અલ્લાબેલી – સુંદરજી બેટાઈ

સ્વર / સંગીત – શૌનક પંડ્યા

**********************

Posted on January 16, 2010:

કવિ શ્રી સુંદરજી બેટાઈની આજે પુણ્યતિથિ. એમને હ્રદયપૂર્વક શ્રધ્ધાંજલી સાથે માણીએ આ એમનું ઘણું જ જાણીતું ગીત…

***

અલ્લાબેલી, અલ્લાબેલી,

જાવું જરૂર છે,
બંદર છો દૂર છે.
બેલી તારો, બેલી તારો
બેલી તારો તું જ છે.
બંદર છો દૂર છે!

ફંગોળે તોફાની તીખાતા વાયરા,
મૂંઝાયે અંતરના હોયે જે કાયરા;
તારા હૈયામાં જો સાચી સબૂર છે,
છોને એ દૂર છે!

આકાશી નૌકાને વીજ દેતી કાટકા,
તારી નૌકાનેય દેતી એ ઝાટકા;
મધદરિયો મસ્તીમાં છોને ચકચૂર છે;
બંદર છો દૂર છે.

આંખોના દીવા બુઝાયે આ રાતડી,
ધડકે ને ધડકે જે છોટેરી છાતડી;
તારી છાતીમાં, જૂદેરું કો શૂર છે.
છોને એ દૂર છે!

અલ્લાબેલી, અલ્લાબેલી,
જાવું જરૂર છે,
બંદર છો દૂર છે.
બેલી તારો, બેલી તારો
બેલી તારો તું જ છે.
બંદર છો દૂર છે!

– સુંદરજી બેટાઇ

19 replies on “અલ્લાબેલી – સુંદરજી બેટાઈ”

  1. આંખોના દીવા બુઝાયે આ રાતડી,
    ધડકે ને ધડકે જે છોટેરી છાતડી;
    તારી છાતીમાં, જૂદેરું કો શૂર છે.
    છોને એ દૂર છે!

    સરસ રચના..શાળામાં ભણતી વખતનું ગીત વાંચીને શાળાજીવન યાદ આવી ગયું! બહુ મજા પડી.એમને હ્રદયપૂર્વક શ્રધ્ધાંજલી.

  2. ઘણા વખતે આ ગીત સાંભળીને ખુબજ મજા આવી ….મારું સદભાગ્ય છે કે હું તેમની સાથે અમદા વાદ તેમજ દ્વારકામાં રહ્યો છું …આજે પણ તેમના હસ્તાક્ષર મારી પાસે મોજુદ છે જે મેં તેમની પાસેથી દ્વારકામાં લીધેલા ….

  3. મને મારુ બાલ્પન યાદ આવ્યુ.૧૯૫૦ નિ આસપાસ મારા ગુજરાતિ પાથ્ય્પુસ્તકમ આ ગિત હતુ. તે યાદ તાજિ થૈ.મજા આવિ.

  4. I had this poem in Standard 6, back in 1952.

    I was thrilled to read it–it was almost like being transported to my school days.

    Thanks a million, Jayshreeben. You have made my day today.

    Nikhil Parikh
    25/5/12

  5. શાળામાં ભણતી વખતનું ગીત વાંચીને શાળાજીવન યાદ આવી ગયું! બહુ મજા પડી.

  6. This reminds me followng poem:

    UTHO NAVIS SAHU VIR
    GAJE SAGAR GUMBHIR
    CHADYA TOFANE NIR
    TOYE HAIYU ADHI RE ADHIR

    I AM SURE IT IS NOT WRITTEN TEWAY IT SUPPOSE TO BE. THAT POEM IS TELLING US THAT GO AND FACE THE CHALLAGE AND OVER COME IT NO MATTER WHAT HAPPEN.

  7. વિસરાતા સૂર જેવાં આવાં જૂનાં કાવ્યો અને ગીતો આપતા રહો તો ઘણું સારું.

  8. સુંદર મજાનું ગીત… કદાચ સુંદરજી બેટાઈના શ્રેષ્ઠ ગીતોમાં મોખરાનું કહી શકાય એવું… ફરી ફરીને વાંચવું ગમે એવું…

  9. સુન્દર સમુદ્ર ગિત્!!!!!સ્વ.બેતાઇ ને હ્રદયપુર્વક શ્રદ્ધાન્જલિ!!!!!late.shri betae’s sea poem is beautiful .

  10. સુન્દર સમુદ્ર ગિત્!!!!!સ્વ.બેતાઇ ને હ્રદયપુર્વક શ્રદ્ધાન્જલિ!!!!!

  11. ખૂબ સુંદર ગીત અને એટલી જ સુંદર અને ઉદાત ભાવના….

    ધ્યેયનું બંદર કદાચ એટલું જ દૂર છે….. અને જાવું જરૂર છે…

Leave a Reply to chhaya Cancel reply

Your email address will not be published. Required fields are marked *