રે પંખીડા ! સુખથી ચણજો – કલાપી

કલાપીની ખૂબ જ જાણીતી કવિતા…. યાદ છે ત્યાં સુધી ભણવામાં પણ આવતી..!

રે પંખીડા! સુખથી ચણજો, ગીત વા કાંઈ ગાજો;
શાને આવા મુજથી ડરીને ખેલ છોડી ઊડો છો?
પાસે જેવી ચરતી હતી આ ગાય, તેવો જ હું છું;
ના, ના, કો દી તમ શરીરને કાંઈ હાનિ કરું હું.

ના પાડી છે તમ તરફ કૈં ફેંકવા માળીને મેં;
ખુલ્લું મારું ઉપવન સદા પંખીડાં સર્વને છે.
રે રે! તોયે કુદરતથી મળી ટેવ બીવા જનોથી;
છો બીતાં તો મુજથી પણ સૌ ક્ષેમ તેમાં જ માની.

જો ઊડો તો જરૂર ડર છે, ક્રુર કો હસ્તનો હા!
પાણો ફેકેં તમ તરફ રે! ખેલ એ તો જનોના.
દુ:ખી છું કે કુદરત તણા સામ્યનું ભાન ભૂલી;
રે રે! સત્તા તમ પર જનો ભોગવે ક્રુર આવી.

-કવિ કલાપી

40 replies on “રે પંખીડા ! સુખથી ચણજો – કલાપી”

  1. બાળપણ માં મારા પિતા આ કવિતા રાગથી ગાતા હતા. એ ઢાળ હજી પણ મને યાદ આવે છે

  2. It is my great pleasure to read about Kalapi and his poems I am playing some of that words on and off in my hearts all the times.
    Now whenever I have time at home or on call I just read some of kalapi’s poems and forget about world.
    I am still looking for one poem in which ‘ he is asking a glass of juice to one lady farmer and the juice doesnot come out after cutting the part of tree’ she just cried by saying su dayahin Thai Dharat ma Dayahin those nupr nahita na ban au- – – – –

    • Shu rashin thayi dhara( jameen) ke dayahin thayo nrup( king).

      Means jyaare raja pote dayahin thayi jaay toh pachi tyani jameen, trees, fruits they all become juiceless, tasteless.

      • આવું બની શકવાના 2 જ કારણ હોઈ શકે. કાંતો પૃથ્વી રસ હીન થઇ છે અથવા તો રાજા દયા હીન થયો છે.

  3. હું દરરોજ પંખીઓને ચણ નાંખુ અને જ્યારે ચણતા ચણતા ઊડે ત્યારે અનાયસે મારા મોઢામાંથી .. આજ કવિતાના શબ્દો સરી પડે…
    રે પંખી સુખેથી ચણજો…… આજે ૪૫ વર્સ પછી પણ એ કવિતા યાદ આવે છે…

  4. Since it was my father favourite song it was exciting experience when I could get immediately on net.
    Thanks every one for making it available so easy

    Dhiren Gandhi
    9930610743

  5. KALAPI WAS A GREAT , HIS POEM IS WONDERFUL, PRANAY TRIKON NO KOI ANT NATHI KALAPI, KALAPIS LIFE WAS SHORT BUT HIS THINKING, CREATION AND EMOTIONAL QUESTION HAVE NO LIMIT. MARA JIVANNO MITHO JO KOI MORALO HOY TO KALAPI……………………………………………………. KETALA LAKHAVA KHATAR LAKHATA HOY CHHE, I WROTE IN MY HEART. MERE TO ………AK GHA…… PANKHI NI UPER PATHARO FANKATA TO PHENKI DIDHO HAVE SHU ?

  6. i studied in an english med school
    i never knew who is kalapi
    but when i heard my wife singing this poem i was just lost in a different world
    i tell her to sing this poem many times
    hats off for a great poet
    he has stolen my heart and mind
    thanks tahuko.com

  7. I was born in Lathi and, of course, love Kalapi’s creations. Love “Gujarati bhasha ni samruddhi” – and
    have been blessed with “Gujarati bhashanu prabhutva” – may be it has something to do with being born in LATHI!

    Is “Kalapi no Kekarav” available on line (for that matter in print)? Would love to purchase one.

    Thank you for posting this beautiful creation!

    Ashwin Madia

  8. આ કવિતા સાન્ભડિને ખુઅબજ આનન્દ થયો. મને યાદ છે કે હુ સ્કુલ મા હતો ત્યારે મને આ કવિતા ખુબજ ગમતિ હતી.વિજય નારોલા

  9. Bas Dukh E Vat nu 6 k matra 26 varsh ni vaye kalapi e a dunia ne alvida kahi didhi. jo teo vadhu rahya hot to kharekhar gujarati sahitya no benmun rachnao temna fale jat.
    temni kavita ma evu kaik 6 je kharekhar dil ne saprsi jay 6.

  10. Sursinhji Takhtsinhji Gohil – Kalapi

    His poems are guaranteed to come from his heart and sure to touch your heart.

  11. સાદ્યંત સુંદર રચના.. કલાપીનો કેકારવ ગુજરાતી જીવશે ત્યાં સુધી ગુંજતો રહેશે…

    અનુપમ સ્રોફ્

  12. Dear All,
    “RE PANKHIDA SUKHTHI CHANJO”
    When i was in school,This poem was in my book.
    Since then, this poem was by-heart, but only half poem,
    I was vary desperately searching this poem since last 25 year and today my dream completed to learn entire poem of “Kavi Kalapi”,

    Bakul Shukla

  13. આ કવિતા ખુબ્જ સુદર ચ્હે, હુ સ્ખુ લ મા હતો ત્ય રે આવ્તિ હતિ…

    હુ આજે પન દર રો જ ગુન ગુના ઉ ચ્હુ,

    આ type નિ ર ચના કવિ કલાપિ જ્જ કરિ સકે…

    its realy very very good wording,

  14. I am so happy to read this Rev. Kalapi Kavya. It feels to me I went back to my school life and my mind anand na hiloda gava lgiyoo.

    Thank ytou very much for your work and I really apreciate and I do think I can pay any price for this. Because this is to me is Amulya chhe.

  15. આ સમગ્ર કાવ્ય મ્ઁદાક્રાન્તા છઁદમાઁ છે. ધો.૯ માઁ વ્યાકરણ માટે ઉદા. મોઢે કરેલુઁ તે યાદ આવેી ગયુઁ.

  16. thank you very much for Kalapi’s one of the best poem. I had been searching for his book KALAPINO KEKARAV.I could not find it If any one knows where to get this book let me know. I was given this great poet’s name by my father who was a fan of KALAPI, the poet.I would have been over the moon if I had 0.000001% of this great poets quality of literature. imagine if he can give the world such great poems in his life of 26 years what would he have given un us if would not have passed away so young. It was the best gift on my 50th bithday. Thank you Jayshreeben and team at tahuko.

  17. આ કવિતા સાન્ભડિને ખુઅબજ આનન્દ થયો. મને યાદ છે કે હુ સ્કુલ મા હતો ત્યારે મને આ કવિતા ખુબજ ગમતિ હતી. ધન્યવાદ.

  18. જો ઊડો તો જરૂર ડર છે, ક્રુર કો હસ્તનો હા!
    પાણો ફેકેં તમ તરફ રે! ખેલ એ તો જનોના.
    દુ:ખી છું કે કુદરત તણા સામ્યનું ભાન ભૂલી;
    રે રે! સત્તા તમ પર જનો ભોગવે ક્રુર આવી.

    સંવેદનશીલ કલાપીની વેદના આ રીતે પણ વર્ણવી છે.

    તે હૈયાની ઉપર નબળા હસ્તથી ઘા કર્યો’તો
    તેમાં લોહી નિરખી વહતું ક્રૂર હું તો હસ્યો’તો!
    એ ના રોયું,તડફડ થયું કાંઈ ના કષ્ટથી એ,
    મેં જાણ્યું કે જખમ સહવો રહેલ કરનારને છે!
    મારા દાદાસસરા વાંસદાથી તેમનો સંપર્ક કરતા
    તેનો તેઓ ઉતર પણ આપતા અને સૃષ્ટીના
    સઘળા જીવ માટે સંવેદન જગાવતા

    એ પંખી બીજું કોઈ નહીં આ હૃદય હશે,
    પીંછું ખરેલું જોઈને ચિત્કાર થઈ ગયો.

  19. Dear Jayshreeben & Team:

    That the mankind has advanced in many ways as compared to the other species of living on this good earth has not freed it from the killing instinct and harming those who are inferior to it.Birds,animals,sea life and even humans have suffered a lot for untold number of centuries.But Sursinhji Gohil, a ruler, has shown in this beautiful poem “Re Pankhida….” that it is more important to be Kalapi and cultivate compassion and grace for those who are less privileged.But the fruits of deep seated distrust resulting from cruelty practiced by the humans will take also centuries to erase.Till then Kalapis have to be reborn again and again.

    Vallabhdas Raichura
    Maryland,April 4,2010.

  20. V V happy after 48 years. In our this poetry was in school & Poet Kalapi poetry are very meaningful, KALAPINO KEKARAV one of the best. I thank Jayshree team to bring out such a good poetry infront world those who are in love of this type of poetry, again l thanks

  21. Klapino kekarav” from a PRINCE OF LATHI ,NEAR RAJKOT,WHO STUDIED IN RAJKUMAR COLLAGE…HIS ABOVE BOOK OF THICK VOLUME,WE USE TO GET FROM LIBRARY TO REPEAT n SING IN ANUSTUP,SHIKHARANI n MANDAKRANTA AND OTHER CHHAND..AFTER COLLECTING THE SAID BOOK FROM LIBRARY TO FULFIL OUR DESIRE TO SING AGAIN & AGAIN…THANK YOU JAYSHREEBEN TO RE REMEMBER FROM TIME TO TIME >>>JAYSHREEKRISHNA..RANJIT/INDIRA>VED

  22. આટલી સંવેદનાસભર રજૂઆત કલાપીની જ હોય. આ ગીત સાથે મને ‘એક ઘા’ કાવ્ય યાદ આવી ગયુ. બન્ને કેટલુ લાગણીસભર છે.

  23. કલાપીની ખૂબ જાણીતી કવિતા! ફરી ફરી માણવી ગમી.
    સુધીર પટેલ.

    • રે રે શ્ર્ધ્ધા ……..કોઇ કાળે ન આવે

      એ પંક્તિ કેમ નથી ?

      • એ કાવ્ય પંક્તિ ‘એક ઘા ‘ કાવ્યની છે…
        તે પંખીની ઉપર પથરો ફેંકતા ફેફી દીધો,
        છૂટ્યો તે ને અરરર! પડી ફાળ હૈયા મહીં તો!
        રે રે! લાગ્યો દિલ પર અને શ્વાસ રૂંધાઇ જાતાં,
        નીચે આવ્યું તરુ ઉપરથી પાંખ ઢીલી થતાંમાં.

        મેં પાળ્યું તે તરફડી મરે હસ્ત મ્હારા જ-થી આ,
        પાણી છાંટ્યું દિલ ધડકતે તોય ઊઠી શક્યું ના;
        ક્યાંથી ઊઠે? જખ્મ દિલનો ક્રૂર હસ્તે કરેલો!
        ક્યાંથી ઊઠે! હ્રદય કુમળું છેક તેનું અહોહો!

        આહા! કિંતુ કળ ઊતરી ને આંખ તો ઊઘડી એ,
        મૃત્યુ થાશે? જીવ ઊગરશે? કોણ જાણી શકે એ?
        જીવ્યું, આહા! મધુર ગમતાં ગીત ગાવા ફરીને,
        આ વાડીનાં મધુર ફલને ચાખવાને ફરીને.

        રે રે! કિંતુ ફરી કદી હવે પાસ મ્હારી ન આવે,
        આવે તોયે ડરી ડરી અને ઇચ્છતું ઊડવાને;
        રે રે! શ્રદ્ધા ગત થઇ પછી કોઇ કાળે ન આવે,
        લાગ્યા ઘાને વીસરી શકવા કાંઇ સામર્થ્ય ના છે.

Leave a Reply to Sanjay Cancel reply

Your email address will not be published. Required fields are marked *