તું મૌનની સ્વરાવલિ હું વૃંદગાન છું – વિવેક કાણે ‘સહજ’

દેખાય તું ન ક્યાંય ને હું દૃશ્યમાન છું,
તું મૌનની સ્વરાવલિ હું વૃંદગાન છું.

જોટો ન મારો ક્યાંય ને તું પણ અનન્ય છે,
તારા સમાન તું જ, હું મારા સમાન છું.

ઝૂમરામાં બદ્ધ કોઈ વિલંબિત ખ્યાલ તું,
હું મારવામાં બદ્ધ કોઈ બોલતાન ખ્યાલ છું.

તારો રંગ કૃષ્ણ છે, એવું ન માન તું,
વાદળ સમાન હું ય સ્હેજ ભીનેવાન છું.

તું વિદ્યમાન સૃષ્ટિના કણકણમાં હોય તો,
હું પણ ‘સહજ’ એ બે કણોની દરમિયાન છું.

– વિવેક કાણે ‘સહજ’

11 replies on “તું મૌનની સ્વરાવલિ હું વૃંદગાન છું – વિવેક કાણે ‘સહજ’”

 1. Kamlesh says:

  ઝૂમરામાં બદ્ધ કોઈ વિલંબિત ખ્યાલ તું,
  હું મારવામાં બદ્ધ કોઈ બોલતાન ખ્યાલ છું.

  વાહ વાહ….મઝા આવી ગઈ મઝા..તાલ મા આવી જવાયુ…

 2. Sarla Santwani says:

  આફ્રીન! Short and Sweet and very candid expression.

 3. Dear Jayshreeben & Team:

  It is indeed a happy surprise that though Shree Vivek Kane is a Marathi linguist, he has composed these high caliber thoughts in his Gujarati poem “Tu Maunni suravali…”.
  Congratulations and hearty thanks for regaling us infinitely!!

  Vallabhdas Raichura

  Maryland,April 23,2010.

 4. મજા આવી ગઇ. સહજ રીતે માણવા જેવી ગઝલ.

 5. Stavan Dholakia says:

  ઝુમ્રા મા બદ્ધ………… પન્ક્તિ નો શુ અર્થ થાય્?

 6. સુંદર ગઝલ!

  મક્તો કેવો ધારદાર છે:
  તું વિદ્યમાન સૃષ્ટિના કણકણમાં હોય તો,
  હું પણ ‘સહજ’ એ બે કણોની દરમિયાન છું.

  ત્રીજા શેરની બીજી પંક્તિ (કાફિયા જળવાયો નથી) અને ચોથાની પહેલી (છંદ તૂટે છે) એકવાર મૂળ સ્રોતમાંથી ફરી તપાસી લેજો.

 7. kirit bhatt says:

  મને બિજો શેર વધુ ગમ્યો.
  joto na maro kyan y ne tu pan ananya chhe, tara saman tu j, hun mara saman chhun. vaah, jabardast khuddari ni bhavna. ne tevi j rite chhella sher ma pan khuddari thaasi thaasi ne bhari chhe. maza ni ghazal.

 8. ખૂબ જ સુંદર ગઝલ.. બધા જ શેર મનનીય થયા છે…

  વિવેક કાણેની ગઝલો એમની સંનિષ્ઠ ગઝલપ્રીતિની દ્યોતક છે!

 9. Shantilal Naker - Mulund (Mumbai) says:

  વિવેકભાઈની ગઝલ “તું મૌનની સ્વરાવલિ હું વૃંદગાન છું”એ સમસ્ત ગુજરાતી ગઝલને એક અલગ આધ્યાત્મિક ઉચાઈએ પહોંચાડી દીધી છે.

  તું વિદ્યમાન સૃષ્ટિના કણકણમાં હોય તો,
  હું પણ ‘સહજ’ એ બે કણોની દરમિયાન છું.

  આ રત્નકણ સમાન શેર વાંચીને કહેવાનું મન થાય છે કે વિવેકભાઈએ પોતાની અટક હવેથી “કાણે”ના બદલે “કણ” રાખવી જોઈએ !

  આવી અફલાતૂન રચના આપવા બદલ વિવેકભાઈને અને તેને અમારા સુધી પહોંચાડવા બદલ જયશ્રીબહેનને અભેનંદન આપવાનું મન થાય એ તો સાવ “સહજ” છે!!

 10. pragnaju says:

  ઝૂમરામાં બદ્ધ કોઈ વિલંબિત ખ્યાલ તું,
  હું મારવામાં બદ્ધ કોઈ બોલતાન ખ્યાલ છું.
  વાહ્
  યાદ
  મારવા થાટ
  ડૂબતી નબ્જોં મેં જબ દર્દ કો નીંદ આને લગે
  જર્દ સા ચેહરા લિયે ચાંદ ઉફ્ક પર પહુંચે
  દિન અભી પાનીમેં હો,રાત કિનારે કે કરીબ
  ન અંધેરા,ન ઉજાલા હો,ન એ રાત ન દિન

 11. sudhir patel says:

  ખૂબ સુંદર ગઝલ! મત્લા અને મક્તા જોરદાર છે!
  હેમંત પૂણેકરે કહ્યું એમ ત્રીજા શે’રના કાફિયામાં ગરબડ છે. મૂળ ગઝલ જોઈ તપાસી જોવા જેવું ખરું.
  સુધીર પટેલ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *