જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા કવિ રાજેન્દ્ર શાહનું નિધન

ગાંધી યુગ પછીની કવિ પેઢીને નેતૃત્વ પૂરું પાડનારા સર્વોત્તમ કવિ રાજેન્દ્ર શાહે શનિવાર (જાન્યુઆરી ૨, ૨૦૧૦) ની રાતના સ્વસ્થતા સાથે ‘ખોળિયું બદલવાનો ઉત્સવ છે માટે શોક ન કરતા’ કહેતાં ચિરવિદાય લીધી.

લયસ્તરો પર થોડા દિવસ પહેલા જ પ્રસ્તુત એમનું ગીત ‘નિરુદ્દેશે’ સાથે ધવલભાઇએ કરેલી વાત અહીં સીધી જ ટાંકુ છું:

(Photo: Gujarati Sahitya Parishad)

રાજેન્દ્ર કેશવલાલ શાહ (જન્મ: 28-01-1913, કપડવણજ ) માત્ર સાડાસત્તર વર્ષની ઉંમરે અસહકારની લડત બદલ જેલભેગા થયા હતા. સ્વાતંત્ર્ય સંગ્રામના ગીતોના કારણે જ કવિતા ભણી આકર્ષાયા. અનુગાંધીયુગના પ્રભાવશાળી કવિ. એમની કવિતાઓમાં અધ્યાત્મ, પ્રકૃતિ અને રમ્ય કલ્પનોની તાજગીનો હૃદયંગમ નવોન્મેષ થતો પ્રતીત થાય છે. એમના કાવ્યો લયની લીલાથી, નવીન કથનરીતિથી અને જીવનમર્મના નિરૂપણથી ધ્યાનાકર્ષક બન્યાં છે. ‘રામવૃંદાવની’ તખલ્લુસથી ગઝલો પણ લખી. ( કાવ્યસંગ્રહ: ‘ધ્વનિ’, ‘આંદોલન’, ‘ઉદ્ ગીતિ’, ‘શ્રુતિ’, ‘મધ્યમા’, ‘શાંત કોલાહલ’, ‘ચિત્રણા’ ‘વિષાદને સાદ’, ‘પત્રલેખા’, ‘ક્ષણ જે ચિરંતન’, ‘દક્ષિણા’, ‘પ્રસંગ સપ્તક’, ‘પંચપર્વા’, ‘કિંજલ્કિની’, ‘વિભાવન’.)
– ધવલ શાહ (લયસ્તરો.કોમ)

કવિ શ્રીના આત્માની શાંતિ માટે પ્રભુ પ્રાર્થના સાથે, અને એમને અંત:કરણપૂર્વક શ્રધ્ધાંજલી સાથે સાંભળીએ એમના કેટલાક યાદગાર ગીતો..

લાગી રે લગન
પિયા! તોરી લાગી રે લગન

.

મને જરા ઝૂંક વાગી ગઇ
માલતીની ફૂલ કુમળી તોયે ડૂખ લાગી ગઇ

.

સંગમાં રાજી રાજી,
આપણ
એકબીજાના સંગમાં રાજી રાજી;

This text will be replaced

21 replies on “જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા કવિ રાજેન્દ્ર શાહનું નિધન”

 1. S.Vyas says:

  પુજ્યજનને અંતઃ કરણપૂર્વક શ્રધ્ધાંજલી.
  Many heartfelt prayers and respects.

 2. Ramesh Patel says:

  કાવ્ય જગતના અમર કવિને હૃદયથી શ્રધ્ધાંજલી.
  રમેશ પટેલ(આકાશદીપ)

 3. Asmita says:

  રાજેન્દ્ર શાહ ના ગીતો ના સંગ માં આપણે હંમેશા રાજી. પ્રભુ એમના આત્મા ને શાંતિ અર્પે.

 4. Sarla Santwani says:

  કવિ રાજેન્દ્ર શાહને શ્રધ્ધાંજલી. પોતાની અમર રચનાઓ દ્વારા તેઓ આપણી વ્ચ્ચે સદાય મોજૂદ રહેશે.

 5. ‘ખોળિયું બદલવાનો ઉત્સવ છે માટે શોક ન કરતા’

  – આથી વિશેષ શું કહી શકાય?

 6. Viren Patel says:

  હ્ર્દયપૂર્વક્ની શ્રદ્ધાન્જલી.

 7. જનાર તો જાય પણ યાદો ના ફુલ કાયમ રહિ જાય છે ….માનનિય કવિ શ્રેી ને અંતિમ પ્રણામ્…..

 8. dipti says:

  Due to Christmas vacation I never had a chance to visit Tahuko, and what a sad news I got today?
  Many heartfelt prayers for him. May God bless his soul.

 9. કવિવરને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ.

 10. ashalata says:

  કવિશ્રીને ભાવભીની શ્રધ્ધાજલી———

 11. YOGESH CHUDGAR says:

  કવિશ્રિ ગુજરાતના રત્ન હતા અને તેની ચમક ગુજરાતને કાયમ માટે પ્રકાશિત કરતી રહેશે.

  યોગેશ ચુડગર.

 12. Jayendra Thakar says:

  કવિશ્રી રાજેન્દ્ર શાહને શ્રધ્ધાંજલી.ગુજરાતી સાહિત્યના નભમા આ તારલો કાયમ પ્રકાશસે.

 13. dipti says:

  Since I was on Christmas vacation never had a chance to visit Tahuko, and today what a sad news we got?

  May God bless his soul.

 14. Dr. Dinesh O. Shah says:

  કવિ શ્રી રાજેન્દ્રભાઈ શાહને શ્રધ્ધાઁજલિ,

  નમ્રતા અને ભાવભીનો સ્વભાવ તેઓની વીશીષ્ટતા હતી. ૧૯૮૬ માઁ મારી કવીતાનુઁ પુસ્તક ‘પરબ તારા પાણી’નુઁ વિમોચન તેઓશ્રિએ કરેલુ અને ૨૦૦૯ માઁ ‘આઁબે આવ્યા મ્હોર’ કોન્સર્ટમા પણ હાજરી આનઁદ સહિત આપેલી. તેમનો પ્રેમાળ સ્વભાવ કદી નહી ભુલાય! પ્રભુ તેમના આત્માને શાઁતિ અર્પે!

  દિનેશ ઓ.શાહ ધર્મસિન્હ દેસાઈ યુનિવરસીટી,
  નડીયાદ, ગુજરાત, ભારત

 15. sandip says:

  શ્રિ રાજેન્દ્ર શાહ્ અમારા ગામ નુ ગર્વ હ્તા.

  પ્રભ તેમ્ના અત્મા ને શાન્તિ આર્પે.

  સન્દિપ શાહ્

 16. kanubhai Suchak says:

  ‘ હું જ રહું વિલસી સહુ સંગ ને
  હું જ રહું અવશેષે.
  નિરુદેશ મુગ્ધ ભ્રમણ્ પૂરું કરી રાજેન્દ્રભાઈ ગયા અને કિનખાબી ગીતોના સર્જકની ખોટ હ્રદયમાં ખટકતી રહેશે. ગુજરાતી ભાષાની સમ્રુધ્ધિ આ સૉંદર્યલુબ્ધ કવિએ સાબિત કરી આપી. શતઃ શતઃ વંદન કવિ.

 17. Pushpendraray Mehta says:

  પુજ્ય શ્રિ રાજેન્દ્ર શાહ ને ભાવ્ભિનિ શ્રધ્હાન્જલિ……

 18. જટાયુની પાંખ કપાઈ તેમ ગુજરાતી કવિતાની અનેક્માંની એક મહ્ત્વની પાંખ કપાઈ,વેદના મૄત્યુમાં નથી-ગેરહાજરીમાં છે.અમેરીકા આવ્યો ત્યારથી
  ગુજરાતી કવિઓની ગેરહાજરી અનુભવતો થઈ ગયો હતો-આ કાંટો આજે જરા વધારે જોરથી વાગી ગયો.
  ઈશ્વર કવિ અને કવિતા બન્નેવને શાંતિ આપે.અસ્તુ.

 19. Geeta Vakil says:

  કવિ મનીષી રાજેન્દ્ર શાહના નિધનથી ગુજરાતે એક રતન ખોયું છે. હૃદયપુર્વક્ની શ્રધાંજલિ!

 20. Anila Amin says:

  કવિશ્રી, રાજેન્દ્ર શાહના માઠા સમાચાર વાચીને અમારા જેવા કાવ્ય રસિકો અને

  સાહિત્યકારોના હ્રુદયમા આન્ધી છવાઈ ગઈ. આન્ધીતો કદાચ સમયના વહેણ સાથે વિખરાઈ

  જશે પણ્ર કવિશ્રીના નવિનતમ શબ્દો ક્યા સાભળવા મળશે? જૂનાક્લેવર તજીને કવિને

  ઇશ્વરે ભલે બોલાવી લીધા પણ કવિશ્રી નવા ક્લેવર ધારણ કરીને આપણી સહુની વચ્ચે પાછા

  કવિ સ્વરૂપેજ પાછા આવે એવી અપેક્ષા. જાતસ્ય હિ ધ્રુવો મ્રુત્યુઃ એ સ્વિકાર્યા વગર છૂટકો

  નથી એમના શબ્દદેહને આપણે વારમ્વાર સાભળીને સ્મરણ કરીને એમના પાર્થીવદેહને

  સહ્રુદય ભવાન્જલિ અર્પી એમના આત્માને પ્રભુ શાન્તી અર્પે એજ પ્રાર્થના.

 21. R.Mehta says:

  Exactly a year later another loss, that is of Shri Dilip Dholkia.
  Both were honoured by Kannayalal Munshi memory award.
  In 2010 to Shri Rajendra shah and in 2011 to Shri Dilip Dholkia.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *