પગલું – ગીતા પરીખ

પગલું મેં માંડ માંડ દીધું’તું માંડવા
ને તેં તો લંબાવી દીધી કેડી !
આંખોમાં અમથું મેં સ્મિત દીધું ત્યાં તો તેં
નજરુંની બાંધી દીધી બેડી!

હૈયાનાં દ્વાર હજી ખુલ્યાં-અધખુલ્યાં ત્યાં
અણબોલ વાણી તે જાણી,
અંધારા આભે આ બીજ સ્હેજ દેખી ત્યાં
પૂનમની ચાંદની માણી.

પળની એકાદ કૂંણી લાગણીની પ્યાલીમાં
આયુષની અમીધાર રેડી,
પગલું મેં માંડ માંડ દીધું’તું માંડવા
ને તેં તો લંબાવી દીધી કેડી !

– ગીતા પરીખ

13 replies on “પગલું – ગીતા પરીખ”

 1. સુંદર ગીત…
  પણ એક જ અંતરો?

 2. vishvas says:

  સુંદર ગીત…
  એક જ અંતરો છે પણ અંતર બીલકુલ નથી

 3. G.R.Bhatol says:

  એક બાલિકા ના માનો વ્યથા નું સુન્દેર વર્ણન કરેલ છે. ભાવાર્થ સુન્દર છે.

 4. Kanubhai Suchak says:

  ગીતના ભાવમાં તણાયા અધતણાયા ત્યાં,
  તમે કેડી ગીતની કરી દીધી સાવ ટૂંકી.
  કારણ પળની જ છે.

 5. Kanubhai Suchak says:

  કારણ વાત પળની જ છે.

 6. Ullas Oza says:

  પ્રથમ નજરે પ્રેમ જેવુ ગીત !

 7. PBChhaya says:

  Geetaben….Awasome thouts….hats off 2 u.

 8. rajeshree trivedi says:

  ગીતાબેન્ ,ગીત દ્વારા મળવાનો આન્ઁદ થયો.સુઁદર. રવિન્દ્રસઁગીતના દિવસો યાદ આવી ગયા.કુશળ હશો.

 9. dr jagdip says:

  થોડા દિવસો પહેલા કંઈક આવાજ
  મુડની ગઝલ લખી હતી…..

  તેમાનો એક શેર

  હજુ ડગ ભરૂં, ને બિછાવે તું કેડી
  લીધો સુર “સા”, ત્યાં તો સરગમ તેં છેડી

 10. Maheshchandra Naik says:

  પળમા જ પ્રેમ થાય અને પગલુ માંડો એની વાત કરતુ ગીત…………….

 11. Ajay Gajaria says:

  There is no remedy for love but to love more……….

 12. Hasit Hemani says:

  When something is said in limited words and the rest is left to reader’s imagination it creates an individual visualization for each reader. It also proves the dictum “Less is More”. Carry on Gita Parikh you have got your own refined graceful touch.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *