મારી વેણીમાં ચાર ચાર ફૂલ – અવિનાશ વ્યાસ

સ્વર : હેમા દેસાઇ

raat rani
.....જાણે પેલું રાતરાણી ફૂલ !

.

મારી વેણીમાં ચાર ચાર ફૂલ,
અંબોડલે સોહે, સોહામણી ઝૂલ

પહેલું ફૂલ,
જાણે મારા સસરાજી શોભતા
જાણે પેલું મોગરાંનું ફૂલ
એની સુવાસે મ્હેકે ઘર ઘરનો ઓરડો
ગંભીરને સૌમાં અતુલ
મારી વેણીમાં ચાર ચાર ફૂલ…

બીજું ફૂલ,
જાણે મારા સાસુજી આકરા
જાણે પેલું સૂર્યુમુખી ફૂલ
સૂરજ ઉગતાની સાથે માંડતુ એ મ્હેકવા
સાંજ સુધી કાઢતું એ ભૂલ
મારી વેણીમાં ચાર ચાર ફૂલ…

ત્રીજું ફૂલ
જાણે મારી નણંદ પેલી નાનકી
જાણે પેલું ચંપાનું ફૂલ
જ્યારે જુઓ ત્યારે ફૂલ્યું ને ફાલ્યું
મસ્તીમાં રહેતું મશગૂલ
મારી વેણીમાં ચાર ચાર ફૂલ…

ચોથું ફૂલ
જાણે મારા હૈયાના હારનું
જાણે પેલું રાતરાણી ફૂલ
દિવસેના બોલે એ મોટાના માનમાં
રાતડીએ બોલે બૂલબૂલ
મારી વેણીમાં ચાર ચાર ફૂલ…

34 replies on “મારી વેણીમાં ચાર ચાર ફૂલ – અવિનાશ વ્યાસ”

  1. સુન્દર ગીત. ભુતકાળ યાદ આવી ગયો. આભર જયશ્રેીબેન્.

  2. અતી સુન્દર રજુઆત, અદભૂત શબ્દ રચના અને મનમોહક સ્વર,હેમા દેસાઈ ને ઈશ્વરે મજાનો કંઠ​ આપ્યો છે. જયશ્રી બહેન આવી મજાની રજુઆત બદલ તમે પણ જશના હકદાર બનો છો. ખૂબ​-ખૂબ આભાર

  3. હેમાબેન ,આવુ સન્ગિત ,સુન્દેર્,અતિ સુન્દેર્,ભગ્વાન તમ્ને શક્તિ આપ એજ પ્રાથના

  4. શુ સરસ ભાવ અનેતાલ સન્ગિત્!!સહુ મા એક્ નમ્બર પ્રિયતમને જાય્.સાભલ્યા જ કરિએ એવુ થાય્…..અદભુત્….અદભુત્…. દિલને ટ્ચ થાય તેવિ ભાશા …..આભાર …ખુબ ખુબ આભાર

  5. ઘણી જ સુંદરચનાનુ લયબદ્ધતા સાથે સંગીતે મઢ્યું વેણીનું ફૂલ માણવાની મઝા આવી.

  6. આ ગિત મેઁ ઘણા લાઁબા સમય બાદ સાઁભય્રુઁ. આભાર. આ ખુબજ સુઁદર ગિત સાઁભરિને આનઁદ થયો. શબ્દો પણ સારા હતા અને હેમાબહેનના અવાજમાઁ હોય ઍટલે સોનામાઁ સુગઁધ ભળિ.
    જયશ્રિબહેન થેન્ક્યુ વેરિ મચ.

  7. જાણે મારા હૈયાના હારનું
    જાણે પેલું રાતરાણી ફૂલ
    દિવસેના બોલે એ મોટાના માનમાં
    રાતડીએ બોલે બૂલબૂલ
    મારી વેણીમાં ચાર ચાર ફૂલ…

    કોઇ શબ્દો નથી…………..ફક્ત સાભડો………..

  8. Thank you so much, I have sent this to my mum who is in US and i m sure she will enjoy it. Thank you once again.

  9. Very nice.Its a nostalgia of typical Gujarati joint family which once was a full of love and undrestanding.But somehow I could not listen to the last stanza of this nice song.Thanks jayashree once again

  10. મારા ધારવા પ્રમાને આ ગેીત શ્રિ અવિનાશ વ્યાસ નુ ચ્હે.

  11. Great website and great song selection.

    I am looking for Ganesh Puja bhajans and wedding songs.

    Thank you, Hansa

  12. સુંદર લોકગીત એક નવા સ્વરમાં! ખરેખર,
    આ ચાર ફૂલની મહેંકથી જીવન ગુલશન બની જાય!
    આભાર.

  13. અદભુત્ !!! , સન્યુક્ત કુટુમ્બ નુ કેટલુ અદભુત નીરુપણ છે ?
    આવા દીવસો પાછા આવશે ?
    god bless u jayashreeben.

  14. Wah wah jayshreeben, tame nahi mano aa geet mane ketlu pasand chhe ….mari pase aa geet hatu but some how I lost it, and I have found it here…..thank you very very much….. 🙂

  15. દિવસે ના બોલે એ મોટાના માનમાં
    રાતડીએ બોલે બૂલબૂલ

    Ends with the punchline!
    Nice falk song.

  16. રાતડી એ બોલે બુલબુલ….
    જૂનું તે સોનું
    આભાર

Leave a Reply to neetakotecha Cancel reply

Your email address will not be published. Required fields are marked *