું કહો છો કે મને આરામ છે !

કોણ જાણે કેમ સાંભળતાં જ દિલ દુખતું હશે !
આમ હું માનું છું તારું નામ પ્યારું નામ છે.

આપની સામે ભલે સોદો મફતમાં થઈ ગયો,
આમ જો પૂછો બહુ મોઘાં અમારાં દામ છે.

જિંદગીના રસને પીવામાં કરો જલ્દી ‘મરીઝ’,
એક તો ઓછી મદિરા છે, ને ગળતું જામ છે.

——————-

ખાસ આભાર મહેન્દ્રકાકાનો, જેમણે આ ગઝલને LPમાંથી mp3માં ફેરવવામાટે ખાસ સોફ્ટવેર ખરીદયું, અને ટહુકોની વર્ષગાંઠ પર આપણા બધાને આ અણમોલ મોતી જેવી ગઝલ ભેટ આપી.

57 replies on “ગળતું જામ છે – મરીઝ”

  1. બહુ જ સુંદર ગઝલ.

    એક વીતેલો પ્રસંગ પાછો ઉજવવો છે ખુદા!
    એક પળ માટે વીતેલી જિંદગીનું કામ છે.

    આ શેર બહુજ ગમ્યો.વીતેલા સમયમા પાછુ જવાય તો??????

  2. આફરિન…..આફરિન આ ગઝલ જેમને પણ upload કરી છે તેમને લાખ લાખ સલામ.

  3. જનમ પર રોઈ લીધુ છે ……. મરણ ને રોઈ બેઠો છુ..
    હુ એક્લતા જીવનની એ બેઉ રીતે ખોઈ બેઠો છુ.. વાહ ….વાહ્….વાહ્હ્.

    નિક્ળ્યો સ્વર્ગ થી તો ખુદા ને ખોઈ બેઠો છુ
    એને ગોતવા બેઠો તો જીવન મા તને પણ ખોઈ બેઠો છુ……..બેમિસાલ્.. આફ્રિન્…..

    ઘણા વખત પહેલા બેગમ અખ્તરના અવાજમાં સાંભળેલી આ ગઝલ – આજે આ ગઝલના સ્વરકાર – પુરુષોત્તમ ઉપાધ્યાયના અવાજમાં
    ફ્ક્ત અફ્લાતુન્…સલામ્….

  4. જિંદગીના રસને પીવામાં કરો જલ્દી ‘મરીઝ’,
    એક તો ઓછી મદિરા છે, ને ગળતું જામ છે.

    એક વીતેલો પ્રસંગ પાછો ઉજવવો છે ખુદા!
    એક પળ માટે વીતેલી જિંદગીનું કામ છે……..અફ્લાતુન્…બેમિસાલ…

    મરિઝ સાહેબ સ્લ્લામ….!

    બેગમ અખ્તરના સૂરનો નશો મદિરાથી પણ વધુ છે
    ‘મરીઝ’તમે સાંભળો છો?

  5. Gujarati typing favyu nahi te thi english ma lakhoo chu.
    aaj thi 35 waras pahela aa gazal redio uper sambhli hati pachi aaje sambhlwa no rudo awsar sampadyo. khoob khoob aabhar.
    Lakhnar MARIZ ane Kanth BEGUM AKHTAR no kherekhar sona ma sugandh mali .
    aa gazal hu download kari shku ? kevi rite ? Can you please guide me. thanks.

  6. Namste
    I m new on this site.
    can anyone pls tell me that how i can listen audio on this site? pls reply…

  7. really very good work on words to make everything look lilke precious each n every contain is beautiful script. hates off to the one who is making it come true.

  8. નંદિની ત્રિવેદી ના પુસ્તક “મિલે સૂર “માં થી –

    ..આ ગઝલ વિષે જણાવતા પુરુષોત્તમાભાઈ કહે છે, ” બેગમ પોતે ઈચ્છતા હતાં કે ગુજરાતી પ્રજાએ એમને કપરા સમયમાં મદદ કરી છે એટલે મારે આ પ્રજાને નજરાણું આપવું છે અને એક કલાકાર પોતાની કલા સિવાય બીજું શું આપી શકે? બેગમ સંગીતકાર મદનમોહન ને ભાઈ માનતાં હતાં. તેમણે મદનજી ને કહ્યું કે મારે ગુજરાતી ગઝલ ગાવી છે અને એ માટે કોઈ સરસ કમ્પોઝર શોધી આપો.મદનજી એ બેગમની સંભાળ લેતા મધુકર દેસાઈને કહ્યું અને મધુકર દેસાઈ બેગમને શાંતિલાલ સોમૈયા ને ત્યાં મારો પ્રોગ્રામ હતો એ સાંભળવા લઈ આવ્યા. લખનવી તેહઝીબ સાથે બેગમે મને સાંભળ્યો અને મારી પ્રતિભા કબૂલ કરી. જોકે તેમણે કહ્યું કે ગુજરાતી કે અલ્ફાઝ મેરે પલ્લે નહીં પડતે ફિર ભી મૈં ગાઉંગી, અને મેં સ્વરબ્દ્ધ કરેલી એ ગઝલ તેમણે ગાઈ.”
    યોગાનુયોગ તો જુઓ! અમદાવાદમાં બેગમનો કાર્યક્રમ હતો. એક પછી એક ઉર્દૂ ગઝલો બાદ લોકોની ફરમાઈશથી તેમણે ગુજરાતી ગઝલ શરુ કરી. છેલ્લો શેર ચાલી રહ્યો હતો જિંદગીના રસને પીવામાં જલ્દી કરો ’મરીઝ’, એક તો ઓછી મદિરા છે ને ગળતો જામ.. શેર પૂરો થાય છે અને બેગમને હાર્ટ એટેક આવે છે. ગુજરાતી ગઝલને અમર કરી બેગમ દુનિયામાંથી અલવિદા લે છે.

  9. મરીઝ ની ગઝલ એટલે,
    જામ ગળતો છે ભલે, પણ એમા મદીરા કમ નથી,
    એક બુદ તો ચાખી જરા જો એ પણ સાગર થી કમ નથી.

  10. begum akhtar had performed gujarati gazals and songs in private progam in pakistan.if any pakistani music lover has casset of that progam it can be available from him or her.try to inquire

  11. All honour to Begham Akhtar…… She is but a rare jewel….. Having said this, I have a latent feeling that Shri Upadhyay has vocalized this piece in a better way than Her Highness Begham Akhatar….. I don’t mean to demean Begham here. This observation is particularly about this piece of art only. Thank you very much for both the master-pieces. This post is a part of my daily morning listening and i must say it makes my day pass very nicely. Thank you once again.

  12. Jayshreeben,
    I was able to listen only half of the ghazal.ui Could you please guide me why I was not able to listen complete Ghazal? Thanks

  13. હા હા હા !!! ઔર્ંગ્ઝએબના સીધા વાર્સ્દાર ગુજરાતી નાગ્િર્ક ના િવ્ચારો ત્ર્ફ એટ્લું જ કહેવાનુ કે ભાઈ જો કોઇ જગ્યા એ કાટ લગ્યો જ હોય તો તે તમારા કાન્માં – માફી સહ !

  14. જયશ્રી,

    ટહુકોની વર્ષગાંઠ પર મારી હાર્દિક શુભેચ્છા.

    બેગમ અખ્તરની આ ગઝલ મારા ગુજરાતી ગીતોના સંગ્રહમાંની એક ઉત્તમ કૃતિ છે. આ ગઝલના શબ્દોમાંજ એક ખાસ આકર્ષણ છે કે ઘણા બધા ગાયકોએ તેને પોતાનો સ્વર આપ્યો છે.

    છેલ્લે શ્રી જગજીતસિંગ દ્વારા આ ગઝલ “જીવન મરણ છે એક” આલ્બમમાં સમાવિષ્ટ થયેલી છે.

    આ ગઝલને પોસ્ટ કરવા બદલ અભિનંદન.

    ઇન્દ્રવદન મિસ્ત્રી

  15. You have an amazing site here.

    My heartiest Congratulations.

    Sorry but in spite of my best efforts I could not type this message in Gujarati.

    Believe it or not, my parents were partly involved in Late Begum Saheba recording the two Gazals for Shri Purshottambhai Upadhyay.

    Like PU [ as we call him ] Begum Saheba too was a very close friend of my father. My father had requested Begum Saheba to hear the compositions of Shri PU which led to the recording of these Landmark gazals for Gujarati Sugam Sangeet.

    My mother was asked by Begum Saheba to teach her the correct Gujarati pronunciations of the two Gazals.

    Even I have lost the EP of the two Gazals and listening to them on your site has made me very Proud.

    Thank you so much.

  16. આફરીન શબ્દ પણ વામણો પડે!
    તેમાં આ તો મારી જ હાલની સ્થીતી
    જિંદગીના રસને પીવામાં કરો જલ્દી ‘મરીઝ’,
    એક તો ઓછી મદિરા છે, ને ગળતું જામ છે.
    આ ગઝલનાં શેરો તો વાત વાતમાં વાપરું છું
    પણ હવે તરન્નુમમાં કહીશ…

  17. જિંદગીના-‘સંગીત’ના રસને પીવામાં કરો જલ્દી
    એક તો ઓછી મદિરા-‘ગાયકી’ છે, ને ગળતું જામ છે.

    વાહ્ જયશ્રી,
    બેગમ અખ્તરના સૂરનો નશો મદિરાથી પણ વધુ છે
    કદાચ ‘મરીઝ’ સાંભળે તો નવો શેર/ગઝલ રચી નાંખત

    મહેન્દ્રકાકાનો ખૂબ ખૂબ આભાર…
    હા, નવી પેઢીમાં પણ આવા મરજીવા છે
    ધનાશ્રી પંડિત પણ બેગમ અખ્તરની ગાયકીમાં
    જ સુંદર ગઝલ રજૂ કરે છે … સ્તબ્ધ થઈ જવાય તેવી રીતે…
    સમન્વયમાં પ્રત્યક્ષ સાંભળીને થોડો નશો કરી લીધેલો……..!!

  18. ગુજરાતી નાગરીક તમે અહો ધ્વનિ કર્યું તો અમે હવે શું હવે રુપમ કહીયે? બાકી બેગમ સહેબા ને સાંભળવા અને સમજવા બે કાન વચ્ચે કઇક હોવુ જરુરી છે

  19. જયશ્રીબેન,

    આ ગઝલ સંભળાવવા બદલ તમારો અને મહેન્દ્ર્ભાઈનો ખૂબ ખૂબ આભાર!
    “એક પળ માટે વીતેલી જિંદગીનું કામ છે.” આ લાઈન
    “એક પળ મારેે વીતેલી જિંદગીનું કામ છે.” લાગે છે.

  20. બેગમ અખ્તર સાહેબાને ગુજરાતી ગઝલ અને ગુજરતી ગઝલ ને બેગમ અખ્તર સહેબા મળે તો સંગીત સુર શબ્દ અને વાતાવરણ બધુજ સ્તબ્ધ થઇ જાય બાકી ગઝલ ગયકી ની મલ્લીકા અને ગઝલ ના બાદશાહ મદનમોહન સામ સામે છેડે એક મેકની રાહ જોતા રહે અને સંગીત પ્રેમી એમની જુગલબંધીથી વંચીત રહી જાય એ પણ બન્યુજ છે

  21. ખાખરા નિ ખિસ્કોલેી સાકર ના સ્વાદ સ જાને.

    મેકદુનલ્દ્ન ખાનારા શેીરા નો સ્વાદ શુન જાને

  22. આજેજ પહેલી વાર જ બેગમ સાહિબાના કંઠે ગુજરાતી ગઝલ સાંભળી, બસ આ મૂકવા માટે જે કાંઇ જહેમત ઉઠાવી તેને માટે લાખ લાખ સલા………………….મ

  23. Simply fantastic!! No words to express.
    As told you earlier why not to try the font “vakil_01 which is universally accepted for writing gujarati. This will ease the spelling mistakes in our language.

  24. જિંદગીના રસને પીવામાં કરો જલ્દી ‘મરીઝ’,
    એક તો ઓછી મદિરા છે, ને ગળતું જામ છે.

    જો આ શેર સમજાશે, તો લાગશે કે ફક્ત બે ચોપડી ભણેલ આ મહાન શાયરે જિંદગીની ફિલસૂફી કેવી સુંદર રીતે સમજાવી છે. જો આ શેરમાં વ્યક્ત થયેલો વિચાર મનમાં દૃઢ થયો હોય તો મને લાગતું નથી કે ક્યારેય આપણને જીવવા માટે External motivation ની જરૂર પડે.

    છે સ્ખલન બે ત્રણ પ્રસંગોમાં મને પણ છે કબૂલ,
    કોણ જાણે કેમ આખી જિંદગી બદનામ છે.

    ‘મરીઝ’સાહેબ વિષે જાણતા લોકોને ખબર હશે જ કે, કોઈ પણ સંજોગોમાં તેમણે ક્યારેય, કોઈને, કોઈ વાતની ફરીયાદ નથી કરી. પણ આ શેર દ્વારા તેઓ પોતાના મનની વ્યથા રજૂ કરવાનું ચૂક્યા નથી.

    હું કોઈ ગુજરાતી સાહિત્યનો મોટો જાણકાર કે વિવેચક નથી. એક બહુ સામાન્ય વાચક અને ભાવક છુ. પણ મારી સમજણ મુજબ આવા શેર ધરાવતી ગઝલ સામાન્ય ન હોઈ શકે. વિવેકભાઈ, કદાચ આપની વાત સાચી છે. દરેક વ્યક્તીની પોતાની પસંદ-નાપસંદ હોઈ શકે. પરંતુ આવા અમર શેરને જો કોઈ “so-so” કહે, તો એક “મરીઝ-ભક્ત” તરીકે મારું હૃદય એ વાતને માનવા તૈયાર નથી.

  25. I am a bit late in deleting the previous comments, but if someone is not revealing the identity, I may delete the comment from the list.

  26. જયશ્રીબેન, …. તમે તો સિક્સર લગાવી દીધી… મને ખબર જ નો’તી કે બેગ઼મ અખ્ત઼રે ગુજરાતી ગઝ઼લ ગાઈ હશે… !!! અને એ પણ જો મરીઝ સાહેબની હોય તો એ તો જાણે કેસર કેરીન રસમાં હાફૂસનો રસ ઉમેર્યો…

    મજા પડી ગઈ.. આજે મે ઓફીસમાં અર્ધો કલાક બધું કામ પડતું મૂકીને બસ આને જ સાંભળ્યા કરી… ખુબ ખુબ આભાર મહેન્દ્રકાકા અને તમારો …

  27. આવી દુર્લભ વસ્તુ આપવા માટે આપણે સહુ જયશ્રી નો આભાર માનીએ અને આવી નિર્રર્થક ચર્ચા થી દૂર રહેવાની કોષીશ કરીએ.

  28. બધાની પોતપોતાની પસંદ હોય છે… કોઈને આ ન પણ ગમે પણ એનાથી ન તો આ ગઝલની મહાનતા મટી જાય છે કે ન તો આ ગાયકીની શ્રેષ્ઠતા… ગઈકાલે પહેલીવાર આ ગઝલ સાંભળીને હું ઊછળી પડ્યો હતો. જે અનુભૂતિમાં મારા જેવા કોઈકને મૃત્યુ પણ મળી જાય એનો રંજ ન રહે એવું સુખ સાંપડે એમાં કોઈને કાટ ખાધેલો અવાજ સંભળાય, એ પસંદ અપની અપનીનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. કોઈને શાસ્ત્રીય ગમે તો કોઈને રી-મિક્ષ…

    મારા માટે તો આ ગઝલ એક નોસ્ટાલ્જીયા થઈને આવી છે. સામાન્યરીતે હું ઑડિયો પૉસ્ટથી દૂર રહું છું, પણ આ ગઝલ ગઈકાલથી અત્યારસુધીમાં લગભગ દસથી બાર વાર સાંભળી ચૂક્યો છું અને અત્યારે પણ એ જ ગઝલ મારા કંસલ્ટીંગ રૂમમાં વાગી રહી છે…

  29. મારી જાણ મુજબ બેગમે બે ગુજરાતી ગઝલો ગાઇ હતી. ( બન્ને ઉત્તમ પુરુષ, પુરુષોત્તમભાઈએ ગવડાવી હતી. મારા ગુજરાતી સંગીત પ્રત્યેનો અખુટ પ્રેમે (knowledge ભલે limited હોય ) મને છેલ્લા ત્રિસેક વરસો થી બેગમની બે ગુજરાતી ગઝલો શોધવા ઘણી જ્ગ્યાએ ભટકાવ્યો હતો . હમણા એક મહીના પહેલા ભાવનગરમાં એક સંગિત ના રસીયા પાસેથી બેઊ મળી. હ્જુ ઓડ્કાર ખાઊં ત્યાં તો second serving આવી ગ્યું.

    “નાગરિક સાહેબ”, ગુજરાતી ગઝલ ને ય બેગમનો અવાજ મ્ળ્યો ‘તો… આ તો એનું સંભારણું છે. અમે જુનાં જમનાનાં કાટ ખાધેલાં માણસો છંઈ, અમોને “એ” પસન્દ પડે. બાપા અમારી નજર તમને કયાંથી આપવી ? જયશ્રીબેન થાવા દ્યો. કોકવાર તક મળે ત્યારે, ટહુકા ના ડાયરાને “બેફામ” સાહેબની “શું જલું કે કોઇની જાહોજલાલી થાય છે….” સંભળાવજો, લોકો સાંભળીને ત્રુપ્ત થઇ જશે.

    અસ્તુ.

    -અમિત ન. ત્રિવેદી

  30. બેગમ અખ્તર ની ગાયકી વીન્તેજ વાઈન છે. સારુ સઁગીત અને સારો વીનો. આ ગઝલ નુ કઁપોઝીસન પુરુસોત્તમ ભાઈ નુ છે.
    મહેન્દ્ર ભક્ત

  31. Tahuko.com ma have thi khoyai javani saruaat kari chhe.. man muki raday ne dolavi naakhva ni saruaat kari chhe..
    Best luck to Tahuko…

  32. હું પંચમભાઈ સાથે સહમત છૂં,
    બેગમ અખ્તરનાં અવાજ મા આ ગઝલ …. ONE OF THE BEST in GUJARATI MUSIC
    ગુજરાતી નાગરિક ભાઈ…! આ રચના સાંભળિને ગુજરાતી સંગીતનાં કેટ્લાંયે ગાયકો…ગાયકી શિખ્યાં હશે ! ! !
    in short……! કેટ્લાંય અર્જુન્….તીરંદાજી..શીખ્યાં હશે !
    પૃથ્વીના પ્લટફોર્મ પર આપનું…ઊંડૂં સંગીત અને સાહિત્ય ચિંતન….બીરદાવવા પાત્ર છે… !

  33. ક્લાસિકલ ટચમાં છે- બેગમ અખ્તરનો અવાજ અને મરીઝના શબ્દો એટલે ફેર તો પડે જ. આપણે ટહુકો પર ઘણી બધી રચનાઓ માણીએ છીએ એમાં આ જરુર સુંદર અને પ્રસંશનીય છે.

    પરંતુ એમ જણાય છે કે ગુજરાતી નાગરીક સંગીતના ઉંડા ચિંતક છે અને જાણકાર છે (પાર્થિવ ગોહિલ એમને જરાય પસંદ નહીં પડે)- એ જો એકાદ કંપોઝિશન આપણને મોકલાવે તો એમની રસ-રુચી વિષે વધારે ખ્યાલ આવે અને લોકોનાં કમ્પોઝિશન મૂલવવાના માપદંડ પણ બદલાય.

  34. ગુજરાતી નાગરિકઃ
    પાર્થિવ ગોહિલે આ ગઝલ ગાયેલી છે. You may want to buy either ‘પૃથ્વીના પ્લટફોર્મ પર’ OR ‘2005 કાવ્ય સન્ગીત સમારોહ’ CD and it has this gazal by Paarthiv. You will like that version.

  35. પોસ્ટની સાથે એક વાત લખવાનું ભુલી ગઇ.

    આભાર મહેન્દ્રકાકાનો, જેમણે આ ગઝલને LPમાંથી mp3માં ફેરવવામાટે ખાસ સોફ્ટવેર ખરીદયું, અને ટહુકોની વર્ષગાંઠ પર આપણા બધાને આ ગઝલ ભેટ આપી.

  36. Don’t Feel Bad હોં કે – આ ગઝલ so-so છે પણ આ બેગમ અખ્તરનો અવાજ કાટ ખાધેલા મશીન જેવો સંભળાય છે. Just because ઘણા વર્ષો પહેલા ગવાઈ હોય એટલે અહં રૂપં અહં ધ્વનિ કરવાનું? આ બેગમ અખ્તર ઉર્દુ સ્ટાઈલમાં ગુજરાતી ગાય એ જરાય જચતું નથી.

  37. ઓ જયશ્રી ! જીવ લેશો કે શું? આ અદભૂત મોતી કયા દરિયામાંથી શોધી કાઢ્યું? બેગમ અખ્તરના અવાજમાં મરીઝની આ સદાબહાર ગઝલ સાંભળ્યા પછી તો એવું લાગે છે કે મોત પણ અગર આ ક્ષણે આવે તો કોઈ ગમ નથી… આફરિન, મિત્ર! આફરિન!! ( આ સીડી જોઈશે, મેડમ! નહીં તો હું તમારો જીવ લઈશ, સમજ્યાં?)

  38. યાદોના ગળતાં જામને ફરી બેગમ અખ્તર કેરી યાદોની ઊચ્ચ
    મદિરાથી છલકાવી દીધો! આભાર.

  39. આપની સામે ભલે સોદો મફતમાં થઈ ગયો,
    આમ જો પૂછો બહુ મોઘાં અમારાં દામ છે.

    nice gazal !!

  40. પહેલી વાર આ અવાજમાં ગુજરાતી ગઝલ સંભળાવવા માટે આભાર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *