ધરતીની એક ત્રાડ – કૃષ્ણ દવે

૨૬ જાન્યુઆરી, ૨૦૦૧ ના દિવસે આવેલા ભુકંપ પછી લખાયેલી કવિ શ્રી કૃષ્ણ દવેની આ ગઝલ……
* * * * *

ધરતીની એક ત્રાડ, તમે શું કરી શકો?
હૈયે પડી તિરાડ, તમે શું કરી શકો.

પ્રત્યેક ખોપરીનો લઇ એક્સ-રે જુઓ તો
સરખી છે ચીર ફાડ, તમે શું કરી શકો?

તૂટું તૂટું થતી છત મૂંઝાઇને કહે છે,
ખૂલે નહિ કમાડ, તમે શું કરી શકો?

પગથી વળેલ ઘરને ટેકો દઇ ઉભેલા
પૂછી રહ્યાં છે ઝાડ, તમે શું કરી શકો?

ત્યાં કાટમાળમાંથી બાળક મળે છે રમતું
ઇશ્વર લડાવે લાડ, તમે શું કરી શકો?

– કૃષ્ણ દવે

15 replies on “ધરતીની એક ત્રાડ – કૃષ્ણ દવે”

 1. k says:

  તમે શું કરી શકો?
  ખરેખર…પ્રાથના…જ..

 2. P Shah says:

  ત્યાં કાટમાળમાંથી બાળક મળે છે રમતું
  ઇશ્વર લડાવે લાડ, તમે શું કરી શકો?……સુંદર રચના !

 3. Dr. Dinesh O. Shah says:

  ખરેખર સુન્દર રચના છે. ભુકંપનાં વિવિધ પાસા સુન્દર રીતે વર્ણવ્યા છે. અભિનંદન કૃષ્ણભાઈ!

  દિનેશ ઓ.શાહ, ડાયરેક્ટર
  શાહ-શુલમન સેન્ટર ફોર સરફેસ સાયન્સ એન્ડ નેનોટેકનોલોજી, ડી.ડી યુનિવરસીટી, નડિયાદ, ગુજરાત, ભારત ૩૮૭૦૦૧

 4. Maheshchandra Naik says:

  મનની વ્યથા સૌ કોઈને નાસીપાસ બનાવી દેતી રચના…….સંવેદના વ્યક્ત કરતી સરસ રચના…..

 5. કૃષ્ણભાઈ નેી આ રચના ખુબ જ સુન્દર છે. હ્રદય હલબલાવેી દે તેવેી રચના ….મારા તેમને અભિનન્દન્.

 6. lata.kulkarni says:

  ભુકમ્પ નિ કવિતા વાન્ચિને ચક્શુ સામે ભયાનક દ્રશ્યો દેખવા માન્દ્યા…નિસર્ગ ના કોપનિ સામે માનવ લાચાર રહ્યો કાયમ્!!!!

 7. સુંદર રચના… જો કે કૃષ્ણ દવે જેવા સિદ્ધહસ્ત કવિ આટલો શિથિલ છંદ પ્રયોજે એ માનવામાં નથી આવતું…

 8. Viren Patel says:

  સરળ શૈલીમા અદ ભુત રચના.
  આભિનન્દન

 9. pragnaju says:

  ત્યાં કાટમાળમાંથી બાળક મળે છે રમતું
  ઇશ્વર લડાવે લાડ, તમે શું કરી શકો?

  હજુ પણ આ સ્થિતી!

 10. nilam doshi says:

  nice to read my favourite poet here..

 11. હેઈટીના ભૂકંપથી ગુજરાત/કચ્છની તારાજગીનો ખોફ પુનઃ પ્રસ્તુત કરતી અને તીવ્ર સંવેદનથી ભરી ભરી ગઝલ. કાફિયા રદીફનું વિશિષ્ટ સંધાન (ગાલ લગા) અને ગીતના લયનો સંસ્પર્શ આ મૂળ ભૂકંપીય ભાવને આગવા અંદાજથી ઉપસાવે છે.

 12. Kalpana Soni says:

  ાતિસુન્દર

 13. kamal bheda says:

  ૨૬ જાન્યુઆરી ફરી આવી રહી છે

  ત્યારે કચ્છ ની તસ્વીર ફરી સામે આવી રહી છે.

  પ્રભુ સર્વે ને શાન્તી આપે.

 14. Kirtikant Purohit says:

  એક સઁવેદનશીલ અને ઉત્તમ રચના.

 15. mahendra says:

  મજા આવી આીને આી કવીતા મજા કરાવે .limbadi na sahitya rasiko khub yad kare 6e.
  mahendrasinh 9429022112 (mahendrapadheriya@yahoo.in)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *