ઝાડ મને લાગે નહીં પરાયાં… – સુરેશ દલાલ

Januanry 2010 માં ટહુકો પર ફક્ત શબ્દો સાથે મુકેલું આ મઝાનું પ્રકૃતિ ગીત – આજે પુરુષોત્તમ ઉપાધ્યાયનાં સંગીત અને હંસા દવે ના સ્વર સાથે ફરી એક વાર …. નીચે comments માં અર્પણાબેને જે ‘અલક ચલાણું’ આલ્બમની વાત કરી છે – એ જ કેસેટમાંથી જ એમણે Digitize કરી ને આ ગીત ખાસ ટહુકોના વાચકો – શ્રોતાઓ માટે મોકલ્યું છે – તો આપણા બધા તરફથી એમને હૃદયપૂર્વક આભાર …!! 🙂

*********

Posted on January 2, 2010:

આ ગીત તો જાણે મારા જેવા જંગલ – ઝાડવા પ્રેમીઓ માટે જ લખાયું છે..!! અતુલની કોઇ પણ કોલોનીમાં ઘર કરતા ઝાડ વધારે.. (એટલે કે આજથી ૨૦-૨૫ વર્ષ પહેલા, at least..!!). અને એવા વાતાવરણમાં મોટા થયેલા ને એક-એક ઝાડની માયા હોય જ ને… 🙂 અને મારા સદનસીબે અહીં સાન ફ્રાન્સિસ્કોમાં પણ એવો મઝાનો ગોલ્ડન ગેટ પાર્ક છે કે કોઇ પણ પ્રકૃતિ પ્રેમી ઝુમી ઉઠે..!!

(મને એક એક ઝાડની માયા……….       Sequoia National Park, CA…   Sept, 2008)

મને એક એક ઝાડની માયા
કે ઝાડ મને લાગે નહીં કોઈ દિ’ પરાયાં.

ઝાડ ઉપર ફૂલ થઈ ફૂટું ને
પંખી થઈ બાંધું હું માળો,
ખિસકોલી થઈને હું દોડ્યા કરું છું, ભલે
ઉનાળો હોય કે શિયાળો.
એક એક ઝાડની છાયા
કે ઝાડ મને લાગે નહીં કોઈ દિ’ પરાયાં

ઝાડની હું ડાળી ને ઝાડનું થડ હું તો
પાંદડાં ને ઝાડનું હું મૂળ છું,
ઝાકળની જેમ હું તો વળગું છું ઝાડને,
સોનેરી કિરણોની ધૂળ છું.
લીલા લીલા વાયરા વાયા,
કે ઝાડ મને લાગે નહીં કોઈ દિ’ પરાયાં.

– સુરેશ દલાલ

(અડધી સદીની વાચનયાત્રા, ભાગ ૩)

7 replies on “ઝાડ મને લાગે નહીં પરાયાં… – સુરેશ દલાલ”

 1. જયશ્રીબેન,
  શ્રી સુરેશ દલાલનું “ઝાડ મને લાગે નહીં પરાયાં” રચિત ગીત દરેક વાંચનારને માયા લગાડી દે તેવું છે. પ્રક્રુતિ પ્રેમી માણસને બગીચામાં ઝાડ નીચે બેસી ગણગણવામાં મઝા આવે તેવું છે.
  ચન્દ્રકાંત લોઢવિયા.

 2. સુંદર ગીત… આ ભાવ સહુમાં જાગે તો ગ્લૉબલ વૉર્મિંગની વાતો સ્વપ્નવત્ બની રહે…

 3. kirtikant Purohit says:

  સુઁદર ગીત . વાઁચનયાત્રામાઁ વાઁચેલુઁ ફરી યાદ આવ્યુઁ.મઝા પડી.આભાર જયશ્રીબેન.

 4. arpana gandhi says:

  few years ago.i.e. somewhere around 1981-82 I had bought one audio casset viz:’alak chalanu’& this song was there in that casset, sung by Hansa Dave. Other singers where Shri Purshottam Upadhyay, Viraj & Bijal Upadhayay. All songs written by Shri Suresh Dalal. We
  enjoyed all songs of this casset.With repeated playing it got spoiled, we even bought second one.

 5. CA. BHARAT BHANDARI says:

  ખૂબજ સરસ ગીત.

  તમને નથી લાગ્તૂ કે અતુલના એ ઝાડ બોલાવે ચે ????

 6. Maheshchandra Naik says:

  પ્રકૃતિની માયા જીવન જીવવાનુ બળ આપે છે એ શ્રી સુરેશભાઈ જ સરસ રચના દ્વારા આપી શકે…….

 7. walajayesh says:

  હું જ્યારે પાંચમા ધોરણ માં હતો ત્યારે આ કવિતા મારા અભ્યાસક્રમ માં હતી.મને આ કવિતાલક્ષી પુસ્તક માં નુ એ સાથે નુ ચિત્ર પણ આજે પણ યાદ છે. કેટલાક લોકગીતો,કવિતા મારા બાલ્યકાળ માં મારા કાને પડેલા તે ને જાણવા અને માણવા માટે હું ઝુરી રહ્યો હતો અને એ પૈકી મને અહીં જે મળ્યુ એ બદલ જયશ્રીબેન ના આભાર માટે મારી પાસે શબ્દ નથી,મારા ઉદગાર માં કોઇ અતિશયોક્તિ નથી.ખુબ ખુબ …..આભાર.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *