પગ ઘુંઘરું બાંધી મીરાં નાચી રે – મીરાંબાઇ

June 10, 2007 ના દિવસે મુકેલું આ કૃષ્ણગીત ફરી એક વાર શુભાંગી શાહના અવાજમાં….. સ્વરાંકન એવું મઝાનું છે – અને સાથે બંને ગાયિકાઓનો સ્વર પણ એવો સુરીલો છે કે વારંવાર સાંભળવાનું મન થયા જ કરે..

સ્વર : શુભાંગી શાહ

સ્વરાંકન : ??

.

———-

Posted on June 10, 2007

સ્વર : રેખા ત્રિવેદી

સ્વરાંકન : ??

.

પગ ઘુંઘરું બાંધ મીરાં નાચી રે…. ટેક

મૈં તો મેરે નારાયણ કી,
આપ હી હો ગઇ દાસી રે…. પગ….

લોગ કહે મીરાં ભયી બાંવરી,
ન્યાત કહે કુલ નાસી રે…. પગ….

વિષ કા પ્યાલા રાણાજીને ભેજ્યા,
પીવત મીરાં હાંસી રે…. પગ….

મીરાં કે પ્રભુ ગિરિધર નાગર,
સહજ મિલે અવિનાશી રે…. પગ….

33 replies on “પગ ઘુંઘરું બાંધી મીરાં નાચી રે – મીરાંબાઇ”

  1. Jetli vaar sambhalo tetlu vadhu priy lage tevu bhajan chhe.
    Mane Rekha Trivedi no avaj khub ja gamyo. Abhinandan.

  2. શાન્તા ભકત
    ખુબખુબ આભાર બન્ને ગાયિકા ના ખુબજ સુન્દર અવાજ સાભળિ મન ખુસથયુ.

  3. it is very melodious and popular classical(malkauns) and both were nicely perform.

    wish you a warm wishes to both Shubhangi & Rekha

  4. You are doing a wonderful job in keeping alive a heritage which otherwise would easily fall prey to modernity and the march of everything that is English and foreign.Keep up the good job.I wish i could write in Gujarati. Well, at least I can speak and understand it;and now enjoy the music! Thanks to people like you.Best wishes. Keep it up!

  5. અતિ મિથા અવાજો.

    અતિ સુન્દર માલ્કૌન્સ્.

    આભાર્ જયશ્રિબેન્ અને ટહુકો

    અત્લાન્તા — અમેરિકા

  6. સ્વરાંકન અન્દ ગાયકી – બન્નેમાં અતિ સુંદર છે. અને જ્યારે સ્વયં મીરાંના શબ્દો હોય ત્યારે રચાતું ભાવવિશ્વ ખરેખર અવર્ણનીય છે.

    આભાર જયશ્રી.

  7. હેલ્લ જય્શ્રિબહેન્,
    બિજા નઅમ્બર નુ મરિ પસે ચેી પરન્તુ ગયિકા નુ નામ ખબર નથિ. ખુબજ મજા આવિ. ખુબ ખુબ આભાર્
    દિવ્યેશ જોશિ,રાજકોત્ ગુજરાત્.

  8. નવા સ્વર અને સ્વરાંકનમાં સાંભળવાની મઝા આવી
    આભાર

  9. જયશ્રીબેન, નમસ્તે આપને એક વિનંતી છે. ઝાંબિયામાં અમે જે પ્રાર્થના કરતા તે મોકલી છે એને તમે સાઉન્ડ સાથે આપો તો આભાર.
    કાંતિલાલ પરમાર
    હીચીન


  10. ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ શ્રી ગણેશાય નમઃ
    નિત્ય પ્રાર્થના
    પ્રાર્થના હ્રદયની હોય, જીભની નહિ.
    પ્રાર્થના તો અદભુત વસ્તુ છે.
    ઘણી વસ્તુ એકલા ન કરીએ તે
    સમુદાયમાં આપણે કરીએ છીએ.
    —ગાંધીજી
    (૧) પ્રાર્થના —મંત્રો
    ઈશાવાસ્યમ્ ઈદં સર્વં, યતકિંચ જગત્યાં જગત્ ।
    તેન ત્યક્તેન ભુંજીથા, મા ગૃધઃ કસ્યસ્વિદ્ ધનમ્ ।।
    યં બ્રહ્મા વરૂણેન્દ્ર રૂદ્રમરૂતઃ, સ્તુન્વન્તિ દિવ્યૈઃ સ્તવૈર્ ।
    વેદૈઃ સાંગપદક્રમોપનિષદૈર્, ગાયન્તિ યં સામગાઃ ।।
    ધ્યાનાવસ્થિતતદગતેન મનસા પશ્યન્તિ યં યોગિનો ।
    ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ
    ત્વમેવ બંધુશ્ચ સખા ત્વમેવ ।
    ત્વમેવ વિદ્યા દ્રવિણં ત્વમેવ
    ત્વમેવ સર્વં મમ દેવ દેવ ।।
    અસત્યો માંહેથી પ્રભુ પરમ સત્યે તું લઈ જા,
    ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા.
    મહા મૃત્યુમાંથી અમૃત સમીપે નાથ લઈ જા,
    તું હીણો હું છું તો તુજ દરશનાં દાન દઈ જા…
    ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ (૨) મૌન ( બે મિનિટ )
    ગીતા ધ્વનિ ( સ્થિતપ્રજ્ઞ – લક્ષણ )
    • * અર્જુન બોલ્યા *
    સમાધિમાં સ્થિત પ્રજ્ઞ, જાણવો કેમ કેશવ ?
    બોલે રહે, ફરે કેમ, મુનિ જે સ્થિરબુદ્ધિનો ? …૧.
    – શ્રી ભગવાન બોલ્યા —
    મનની કામના સર્વે, છોડીને આત્મામાં જ જે,
    રહે સંતુષ્ટ આત્માથી, તે સ્થિતપ્રજ્ઞ જાણવો … ૨.
    દુઃખે ઉદ્વેગ ના ચિત્તે, સુખોની ઝંખના ગઇ,
    ગયા રાગ-ભય-ક્રોધ, મુનિ તે સ્થિર બુદ્ધિનો … ૩.
    આસક્ત નહિ જે ક્યાંય, મળ્યે કાંઈ શુભાશુભ,
    ન કરે હર્ષ કે દ્વેષ, તેની પ્રજ્ઞા થઈ સ્થિર … ૪.
    કાચબો જેમ અંગોને, તેમ જે વિષયો થકી,
    સંકેલે ઈન્દ્રિયો પૂર્ણ, તેની પ્રજ્ઞા થઈ સ્થિર … ૫.
    નિરાહારી શરીરીના, ટળે છે વિષયો છતાં,
    રસ રહી જતો તેમાં, તે ટળે પેખતાં પરં … ૬.
    પ્રયત્નમાં રહે તોયે, શાણાયે નરના હરે,
    મનને ઈન્દ્રિયો મસ્ત, વેગથી વિષયો ભણી … ૭.
    યોગથી તે વશે રાખી, રહેવું મત્પરાયણ,
    ઈન્દ્રિયો સંયમે જેની, તેની પ્રજ્ઞા થઈ સ્થિર … ૮.
    વિષયોનું રહે ધ્યાન, તેમાં આસક્તિ ઊપજે,
    જન્મે આસક્તિથી કામ, કામથી ક્રોધ નીપજે …૯.
    ક્રોધથી મૂઢતા આવે, મૂઢતા સ્મૃતિને હરે,
    સ્મૃતિ લોપે બુદ્ધિનાશ, બુદ્ધિનાશે વિનાશ છે …૧૦.
    રાગને દ્વેષ છૂટેલી, ઈન્દ્રિયો વિષયો ગ્રહે,
    વશેન્દ્રિય સ્થિરાત્મા જે, તે પામે છે પ્રસન્નતા … ૧૧.
    પામ્યો પ્રસન્નતા તેનાં, દુઃખો સૌ નાશ પામતાં,
    પામ્યો પ્રસન્નતા તેની, બુદ્ધિ શિઘ્ર બને સ્થિર … ૧૨.
    અયોગીને નથી બુદ્ધિ, અયોગીને ન ભાવના,
    ન ભાવહીનને શાંતિ, સુખ ક્યાંથી અશાંતને ?… ૧૩.
    ઈન્દ્રિયો વિષયે દોડે, તે પૂંઠે જે વહે મન,
    દેહીની તે હરે બુદ્ધિ, જેમ વા નાવને જળે … ૧૪.
    તેથી જેણે બધી રીતે, રક્ષેલી વિષયો થકી,
    ઈન્દ્રિયો નિગ્રહે રાખી, તેની પ્રજ્ઞા થઈ સ્થિર … ૧૫.
    નિશા જે સર્વ ભૂતોની, તેમાં જાગ્રત સંયમી,
    જેમાં જાગે બધાં ભૂતો, તે જ્ઞાની મુનિની નિશા … ૧૬.
    સદા ભરાતા અચલ પ્રતિષ્ઠ,
    સમુદ્રમાં નીર બધાં પ્રવેશે,
    જેમાં પ્રવેશે સહુ કામ તેમ,
    તે શાંતિ પામે નહી કામકામી … ૧૭.
    છોડીને કામના સર્વે, ફરે જે નર નિઃસ્પૃહ,
    અહંતા મમતા મૂકી, તે પામે શાંતિ ભારત … ૧૮.
    આ છે બ્રહ્મદશા એને, પામ્યા ના મોહમાં પડે,
    અંત કાળેય તે રાખી, બ્રહ્મનિર્વાણ મેળવે … ૧૯.
    ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ (૪) એકાકી ભજન … (૫) વાંચન અથવા પ્રવચન …
    (૬) વિચાર વિનિમય … (૭) સામૂહિક ભજન …
    (૮) આદર્શ ચિંતન …
    સંગે હરિ ચરણમાં, રહીએ તમે અમે,
    સંગે હરિ પ્રણયમાં, રમીએ તમે અમે,
    સંગે પરાક્રમ ઘણાં, કરીએ તમે અમે,
    તે સંગ ભંગ બનજો, ન કદાપિ આપણો …
    તેજસ્વી પ્રાણવાન થાજો, સદા જીવન આપણું,
    ન કદાપી થજો ભીન્ન, વિદ્વેષે મન આપણું …
    જે અંતરે કદી પ્રવેશ સુતેલ મારી,
    વાણી સજીવન કરે નિજ ભર્ગ પ્રેરી,
    જે રોમ રોમ મહીં પ્રાણ પૂરે પ્રતાપી,
    તે શક્તિનાથ, પુરૂષોત્તમને પ્રણામ …
    હરિ ૐ તત્સત્ શ્રી નારાયણ, તું પુરૂષોત્તમ ગુરૂ તું,
    સિદ્ધ-બુદ્ધ તું સ્કંદ વિનાયક, સવિતા પાવક તું.
    બ્રહ્મ મજદ્ તું, યહવ શક્તિ તું, ઈશુ પિતા પ્રભુ તું,
    રૂદ્ર વિષ્ણુ તું, રામ કૃષ્ણ તું, રહીમ તાઓ તું.
    વાસુદેવ ગો—વિશ્વરૂપ તું, ચિદાનંદ હરિ તું,
    અદ્વિતીય તું અકાલ નિર્ભય, આત્મલિંગ શીવ તું…
    (૯) ધૂન…
    (૧૦) શાંતિપાઠ…
    ૐ સર્વે ભવન્તુ સુખીનઃ સર્વે સન્તુ નિરામયાઃ
    સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ્ દુઃખભાગ્ભવેત્ …
    ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ

  11. તામારા ભજન ખુબજ સરસ ચ્હે પન સિદિ બઝાર મા નથિ મલતિ માતે કઐક તમારિ ભાજન સિદિ મલે એવુ સરનામુ મોકલવા વિન્નતિ આભાર

  12. મે લતાજિના ‘ચલા વાહિ દેસ ‘,જ્યુથિકારોયના મિરા ભજન , વાણિ જયરામના પણ મિરાબાઇના ભજનો સામ્ભળ્યા…બધાજ ભજનો પોત્પોતાનિ જગ્યાએ અપ્રતિમ સુન્દર ….હુ પોતે મિરાબાઇના ભજનોનિ દિવાનિ …!!!!

  13. ખરેખર ખુબ જ સુંદર ભજન …,અને સાચે જ બંને ગાયિકાઓનો અવાજ પણ એટલો જ સુંદર ….
    વારંવાર જાણે સાંભળ્યા જ કરીએ.
    આભાર
    સીમા

  14. Respected Jayshreeben,

    Thanks a lot. Very sweet and cool voice. It is very beautifully presented. Early in the morning when it is very quiet or at late night it is pleasurable to hear, devote and enjoyable. I cannot narrate any more.
    Harsukh H. Doshi.

  15. આ ભજન અમને બહુ ગમ્યુ. આખા પરિવારે સાથે બેસી ને સાંભળ્યુ. આભાર

    -હરીશ

  16. Very nice and melodious song.I liked it very much.The voice of the singer is also very nice and melodious.Really Jayshree auntie, you have a nice collection of songs and i appreciate that.Thanks for keeping this song on tahuko.

  17. મીરાં કે પ્રભુ ગિરિધર નાગર,
    સહજ મિલે અવિનાશી રે …
    દરેક વખતે તમે, હરિવરને એક સુંદર કાગળ લખો છો, અને એ કાગળ અમે જ્યારે અક્ષરસઃ ટહૂકો.કોમ પર સાંભળીએ છીએ, ત્યારે તેનો જવાબ અમને અમારા હૃદયમાં મળી જાય છે.
    આભાર

Leave a Reply to Haresh Cancel reply

Your email address will not be published. Required fields are marked *