ઊંટ – દલપતરામ

ઊંટ કહે: આ સભામાં, વાંકાં અંગવાળાં ભૂંડા;
ભૂતળમાં પક્ષીઓ ને પશુઓ અપાર છે;

બગલાની ડોક વાંકી, પોપટની ચાંચ વાંકી;
કૂતરાની પૂછ્ડીનો, વાંકો વિસ્તાર છે.

વારણની સૂંઢ વાંકી, વાઘના છે નખ વાંકા;
ભેંસને તો શિર વાંકાં, શિંગડાનો ભાર છે.

સાંભળી શિયાળ બોલ્યું, દાખે દલપતરામ;
“અન્યનું તો એક વાંકું, આપનાં અઢાર છે ”

– દલપતરામ

(આભાર : પ્રભાતના પુષ્પો)

42 replies on “ઊંટ – દલપતરામ”

  1. આ કાવ્યમાં વર્ણિત ઊંટ ના અઢાર વાંકા અંગો કોઈને યાદ છ?—-
    ૧, ઊંટ ના હોઠ વાંકા,
    ૨. ઊંટ ની ચાલ વાંકી,
    ૩. ઊંટ ની ડોક વાંકી,
    ૪. ઊંટ ના પીઠ વાંકી,
    ૫. ઊંટ ના કાન વાંકા,
    ૬. ઊંટ નું નામ વાંકુ,

  2. I was reading this poem yesterday in a religious book was thinking why no one has made some addition to this famous poem ? we can keep our ” વારસો” live. Thanks a lot !

    • ઉમ્ર ઝાયા કર દી લોગોને, ઔરોં કે વજૂદ કા નુક્સ નિકાલતેં નિકાલતેં,
      ઇતના ખુદ કો તારાશા હોતા, તો ફરીશ્તે બન જાતે

  3. હુ ધોરણ 5-6મા ભણતો ત્યારે આ કવિતા આવતી
    આ કવિતા આજે પણ મને યાદ છે
    વાચી બહુ મજા આવી ગઈ છે
    નાનપણ ની યાદ આવી જાય છે

  4. Realy aa kavita nanpan ma bahu j gamti pan eni arth samjata na hata etale eno anand ane apna jivan ek agatya no updesg api jati hati aa kavita. Chhatay haji modu nathi thayu aje pan samji jai ne bija dosh jova karta apna potana dosh jova joia. Ek saras sutra gadi pachhad lakhel hatu ke Tu taru kar ne. Astu. Jay shrre swaminarayan. From Nairobi. Kenya

  5. વિ દલપતરામ ના દરેક કાવ્યો મને ખુબજ ગમે ચ્હે,આજ ટહુકો મ જોયુ તો મજા આવિ ગઈ.!

  6. આભાર આપનો,

    દલપતરામને ભણાવવાનો હતો એટલે આ કાવ્યમેં સંદર્ભ સાહિત્ય તરીકે ઉપયોગ લઇ શક્યો…

  7. જ્યશ્રિ બેન. ક્વિ શ્રિ દલપતરામ ના કાવ્યો શાળા ના દિવસોનિ યાદ તાજિ કરાવિ દેછે.નિશાળ મા આ કાવ્યો મો્ઢે યાદ કર્તાહ્તા દરેક કાવ્ય મા સમજ્વા જેવિ વાતો હતિ આવા કાવ્યો આપતા રહેશો એવિ વિનતિ છ.ખુબ ખુબ આભાર. મારિ શુભેછા અને સદ્ભભાવ્ના સ્વિકાર્જો.ટહુકો આવિ સર્સ ક્વિતાથિ દિપિ રહ્યો છે.બિજિ એક વિનતિ કે શ્રિખબદાર ના કાવ્યો પ્ણ શક્ય હોયતો જરુર રજુ કરશોજિ.

  8. આજના સમય અને લોકો માટે પણ એટલુંજ સાચું છે. આપને બીજાની તરફ આંગળી કરતાં પહેલાં આપણી તરફ એક વખત ચોક્કસ જોવું જોઈએ.

  9. જયશ્રી બહેન ,
    કવિ દલપતરામ ને આજે આટલા વર્ષો પછી વાંચી ખુબજ આનંદ થયો –મને સમજાતું નથી કે આપણ ને સહુ ને ગુજરાતી ભાષા ને જીવાડવી છે પરંતુ શરમ આવે છે.
    આવું શામાટે ? નાના દેશો માં જાવ તો તમને એ લોકો નો પોતાની ભાષા માટે નો લગાવ જરૂર જોવા મળે… મને જી મેલ ગમે છે કારણ કે મને ગુજરાતી માં
    લખવા મળે છે …મારા દરેક ગુજરાતી પ્રેમી મિત્રો ને જી મેલ માં ખાતું ખોલવાનું સુચન કરું છું ..–અચ્યુત મેહતા ..૨૩/૦૯/૨૦૧૧

  10. ક્વિ દલ્પત્ રામ ના ક્વ્યો રમુજ્ સાથે સરશ સિખામ્ન આપે ચ્હે નાન્પ્ન્મા આમાથિ સારો બોધ પાથ મલ્તોહતો આજે વર્સો બાદ ફ્રરિ એક્વખત આવા મઝના કાવ્યો વચ્વા મલ્તા મ્ને મઅરુ અ બઅલ પન ત્..અજુ થયુ .તહુકાને અભિનદ ન્ દલ્પત રામ સાદા યાદ ર્ હેસે

  11. cahi,
    ben Jayshree ane bhai shree Amit bhai ame hamesha tamone yaad kariye chhiye…ane karata raheshun..tame banne je rite am saune aanand aapo chho evi maza biji koi channel maa aavti nathi…savare ke sanje ke ratre…jyare laptop ne haath lagadiye tyare…tahuka maan shun aavyu hashe? enij amone curiocity thay ane jo kai pan na hoy to nirash thaijai ye…mate jarurthi moklo arvachin vadhare gamej game..ame juni kavita/geet/bhajan ke koi pan samagri tame banne pirso chho te achk maniyej bhale coment na kari hoy pan mani ne mahalvanu ke gangan vanu bhulayaj nahine!!vadhare shun lakhun?manma anek vichro aave pan lakhavanu taline man maj tamari banne sathe vaat kariye chhiye…”thodu lakhyu ghanu kari vaachjo….ane lakhta rahejo” jsk…aapno aabhar …RANJIT & INDIRA VED.

  12. કવિ દલપતરામ ના દરેક કાવ્યો મને ખુબજ ગમે ચ્હે,આજ ટહુકો મ જોયુ તો મજા આવિ ગઈ.

  13. hi jayshriben

    what a wonderful collection of old poems.
    hats-off to you.

    i recollect one similarly popular poem of my school-time which if u or some of old person like me can manage to forword to TAHUKO.

    the poem is like

    BHUMI NE BARAF NAA BHAVYA PAT PAATHARI
    UTTARE DHRUSHIRE CHAMAR DHOLE
    DIVYA MANTRO BHANI DAKSHINE DHRUV SADAA CHARAN DHOTO MAHAA SINDHU CHHOLE
    JAGAT BHAR MAA ATI UCHCH TUJ MUKUT PAR
    JHALHALE KRANTI HEEM GIRI SHIKHARNI
    AMIT MAHIMA VATI MAAT VANDU TANE
    BHARATI JAGAT KALYAN JANANI

    OZA ANTARIKSH

  14. THIS IS ONE POEM WHICH CANNOT EVER BE FORGOTTEN. IF WE ALL FOLLOW THIS POEM, WE WILL NEVER CRISIZE ANYBODY.
    THANKS JAYSHREEBEN.
    INCIDENTALLY, I COULD NOT PLAY THIS POEM AND THEREFORE COULD NOT LISTEN TO IT.
    REGDS
    SATISH KAZI

  15. સરળ ગુજરાતીમા ખૂબ જ સ્પષ્ટ વાત કવિ દલપતરામ કહે છે. બાળપણમા સમજાય ભલે થોડુ ઓછુ પણ યાદ રહી જાય વધુ. કમનસીબે આપણે ખરે વખતે જ ભુલીને ભૂલ કરીએ છીએ.

  16. આ કવિતા ભણવા મા આવતી હતી ખૂબ મજા પડતી હતી……..
    ગુજરાતી વ્યાકરણ નો એક અઘરો છન્દ છે….
    ‘મનહર’ માત્રા મેળ છન્દ છે..
    એક રીત નો ‘અગેય’ છન્દ છે..
    અહી કદાચ ‘સભા’ ને બદલે ‘સમા’ શબ્દ વાપર્યો છે.
    હુ ખોટો પણ હોઈ શકુ.

  17. In reference to poem and Kamleshbhai ‘s comment. reminds me
    perticular situation where one of the swami who was preachingand explaining Bhagwat. He mentioned that , God has crated animal four legs to walk and still they walk straight means they only hear other animals when they hungry. While huma has two legs and walks croocked regardles the situation. That eates to Kamleshbhai’s comment.

    Also, swami give funny story but sendingbut message. A man bought some very good pant material for very low price. He took it to tailor so he can hae good pat to wear. Tailer give the price in 100 to make the pant. Customer ask what if he wants short instead of pant, reply was just 10. Customer decided to go head. Tailer start taking measurement.When he came to measure length of he ask to customer how low you want to keep itply was upto my ankle.

  18. આજથી ૫૬ વરસ પહેલાં આ કવિતા ભણતાતાં ત્યારે એટલી બધી સમજ નહોતી પડતી, પણ અત્યારે જ્યારે પણ આવું થાય ત્યારે આ કવિતા ખાસ યાદ આવી જાય છે. આવી જુની કવિતામાં જે બોધ મળતો, એવો આજની કવિતામાં તો દેખાતો નથી.

  19. અઢા૨ કરતા વધુ વાન્કા શબ્દોમા દલપતરમભાઈએ સીધુ સત્ય સરસ સમજવ્યુ છે.

  20. હલ્લો જયશ્રી,નાનપણમાં ગુજરાતી ચોથા ધોરણના પાઠ્યપુસ્તકમા આ કાવ્ય ભણતા ત્યારે તેનો અર્થ અને મર્મ એટલો સમજતા ન હતા જેટલો આજે સમજાય છે અને ત્યારે જ આ કાવ્ય મૂકી પ્રસંશનીય કાર્ય બદલ ધન્યવાદ ખાસતો વાંકદેખા મનુષ્ય પર કટાક્ષ છે,તે સાથે એક વધુ કાવ્ય મુકવાની ફરમાઈશ કરું છું “અંધેરી નગરી ને ગંડુ રાજા” જે પણ કવિ દલપતરામનું જ કાવ્ય છે નાનપણની યાદ તાજી કરાવજે.

  21. Jayshree Ben …
    I dont know how do i thank you..but i just want to say that you are doing a really wonderful job abd i love your site..

    Childhood life is the most memorable in man’s whole life and i studied this poem in 4th std …
    nice one
    thank you…

  22. Jayshree ben,

    It would be great to have a PARVA of our poets of old times( Dalpatram, Akho, Premanad, etc.) they were so…. good and realistic….

  23. ખરેખર આ કાવ્ય એ તો મારા બાળપણ ની યાદ અપાવી દીધી, ખૂબ ખૂબ આભાર

  24. જયશ્રીબ્હેન,

    આહા! સહુને બાળપણની યાદ અપાવતી કવિતા!! પણ તેનુ સત્ય બધાને એકસરખુ લાગુ પડે છે.

  25. જય્શ્રેીબેન બલ્પન મા ગોખેલિ આ કવિતા હજિ પન એતલિજ યાદ ચ્હે અને ગમેચ્હે…અમે ખુબ ખુબ મજાક કરિને સરખ મિત્રોને પજવતા..આભાર્…જય્શ્રેીક્રિશ્ન…રન્જિત અને ઇન્દેીરા…

  26. “અન્યનું તો એક વાંકું, આપનાં અઢાર છે ”

    વર્ષો પહેલા ની, નાનપણ મા નિશાળમા શિખવેલી અને તે પણ પશુઓ ની વાત….મનુષ્ય સમજી જાય તો કોઇ પ્રશ્ન જ નહી….

    • ઉમ્ર ઝાયા કર દી લોગોને, ઔરોં કે વજૂદ કા નુક્સ નિકાલતેં નિકાલતેં,
      ઇતના ખુદ કો તારાશા હોતા, તો ફરીશ્તે બન જાતે.

Leave a Reply to Dinesh Cancel reply

Your email address will not be published. Required fields are marked *