સોનલને ચાહવાની ઋતુઓ – રમેશ પારેખ

સોનલને ચાહવાની ઋતુઓ કેટલી?
એમ પૂછે કોઇ તો જવાબ એનો : સાઠ !
કેમકે આંગળીઓના કુલ વેઢા સાઠ,
દોરી જેવા સીધાસાદા મનની આ ગાંઠ !

એક જ દિવસની માલીપા ઉન્મુખ
સાઠેસાઠ રીતે એને ચાહવાનું સુખ…

સાઠ રીતમાંથી એકે ગમે નહિ એને
એની બાત બોલો, જઇ જઇ કરું કેને?

એને સાઠે રીત ના ગમે તે મને ગમે
એને ગમે રૂઠી જવું તે ય મને ગમે
એના હોઠે ઝીણુંઝીણું જૂઠાણું યે ગમે
એના હોઠે ઝીણુંઝીણું ઉખાણું યે ગમે

એના સાઠેસાઠ વેઢે મારો અસ્વીકાર
એનો મારા સાઠેસાઠ વેઢે અંગીકાર !

ક્યારેક તો પડશે એને મારામાં રસ
એ જ ભરોસાથી એને ચાહ્યા કરું, બસ
ચાહતો રહીશ એને વરસોવરસ,
વરસોનાં ય વરસ, વરસોવરસ…

– રમેશ પારેખ

9 replies on “સોનલને ચાહવાની ઋતુઓ – રમેશ પારેખ”

 1. chandrika says:

  beautiful
  does the 60(sath) here mean the togetherness with Sonal- of 60 years or 60 years-Her age.

 2. Baarin says:

  કૉઈ ને ચાહ્વવા નિ વાત કદાચ આટલી સરસ રીતે ફક્ત રમેશ પારેખ જ લખિ શકે ખુબ સુન્દર

 3. Vatsal Mehta says:

  રમેશ પારેખના ઢગલો કાવ્યોની સરખામણીએ આ રચના ચોક્ક્સ નબળી લાગે.
  ‘ધીમે ધીમે ઢાળ ઉતરતી ટેકરીઓની સાખે’ એ ખરેખર સરસ કવિતા છે.

  મોટા કવિઓની બધી જ રચનાઓ સામાન્ય લોકોને સમજાય એવું જરૂરી નથી.

  અવિનાશ વ્યાસ, તુષાર શુક્લ, સુરેશ દલાલ જેવા સમાન્ય લોકો માટે લખતા કવિઓની સામે રમેશ પારેખ અને રાજેન્દ્ર શુક્લ બહુ અઘરા કવિઓ લાગે.

 4. M.D.Gandhi, U.S.A. says:

  સારી કવિતા છે.

 5. Naimesh Bhatt says:

  Very good,
  Rameshbhai is my one of the favorite

 6. રમેશ ની આ કવિતા ભાઈ મને તો ખુબ ગમી.જેને તમે મન ભરીને ચાહતા હો તેને મળવાની ઋતુ ની વાત બડી માર્મિક લાગી.સાઠ સાઠ ઋતુઓ ની મોસમ રમેશ જ લાવી શકે.આફ્રિન્.

 7. કોઇ ને ચાહવુ કે ના ચાહવુ આપણા હાથ નિ વાત છે ……જેમ કે પુછિ ને થાય નહિ પ્રેમ…..

 8. prshah. says:

  બહુજ સરસ ગિત .
  અભાર્.

 9. kc says:

  …રમેશ પારેખ. છ અક્ષરનું નામ. પર્વત પરથી પડતા ઝરણાની જેમ આ કાવ્ય સરળ રીતે તો ક્યારેક તોફાની થૈને વહે છે. ઘણા સમય પહેલાં આ બધાંજ કાવ્યો વાંચેલાં… ફરી ફરી આપણને વધુ ને વધુ રોમાંટિક કરી મૂકે છે. સરળ પણ ખરું અને તોફાની પણ… ગમવાની પણ અભિવ્યક્તિ અને ફરિયાદનો પણ સૂર્.. … હા પણ અમને…. રમેશની કવિતાના ભાવકોને તો કોઇ ફરિયાદ નથી. અમ્ને તો રમેશ અને સોનલ ની વાત ગમે છે.

  – કે.સી. રાઠોડ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *