છ ઋતુઓ – ઉમાશંકર જોશી

લલિત

શરદ શી સુહે ! વાદળાં ગયાં.
જળ નદી તણાં નીતરાં થયાં.
ગગનથી સુધા ચંદ્ધની ઝરી,
રસભરી રમે રાસ ગુર્જરી.

ઉપજાતિ

હેમંતમાં કોમળ સૂર્યતાપ,
વૃક્ષો મહીં વાયુ કરે વિલાપ.
ઝરે નિશાએ હિમ ભૂમિ-ખોળે,
લીલાં તૃણે ઝાકળબિંદુ ડોલે.

દ્ધુતવિલંબિત

શિશિરવાયુ સુશીતળ સૂસવે,
તરુ તણાં થડથી રસ કૈં ઝવે.
ખરત પાન, રહ્યાં બસ ડાંખળાં,
સભર ધાન્ય થકી સુહતાં ખળાં.

વસંતતિલકા

ખીલી વસંત, વન ફૂલભર્યાં મહેકે,
ગાતા ફરે ભ્રમર, કોકિલનાદ લ્હેકે.
ઊડે સુગંધકણ પુષ્પ તણા રસોના,
આઘા સુણાય ગગને સ્વર સારસોના.

મંદાક્રાંતા

આવ્યો આવ્યો બળ બળ થતો દેખ જોગી ઉનાળો;
વા વૈશાખી પ્રબળ વહતા, ઊડતી અગ્નિઝાળો.
ઝોળા ખાતી રસદ ફળની લૂમ, લૂ વાય ઊની;
પાણી ડૂક્યાં, સજળ સરિતાઓ થઈ વારિસૂની.

શિખરિણી

ચઢી આવ્યાં ક્યાંથી દળ પર દળો વાદળ તણાં ?
કરે ઈશાને શી ઝબક ઝબકી વીજ રમણા !
પડયાં પામી ધો ધો, જળભર થઈ ધન્ય ધરણી;
હસે વર્ષા; શોભા શુભ નભ વિશે મેઘધનુની.

-ઉમાશંકર જોશી

(આભાર : સિદ્ધાર્થનું મન)

33 replies on “છ ઋતુઓ – ઉમાશંકર જોશી”

 1. જયશ્રીબેન,
  ૫૫ વર્ષ પહેલા જે કવિતા તરીકે હતી તે આજે ટહુકો માં ગીત તરીકે વાંચવાની ગમી. આજે હજુ સમજાતુ નથી કે તે સમયે કવિતા તરીકે યાદ રાખવી અઘરી લાગતી હતી. પરંતુ ૫૫ વર્ષે ખોવાયેલું ગીત રુપે મળતા ખૂબ જ આનંદ થયો. કવિઓના નામ વગર બે ત્રણ કવિતઓ ખુબ ગમતી હતી તે મળશે તો આપનો ખૂબ જ આભારી થઈશ.

  ૧. ઊંડો ઊંડો ગજબ ઊંડો, હાથી ડૂબે ઘોડાં ડૂબે, મોટાં મોટાં વહાણ ડૂબે………..
  ૨. દરિયાને તીરે એક રેતીની ઓટલી બાંઘી જીરે, પહેલા મહેમાન તમે આવો સૂરજદેવ…
  ૩. મારી વેણીનો રંગ ઉડી જાય રે સુરજ ઘીમાં તપો……..

  ચન્દ્રકાન્ત લોઢવિયા.

  • Sanjay Ghiya says:

   ખારા ખારા ઊસ જેવા
   આછાં-આછાં તેલ,
   પોણી દુનિયા ઉપર
   એવાં પાણી રેલમછેલ !

   આરો કે ઓવારો નહીં
   પાળ કે પરથારો નહીં
   સામો તો કિનારો નહીં
   પથરાયા એ જળભંડાર સભર ભર્યાં

   આભનાં સીમાડા પરથી,
   મોટા મોટા તરંગ ઊઠી,
   વાયુ વેગે આગળ થાય,
   ને અથડાતા-પછડાતા જાય !

   ઘોર કરીને ઘૂઘવે,
   ગરજે સાગર ઘેરે રવે !
   કિનારાના ખડકો સાથે,
   ધિંગામસ્તી કરતો-કરતો,
   ફીણથી ફૂંફાડા કરતો,
   ઓરો આવે, આઘો થાય,
   ને ભરતી-ઓટ કરતો જાય !

   ઊંડો ઊંડો ગજબ ઊંડો !
   માણસ ડૂબે, ઘોડા ડૂબે !
   ઊંચા ઊંચા ઊંટ ડૂબે !
   હાથી જેવાં તૂત ડૂબે !
   કિલ્લાની કિનાર ડૂબે !
   તાડ જેવાં ઝાડ ડૂબે !
   મોટા મોટા પહાડ ડૂબે !
   ગાંડો થઈને રેલે તો તો
   આખી દુનિયા જળબંબોળ જળબંબોળ !

   વિશાળ લાંબો પહોળો
   ઊંડો એવો મોટો ગંજાવર !
   એના જેવું કોઈયે ન મળે !
   મહાસાગર તો મહાસાગર !

   – ત્રિભુવનદાસ વ્યાસ

 2. lata.kulkarni says:

  ઉમાશન્કર જોશિના કાવ્યો ના શબ્દો.અલન્કાર,ચન્દ ખુબ સરસ્સ્!!!!

 3. pragna desai says:

  જયશ્રિબેન્,
  ખુબ ખુબ અભિનન્દન . આ કવિતા હું ૪થા માં શિખેલી. લાંબા સમયથી શોધતી હતી. ફરી એક વાર આભાર .

  લી
  પ્રજ્ઞા

 4. સુંદર કાવ્ય… ઉમાશંકરની કવિતાઓ સમયાતીત છે… અજર અને અમર…

 5. kirtikant Purohit says:

  આપણા શ્રેષ્ઠ કવિનુઁ ઋતુદર્શન મનભરીને માણ્યુઁ.આભાર જયશ્રીબેન.

 6. શરદ હેમંત શિશિર વસંત ભલે મલે વૈશાખી વાયરા અને હસે વર્ષા…………….અલૌકિક્….,,,,,,,

 7. Jayshree says:

  You can read the poem, દરિયાને તીરે એક રેતીની ઓટલી here : 

  http://tahuko.com/?p=7117

 8. chandrika says:

  very good poem.very beautiful use of words.Reminded me of the one by Kalapi-uge chhe surakhi bharyao-mummy

 9. જયેન્દ્ર ઠાકર says:

  સુંદર કવિતા છે. Somehow I had not read this before. A new find is always most welcome!

 10. gautam says:

  wish to be with chandrakantbhai in totality !
  i beleive the second poem of sundaram is in your collection.
  this poem has different ragas and were written for each seasons and were reciting accordingly in our school (amulakh amichand at matunga bombay )
  we wish to have sung by some one !
  gautam

 11. ashalata says:

  ખૂબ જ આનન્દ થયો !
  આભાર .

 12. kiran mehta says:

  પ્રિય જયસ્રિબેન્
  સ્કુલ ના દિવસોની યાદ આવી,હુ ગુજરાતિ મા ભણી છુ પણ રહુ છુ દિલ્લિ મા.તેથી ગુજરાતિ સાહિત્ય થી વન્ચિત રહુ છુ.આપ અમેરિકા મા રહી ને પણ અમને રસપાન કરાવો છો, ખુબ ખુબ આભાર…..

 13. kiran mehta says:

  પ્રિય જયસ્રિબેન્
  સ્કુલ ના દિવસોની યાદ આવી,હુ ગુજરાતિ મા ભણી છુ પણ રહુ છુ દિલ્લિ મા.તેથી ગુજરાતિ સાહિત્ય થી વન્ચિત રહુ છુ.આપ અમેરિકા મા રહી ને પણ અમને રસપાન કરાવો છો, ખુબ ખુબ આભાર..

 14. arpana says:

  To Chandrakantbhai Lodhavia’s comment:

  1. This poem begin as follows:
  Khara khara uus jeva achha achha tel
  poni duniya upper ena pani relamchel.
  2.Second poem by Shri Jhaverchand Meghani titled as “suraj dhima tapo”
  begins as follows:
  Mari mehandi no rang udi jay re suraj dhima tapo, maro kanku no chandlo cholay re suraj dhima tapo, mara kajal nenethi sari jay re suraj dhima tapo

 15. Chandrakant bhai, Aparna ben,
  First poem Known as MAHASAGAR.
  As Aparna ben started,
  Khara khara uus jeva achha achha tel
  poni duniya uper ena pani relamchel,
  aaro ke ovaro nahi pal ke padthero nahi
  athdaya te jalbambar,
  sabhar bharya aabh na simada par thi
  mota mota tarang uthi athdata pachhadata jaay
  ghor kari ne ghughve, garje sagar ghere rave
  kinara na khadako saathe dhinga masti karto karto
  fin thi funfada karto oro aave agho jaay

  someone has to complete this and let us all know.
  Avery big thank you to Jayshree Ben.
  Look forward to read, hear whole poem.

 16. kirit bhatt says:

  jayshreeben, maja aavi gai, tame mansho? aa kavita haji mane kanthasth chhe ane mara grandsons ne hun gaai sambhalavu chhun. mane yaad chhe, aa kavita shikhvta guruji ne men puchhelu k aapna desh man nairutya na pawano varsaad lave chhe to varsha rutu man “kare ISHAANE shi zabak zabuki vij ramana” kevi rite aave? sahitya na saheb shun jawab aape? khub khub abhaar.

 17. Shachi says:

  Hey ppl I can now remember the entire poem so here it goes…

  khara khara uus jeva aacha aacha tel,
  poni duniya uper ena pani relamchel,
  aaro ke ovaro nahi pal ke padthero nahi,
  samo to kinaro nahi,
  pathraya ae jalbhandar sabarbharya,
  aabh na simda par thi,
  mota mota tarang uthi,
  vayu vege aagal thay ne athdato pachdato jaay,
  ghor kari ne ghughve, garje sagar ghere rave,
  kinara na khadko saathe dhinga masti karto karto,
  fin thi fufada karto, oro aave aagal dhay,
  ne bharti oot karto jaay,
  undo undo gajab undo maanas doobe ghoda doobe,
  uncha uncha oont doobe ne haathi jeva toot doobe,
  killa ni kinaar doobe taad jeva jhaad doobe,
  mota mota pahad doobe,
  gando thai ne rele to to aakhi duniya jalbambol jalbambol,
  vishal lambo pohlo undo evo moto ganjavar,
  ena jevu koi na male mahasagar to mahasagar

  yeah…………

  • Neha Shah says:

   Khara khara uus jeva achha achha tel
   poni duniya uper ena pani relamchel,
   aaro ke ovaro nahi pal ke padthero nahi
   athdaya te jalbambar,
   sabhar bharya aabh na simada par thi
   mota mota tarang uthi athdata pachhadata jaay
   ghor kari ne ghughve, garje sagar ghere rave
   kinara na khadako saathe dhinga masti karto karto
   fin thi funfada karto oro aave agho jaay
   ne bharti ot karto jay
   undo undo gajab undo,
   manas dube ghoda dube,
   uncha uncha unt dube,
   hathi na to tut dube,

   and the last line is aena jevu koi na male maha sagar to maha sagar.

   • Dinesh says:

    ઍના પાણી એનુ પેટ ઍવો મોટો જબરદસ્ત,નાનેી નાની માચ્હલીઓના થાય મોટમગરમચ્હ શન્ખશિપ પરવાળા ને બીજી ચિજો પારમ્પાર મોઘામુલા રત્નોનો એ ભારેમા ભારે ભન્ડાર.
    હજારો નદીઓ જઈને રેડે કાયમ તેના મીઠા નીર, તોય સદાય ખારા રહેતા શા ગમ્ભીર.
    ચન્દ્રની જ્યા દ્રશ્હિટી પડે ત્યાતો પાણી હેલે ચડે
    આખો સાગર ઉન્ચો થાય, મોજાથી ચ્હલકાઈ જાય,
    વિશાળ લામ્બો ઉન્ડો, પાહોળો એવો મોટો ગન્જાવર
    એના જેવુ કાઈના મળે, મહાસાગર તે મહાસાગર

  • Neha Shah says:

   Hey Shachi,

   Do you have the poem…
   Ba bethi ti rasoi karva,
   lai ae pal no lahavo
   jata banavi bhabhoot lagavi bachu banyo tya bavo,
   bam bam bhole alakhniranjan hu 6u khakhi bavo,
   bhiksha mate aavyo maiya chapti aato lavo,
   paisa kapda kai na joie, na joie sarpavo,
   manmojila bani amare shivji no jash gavo,
   ba boli aajiji karti chipiyo na khakhdavo,
   gharma hamna koi nathi ne mujne na bivdavo,

   some one please complete this poem.

   I am also looking for
   Ila Smare chhe ahi ek vela
   aa chotre aapne be ramela
   dadaji vato karta nirate,
   vahela jamine ahi roj rate

   rest i dont remember please complete it too.

   biji ek kavita 6 nav graho ni – jema nav graho andar andar jagde 6 aeni 6. jeni chheli pankti chhe :
   shaniyo bolyo chanchedai,
   vanki muj panoti bhai,
   harya vikram sarkha vir,
   kon take jya choodu tir,
   to pan chhodi dau 6u davo
   motap ma chupyo shu lahavo.

   Please koine biji lines yad hoy to complete karva ma help karsho.
   Will be very much thankful .

 18. IRFANUDDIN SHAIKH says:

  Sau pratham tamamne mara aadar pranam,
  Chella ghana samay thi hu “Maha Sagar te Maha Sagar” kavita ni sodhma chhu, mane chokkas yad nathi ke e kavita kaya dhoran ma hati, kadach 5 ma ke 6 tha dhoran ma pan te chokkas yad chhe ke te j dhoran na course ma “14 Varash ni Charan Kanya” kavita pan etlij sari hati.

  Please Mane “MAHASAGAR TE MAHASAGR” kavita aakhi moklo.
  Aaje dukh thay chhe ke te vakhate aa kavita kanthasth kari lidhi hot to aaje jivan ma amulya varso gumavvano afsos na rahete.

 19. pratima says:

  પાંચ વરસની પાંદડી ને એનો દોઢ વરસનો ભાઈ—-
  આ કવિતા શોધું છું
  કોઈ મદદ કરશે?

  • Himshaila says:

   “પાંચ વરસની પાંદડી ” મારી પાસે છે, કેવી રીતે મોકલું?

 20. Jayshree says:

  મહાસાગર તો મહાસાગર !- ત્રિભુવનદાસ વ્યાસ

  http://tahuko.com/?p=7872

 21. Hasti says:

  મજા અવિ ગઈ આજે આ કવિતા વાન્ચિ ને. ખુબ ખુબ અભાર તમારા બધા નો.

  કોઇ ને ઝુલન વન્ઝરેી યાદ ચ્હે અવેી રેીતે ચાલુ થાય ચ્હેઃ

  મારિ વાદ્દિ મા રેીન્ગનેી વાદિ મા રેીન્ગનેી વાવેી હો રાજ ઝુલન વન્ઝારેી.

  બેીજેી ચેઃ

  રિન્ચ એક્લુ ફર્વા ચલ્યુ હાથ મા લેીધેી સોતિ સામે રાના સિહ્ન મલ્યા આફત આવેી મોતેી,
  ઝુકિ ઝુકિ ભરિ સલામો બોલ્યુ મેીથા વહેન મારે ઘરે પધારો રાના રાખો મર્ કહેન.

  જો કોઇ ને યાદ હોય તો જવાબ આપવા વિનતિ.

  • મંદાક્રાન્તા ને શિખરિણી..છંદ મને ગમે…શ્રી ઉમાશંકર જોશીજી ને કવિસંબેલનમાં સાંભળ્યા ને ગુજરાત યુનિવર્સિટી ગ્રાઉંડમાં ફરી મળ્યા…બધું જ યાદ આવી ગયું…ખુબ મજા આવી ગઈ આજે તો ફરીવાર આભાર.

  • મારી વાડી માં રીંગણી વાવી હો રાજ ઝુલણ વણઝારી…

   સસ્સારાણા ની વાર્તા યાદ છે પણ અહીં રીંછ એકલું ફરવા ચાલ્યું, હાથમાં લીધી સોટી,સામે રાણા સિંહ મળ્યા આફત આવી મોટી,
   ઝુકી ઝુકી ભરી સલામો બોલ્યું મીઠા વેણ, મારે ઘેર પધારો રાણા મારું કહેણ…

   મને પણ સાંભળવાનો આનંદ આવશે.

   • Neha Shah says:

    રીંછ એકલું ફરવા ચાલ્યું હાથમાં લીધી સોટી;

    સામે રાણા સિંહ મળ્યા રે, આફત આવી મોટી.
    ઝૂકી ઝૂકી ભરી સલામો, બોલ્યું મીઠા વેણ:

    ”મારે ઘેર પધારો રાણા! રાખો મારું કહેણ.
    હાડચામડાં બહુ બહુ ચૂંથ્યાં, ચાખોજી મધ મીઠું;

    નોતરું દેવા ખોળું તમને, આજે મુખડું દીઠું!”
    રીંછ જાય છે આગળ, એના પગ ધબધબ,

    સિંહ જાય છે પાછળ, એની જીભ લબલબ.
    “ઘર આ મારું જમો સુખેથી, મધની લૂમેલૂમ.”

    ખાવા જાતા રાણાજીએ પાડી બૂમેબૂમ!
    મધપૂડાનું વન હતું એ, નહીં માખોનો પાર;

    બટકું પૂડો ખાવા જાતાં વળગી લારોલાર!
    આંખે, મોઢે, જીભે, હોઠે ડંખ ઘણેરા લાગ્યા;

    ”ખાધો બાપ રે!” કરતાં ત્યાંથી વનરાજા તો ભાગ્યા.
    રીંછ એકલું ફરવા ચાલ્યું હાથમાં લીધી સોટી;

    સામે રાણા સિંહ મળ્યા રે, આફત આવી મોટી.

    -રમણલાલ સોની

    • કલ્પેશ says:

     સામે રાણા સિંહ મળ્યા તા આફત ટાળી મોટી

 22. pratima says:

  pratima

  પાંચ વરસની પાંદડી ને એનો દોઢ વરસનો ભાઈ—-
  આ કવિતા શોધું છું
  કોઈ મદદ કરશે?

 23. MARISSA says:

  NAMASKAR ALL.
  IA M LOOKING FOR A POEM.
  I HAVE FORGOTTEN THE BEGINNING
  BUT THE POEM GOES LIKE:
  DEVSEVA NI PHOOL CHAAB MA SUKA PARNO JOI,
  E VELA NAHI MAADI TARE RADVU PADSE ROI,
  GHAR VADI NA GULAB MOTA PARIJAT CHAMPELI,
  JAAT JAAT NA RANG RANG NA
  CHADHAV JE MAN MELI,
  DEV DWARE THI PACHCHA FARTA,
  MANGAN HAATH PASARE,
  ACHKATA KHACHKATA TYARE PAI NA DEVI TARE,
  MANGAN SAU VINTLAVA DEJE LOOTVA BAHREL THELI,
  FARI KARSHE CHADHI VAHANE,
  BETO LAXMI PAI PADELI.
  PLEASE HELP.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *