આવી વસંત મત્ત ફૂલોની રાણી – જયંત પલાણ

આજે વસંતપંચમી… ફૂલોની રાણી.. વસંતઋતુની પધરામણી…!! અમારા તરફથી સૌને વસંત મુબારક.. સાથે માણો આ મઝાનું વસંતગીત..!!

સંગીત : જગદીપ અંજારિયા
સ્વર : નાદ ગ્રુપ (દિપક અંજારિયા, પરાગ અંજારિયા, પ્રાર્થના રાવલ, અસ્મિતા ઓઝા, કૃતિકા ત્રિવેદી)

* * * * *

.

આવી વસંત મત્ત ફૂલોની રાણી
ફુટી કળીઓને હૈયે ફોરમની વાણી હે..એ…

ડોલે રે આનંદ મસ્ત રંગભીનો કેસુડો હો જી…
મ્હેકે રે ડોલર જુઈ કોઙભર્યો કેવડો હો જી…

જેણે જગાવી ઊરે વેદના અજાણી
આવી વસંત મત્ત ફૂલોની રાણી હે..એ…

આ..આ..આ..આ…

લાવે રે વાયરા વાત એક છાની જી
શેણે રે ભુલાય ઓલી આંખ હરણાની હો જી…

સૌએ માંડી રંગ રૂપની ઊજાણી
આવી વસંત મત્ત ફૂલોની રાણી હે..એ…

– જયંત પલાણ

14 replies on “આવી વસંત મત્ત ફૂલોની રાણી – જયંત પલાણ”

  1. સરસ ગીત કેસૂડા ફૂલનુ સુન્દર ચિત્ર——
    અભિનન્દન.

  2. Most appropriate for the season. Thank you for posting a lovely song. Please continue to find our folksongs and folklore for our seasonal festivals and traditional events. If you have any stories on “Vasant Panchami” or “Vasant Ritu”, you might consider adding them here. The photograph of the lovely kesuda flowers (I believe those are kesuda flowers)is also very apt. Your work is indeed commendable.

    • ફોરમ નામનું કાવ્ય.

      આવી આવી હો વસંત
      વગડો રંગેકો રસંત..

      કાવ્ય મળે તો મોકલજો.

  3. વસંતપંચમીની શુભેચ્છા આપ સૌને….
    આપણે અમેરિકામા વસંત આવવાને હજુ બે મહિનાની વાર છે ખરુને જયશ્રીબેન.

  4. સરસ ગીત અને સરસ ગાયકી, વસંતનો મહોલ છવાઈ ગયો……..

  5. પ્રસંગને અનુરૂપ સરસ વસન્ત ગીત! આ સાથેજ ઘેલી વસન્ત આવી રે એ ગીત યાદ આવી ગયું. નાદ વૃંદને અભીનંદન!!!

  6. ‘આવિ વસન્ત્’ખરેખર મઝા પદિ …!!ગિતના શબ્દો,સુર, તાન બધુ જ મસ્ત્…મસ્ત્…!!!!

  7. વાહ
    સુંદર ગીત-ગાયકી
    અહીં તો…
    કૂંપળ ફૂટી નહીં
    ત્રાંસી ખુલેલી બારીને
    બંધ કરી
    કાચની આરપાર
    કશું દેખાતું નહોંતું
    ફ્લાવર વાઝમાં
    ગોઠવાયેલા ફૂલો કને જઇને પૂછ્યુ:
    તમને ખબર છે,
    આજે વસંત પંચમી છે?

    આપને વસંત પંચમીની શુભેચ્છાઓ…

  8. નાદ વ્રુન્દને અભિનન્દન્!!!
    આણ્નદ વિદ્યનગરનિ યાદ આવિ ગ્ઈ

  9. ડોલે રે આનંદ મસ્ત રંગભીનો કેસુડો હો જી…
    મ્હેકે રે ડોલર જુઈ કોઙભર્યો કેવડો હો જી…

    મ્હરી વ્હાલી પત્ની પ્રિતિ ને આ ગીત મુબારક

  10. વસંતગીત..!!આ..આ..આ..આ…

    સૌએ માંડી રંગ રૂપની ઊજાણી
    આવી વસંત મત્ત ફૂલોની રાણી હે..એ…

    ડોલે રે આનંદ મસ્ત રંગભીનો કેસુડો હો જી…
    મ્હેકે રે ડોલર જુઈ કોઙભર્યો કેવડો હો જી…

    આવી વસંત મત્ત ફૂલોની રાણી
    ફુટી કળીઓને હૈયે ફોરમની વાણી હે..એ…

    વસંતઋતુની પધરામણી…!! અમારા તરફથી સૌને વસંત મુબારક..નાદ ગ્રુપ .. જયંત પલાણ અન્દ સૌ….

Leave a Reply to Vijay Bhatt (Los Angeles) Cancel reply

Your email address will not be published. Required fields are marked *