અમે તો ગીત ગુલાબી ગાશું! – સુરેશ દલાલ

(મારા ભત્રીજાઓ.. ….આલાપ અને ઈશાન)

* * * * *

નાનાં અમથાં આજ ભલે ને, કાલે મોટા થાશું;
અમે તો ગીત ગુલાબી, ગાશું !

કળી-કળીનાં ફૂલ થાય ને બુંદ-બુંદનો દરિયો !
નાની અમથી વીજ ચમકતી આભે થઈ ચાંદલિયો;
મસ્ત થઈને અજાણ પંથે અમે એકલાં જાશું :
અમે તો ગીત ગુલાબી ગાશું !

નાનકડી કેડીનો થાતો મારગ કેવો મોટો;
એવા મોટા થઈશું કે નહિ જડે અમારો જોટો !
હશે હોઠ પર સ્મિત : આંખમાં કદી હોય નહિ આંસુ,
અમે તો ગીત ગુલાબી ગાશું !

– સુરેશ દલાલ

15 replies on “અમે તો ગીત ગુલાબી ગાશું! – સુરેશ દલાલ”

  1. ભવ્ય…
    મને આજે પણ યાદ છે એ દિવસ…
    મેં પાંચમા ધોરણમાં અમારી મૌખિક કસોટી હોય તેનામાં આ સરસ કવિતા ગાઈ હતી…અમારા શિક્ષક મોહન સાહેબ મારાથી પ્રભાવિત થયા હતા અને મને ફરીથી ગાવાનું કહ્યું હતું….મેં આ રૂપાળા શબ્દોને “જાગ રે માલણ જાગ” ગીતનાં રાગમાં ગાઈ હતી….એ પવિત્ર દિવસોની તુલનામાં આજનું દિવસ ઘણું જાંખું લાગે છે…જે રંગત અને તીવ્રતા હતી જીવન જીવવાની એ ગુમાવી દીધી છે…
    એ રમવાની લાલચ,ખાવાની તાલાવેલી,હસવાની કળા, બોલવાની ફાવટ….ન જાણે ક્યાં ખોવાઈ ગયા…..જાણતાં ન જાણતાં અમે મોટા થયી ગયાં….કોઈ પોતાનું મરી ગયુ હોય એવો પશ્તાવો થાય છે બાણપણ ને ગુમાવીને….કદાચ,એ ફરે જો દિવસો પાછાં…તો રમીએ એકસાથે તું અને હું ભૂલી નિરાશા….!!!

  2. Hi,
    I am a regular reader of this site, but posting after long time.

    Jayshreeben ek balgeet chhe, jena par ame balmandir ma abhinay karta.
    “rangila, rangila, rangila patangiya, ahha ha ahha ha ahha ha patangiya…”

    If you can find and let me know the whole geet, it would be great.

    Thanks,
    Ami

  3. An exellent way to look at life during these stressful times.
    The poet as usual is optimistic and makes us see that all is not lost.

  4. This poem is in Gujarati textbook of 5th std. in Gujarat.anant vyas has composed this poem when students sing this poem,we get lost in our childhood.

  5. નાનપણ યાદ આવી ગયુ.મસ્ત થૈ નૈ અજાણ પન્થે અમે એક્લા જાશુ વાચી નૈ મને મારો ભાઈ યાદ આવિ ગયો જેને દેવ થઈ ગયે ૧૦ મહિના થૈ ગયા છે.ખરેખર આવિ જ મસ્ત રિતે કોઇને ખબર ના પઙે તેમ અમારી આગળી છોઙી ને ચાલ્યો ગયો.સુરેશ દાદા એ મને મારુ બાળપણ યાદ અપાવ્યુ.

  6. નાનકડી કેડીનો થાતો મારગ કેવો મોટો;
    એવા મોટા થઈશું કે નહિ જડે અમારો જોટો !
    હશે હોઠ પર સ્મિત : આંખમાં કદી હોય નહિ આંસુ,
    અમે તો ગીત ગુલાબી ગાશું !

    કાશ,અમને પણ બાળપણ મને!

  7. સુરેશ દલાલની કવિતા એટલે ગમતીજ હોય જ્યારે અહીં તો બાળ કાવ્ય છે અને એ પણ એટલુંજ મસ્ત છે. નાના બાળકો નિરાશ થવાને કે રડવાને બદલે કેટલાં વિશ્વાશથી કહે છે, ‘અમે તો ગીત ગુલાબી ગાશું !’

  8. સુર + ઇશ i.e.સુરેશ દલાલ્ કોઇક્ને તમારો વારસો આપિ જજો

  9. અલકચલાણુઃ
    Music was melodious.
    yet simple for child to follow.
    My son & other children at our home had all the song byhearted. They used to sing in chorus during aantakshari game.

  10. some where in year 1986-87 I had purchased one cassett viz. અલકચલાણુ’
    This song was there in that cassett alongwith few others. Music arranged by Shri Purshottam Upadhyay. Singers were Hansa Dave, Viraj & Bijal Upadhyay & one more child voice was there.Apart from this, other poems where:
    ૧.કમળનો તળાવ સાથે નાતો..
    ૨.મને એક એક ઝાડની માયા..
    ૩.રાત ને દહાડો આધળો પાડો..
    ૪. જરા દોડુ ત્યા દાદાની બુમ..
    ૫.ધીંમે ધીમે ઉગે વહાણુ….
    ૫.સાગર તો શોષાઈ રહ્યૉ ને….

    • One more song was there
      કોઈ શોધી કાઢો હમણા મારા ખોવાયા છે શમણા

  11. શ્રી સુરેશ દલાલનું મજાનું ગીત અને બાળ ભૂલકાની
    નિર્દોષતા માણવાની મજા આવી.

    રમેશ પટેલ(આકાશદીપ)

  12. Jayshreeben & Team:

    As usual Sureshbhai Dalal inspires both children and the eldres
    with the heart of a child.Splendid poem!!!In America, roses are not available in great abundance.This poem does mitigate
    the deficiency.Thanks.

    Vallabhdas Raichura

    Maryland: April 2,2010.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *