તેં કહ્યું – રાજેન્દ્ર શુક્લ

dew1

તેં કહ્યું તો સકલ આવર્યું,
તેં કહ્યું તો તરત પરહર્યું !

તેં કહ્યું તો કલેવર ધર્યું,
તેં કહ્યે શૂન્ય થઇ સંચર્યું !

પાંખડી પાંખડી ઝરમર્યું,
તારી સૌરભ થઇ સંસર્યું !

આખરે તેં કૃપા પણ કરી,
પિંડનું પારિજાતક ખર્યું !

જે ક્ષણે યાચના ઓગળી,
આવીને આપમેળે વર્યું !

4 replies on “તેં કહ્યું – રાજેન્દ્ર શુક્લ”

  1. કવિનું નામ ન લખો તો પણ ખબર પડી જાય કે કોની રચના હોઈ શકે…?!

  2. Chandrakant Patel says:

    ૅOne of my friend forwarded this web site. Thanks to that friend and Tahuko.com. I enjoyed it so much. Keep it up the good work.

  3. manish bhatt says:

    દાદા ગઝબ કવિતા સુન્દર

  4. mayur jani says:

    ગ્રેટ બાપુ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *