શિશુસ્તાન – રૂપાંગ ખાનસાહેબ

૨૧ ફેબ્રુઆરી, ૨૦૦૯ ના દિવસે – મધુસુદન પારેખ લિખિત નાટક ‘શિશુસ્તાન’ લગભગ ૩૦ વર્ષ પછી, નવા રૂપરંગ સાથે સુરતના ગાંધીસ્મૃતિભવન ખાતે રજૂ કરવામાં આવ્યું હતું. સાંભળીએ એ બાળનાટકનું શિર્ષકગીત… એ નાટક વિષેનો ગુજરાતમિત્રમાં છપાયેલ લેખ આપ અહીં ક્લિક કરીને વાંચી શકો છો.

સ્વર – સંગીત – શબ્દો : રૂપાંગ ખાનસાહેબ
કોરસ : ધ્વનિ, ઐશ્વર્યા, સુપલ, વ્રતિની
સંગીત વ્યવસ્થા : મેહુલ સુરતી

.

ચાલો ચાલો ને તમને બતાવીયે
ચાલો ચલો ને રંગ જમાવીએ
શિશુસ્તાનના નગરોની તમને સહેલ કરાવીએ,

ભૂલકાઓનો દેશ અનેરો નહિ કોઇ રહેતા બીજા
જયારે માગો ફ્રીમા મળતા આઈસક્રીમ ને પિત્ઝા

પાસપોર્ટ છે કોમીક્બૂક્સ ને ચોક્લેટની કરન્સી,
મમ્મી પપ્પા ને પણ અવવા લેવા પડતા વીઝા,

ચાલો ચાલો ને તમને બતાવીયે
ચાલો ચલો ને રંગ જમાવીએ
શિશુસ્તાનના નગરોની તમને સહેલ કરાવીએ,

આંગળી ઝાલી સૂરજ્દાદા સ્કૂલે મૂક્વા આવે,
ચાદામામા જાતે આવી હાલ્રરડા સભળાવે,
સપનામા જ્યા બાળપણ ને ભણતર ના બિવડાવે,
શૈશવની મસ્તીનો અંત સમય પહેલા ના આવે,

ચાલો ચાલો ને તમને બતાવીયે
ચાલો ચલો ને રંગ જમાવીએ
શિશુસ્તાનના નગરોની તમને સહેલ કરાવીએ,

શિશુસ્તાન… શિશુસ્તાન… દેશ અમારો શિશુસ્તાન..!!
શિશુસ્તાન… શિશુસ્તાન… દેશ અમારો શિશુસ્તાન..!!

8 replies on “શિશુસ્તાન – રૂપાંગ ખાનસાહેબ”

  1. waah………..bau j mast geet che…enu title j aakarshak che ane geet na shabdo to khush khush kari de teva che…. gujaratmitra nu lakhaan pan vaanchyu,really inspirative…dhanyawaad rupang saheb and all team members…shishustan ki jay ho…..

  2. ખુબજ સરસ રચના છે
    બીજા ગીત ની અપેક્ષા રાખુ છુ.
    નીના

  3. સુન્દર ઃ સ્વર – સન્ગીત – શબ્દો

    ખુબ ખુબ અભીનન્દન ઃ રૂપાન્ગ

  4. ભુલકાઓના દેશ હોય તો કેટલી મજા આવે તે કલ્પનાને વર્ણવતું સુંદર ગીત! સરસ સંગીત અને ગાયકી!

  5. હેલ્લો,
    મને ઓલ્ખ્યઓ
    બહુજ સરસ ગાયુ ચે.
    વ્રતિની ઘાડઘે અને ધ્વનિ દલાલ એ
    ત્મે કોરસ મા ભલે હો પન તરત્જ ખબ્ર પદે ચે કે કેતલ એક બિઅ થિ અલગ ચો
    આમજ ગત રહ્જો દુનિયઆ તમ્ને ગાશે.

Leave a Reply to GAUTAM KAJI Cancel reply

Your email address will not be published. Required fields are marked *