ગઝલના ઘરમાં – આદિલ મન્સૂરી

ગઇકાલે શૂન્ય પાલનપુરીની ‘ગઝલ’ ઉપરની ગઝલ સાંભળી હતી… તો આજે આદિલ મન્સૂરી સાથે જઇએ ‘ગઝલના ઘરમાં..’

* * * * *

નિરાંત એવી અનુભવું છું ગઝલના ઘરમાં
કે શ્વાસ મુક્તિનાં લઈ શકું છું ગઝલનાં ઘરમાં

આ મૌન વચ્ચે જો શબ્દ કોઇ સરી પડે તો
હું એના પડઘાઓ સાંભળું છું ગઝલના ઘરમાં

આ મત્લા મક્તા રદીફને કાફિયાઓ વચ્ચે
હું ખુદથી વાતો કર્યા કરું છું ગઝલના ઘરમાં

તમારા ચહેરાનું નૂર જેમાં હજીએ ઝળકે
એ શેર હું ગણગણ્યા કરું છું ગઝલના ઘરમાં

આ જૂના લીંપણની પોપડીઓ ઉખડવા આવી
હું એને સરખી કર્યા કરું છું ગઝલના ઘરમાં

હું નામ કોઇનું ક્યાં લઉં છું કદીય ‘આદિલ’
સભાની આમન્યા જાળવું છું ગઝલના ઘરમાં

– આદિલ મન્સૂરી

8 replies on “ગઝલના ઘરમાં – આદિલ મન્સૂરી”

 1. જયશ્રીબેન,
  આદિલ મન્સૂરી,’ગઝલના ઘરમાં’ ગઝલ સારી લાગણી સભર લાગી. ગઝલના ઘરમાં ગળાબૂડ થઈ જઈ તેમના મનોભાવ સરસ વણેલા છે.
  ચન્દ્રકાંત લોઢવિયા.

 2. kanubhai Suchak says:

  આ જૂના લીંપણની પોપડીઓ ઉખડવા આવી
  હું એને સરખી કર્યા કરું છું ગઝલના ઘરમાં

  ઝંખના અને ઝુરાપાની વચ્ચે અટવાતા કવિની આ અભિવ્યક્તિ પ્રતિકોના માધ્યમથી સધાયેલ કવિત્વ હ્ર્દય સ્પર્શી બન્યું છે.

 3. Maheshchandra Naik says:

  ગઝલ થકી જ જીવવાનુ બળ પ્રાપ્ત થયુ હોય પછી જ આવી ગઝલ મળે, આભાર…………..

 4. M.D.Gandhi, U.S,A. says:

  સરસ ગઝલ છે.

 5. Girish Parikh says:

  આદિલની ગઝલોનો આનંદઃ ૩૮

  નિરાંત એવી અનુભવું છું ગઝલના ઘરમાં
  કે શ્વાસ મુક્તિના લઈ શકું છું ગઝલનાં ઘરમાં

  “ગઝલ થકી જ જીવવાનુ બળ પ્રાપ્ત થયુ હોય પછી જ આવી ગઝલ મળે.”
  –મહેશચંદ્ર નાયક

  ધરતીનો છેડો ઘર!

  ટહુકો.કોમ (લીંકઃ http://tahuko.com/?p=7597) પર આદિલજીની ઉપરના શેરથી શરૂ થતી ગઝલનું પઠન કરતાં લાગે છે કે આપણે ‘ગઝલના ઘર’માં આવ્યા અને એ આપણું જ ઘર છે.

  પણ આદિલજી ગઝલના શ્વાસ લઈ ખરેખર મુક્તિ માગે છે? એ તો એમને જ પૂછવું પડે. પણ નરસિંહ મહેતાની ક્ષમાયાચના કરીને લખું છું:

  ગઝલ પ્રેમીઓ મુક્તિ ન માગે જનમો જનમ અવતાર રે
  નિત મસ્તી નિત ગઝલ મહેફિલો ગઝલની સાથે પ્યાર રે!

  આદિલજીનો આ શેર યાદ આવે છેઃ (જુઓ “આદિલની ગઝલોનો આનંદઃ ૧૨”).

  જી, હા, આદિલ તો તખલ્લુસ માત્ર છે,
  નામ, ધંધો, ધર્મ ને જાતિ ગઝલ.

  બહારથી આવ્યા પછી પોતાના ઘરમાં પગ મૂકતાં જ આપણે કેવી નિરાંત અનુભવીએ છીએ એનું વર્ણન કરવા મારી પાસે શબ્દો નથી.આદિલજી જેવા મોટા ગજાના કવિ જ એ વર્ણન કરી શકે. અને એમણે એ કવિ કર્મ આ શેરમાં કર્યું લાગે છે.

  એ ગાય છે કે એમનું સાચું ઘર દીવાલો વાળું નથી, એ તો છે ‘ગઝલનું ઘર’.

  ગઝલના ઘરને કોઈ દિવાલો નથી. હવા જેમ સર્વત્ર છે અને સૌની છે એમ ગઝલના ઘરમાં રહેતી ગઝલના શ્વાસ પણ સૌ કોઈ લઈ શકે. નવું જીવન આપી શકે એ શ્વાસ.

  મને લાગે છે કે ગઝલના ઘરમાં નિરાંતના શ્વાસ લેતા આદિલજી આંગળી ચીંધ્યાનું પુન્ય કમાયા છે.

  તમે પણ એ પુન્ય કમાઈ શકો!

  ખાસ સૂચનાઃ બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોની લીંક તમે મોકલી શકો છો કે આપી શકો છો, પણ કોપી પેસ્ટ કરીને મોકલશો નહીં કે એમનો એ રીતે ઉપયોગ કરશો નહીં. મારાં અગાઉનાં લખાણોની લીંક મેળવવા girish116@yahoo.com સરનામે ઈ-મેઈલ મોકલો. સબ્જેક્ટ લાઈનમાં લખોઃ “આદિલની ગઝલોનો આનંદ”ની લીંક.

  (જનાબ આદિલ મન્સૂરી ૭૨ વર્ષ જીવ્યા હતા. (અલબત્ત એમનાં સર્જનો દ્વારા એ અમર છે). એમની દુઆઓથી, પ્રભુકૃપાથી, અને એમના ચાહકોની શુભેચ્છાઓથી “આદિલની ગઝલોનો આનંદ” શ્રેણીમાં પસંદ કરેલા એમના કુલ ૭૨ શેર વિષે લખવું છે. (૩૮ શેરો વિષે લખાઈ ગયું છે). જાન્યુઆરી ૩૧, ૨૦૧૦ સુધીમાં બધા શેરો વિષે લખી લેવાની ધારણા છે.
  અને આ લખનાર યોગ્ય ‘પ્રકાશકનું ઘર’ શોધી રહ્યો છે જે “આદિલની ગઝલોનો આનંદ”ને પુસ્તક રૂપે પ્રગટ કરી એને ઘર આપે. છાપેલા પુસ્તક ઉપરાંત પ્રકાશક એનું ઈ-બૂક તરીકે ઓછી કિંમતે વિતરણ કરી શકે. અને છાપેલા પુસ્તક અને ઈ-બૂક દ્વારા આદિલની ગઝલોના આનંદને વિશ્વના દરેક ગુજરાતીના ઘરમાં પહોંચાડે!)

  (આ શ્રેણી તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું.
  ઈ-મેઈલઃ girish116@yahoo.com. અલબત્ત બ્લોગો/વેબ સાઈટો પર પણ લખી શકો છો, અને મને એની કોપી જરૂર મોકલશો.)

  –ગિરીશ પરીખ, મોડેસ્ટો, કેલિફોર્નિયા, ડિસેમ્બર ૨૧, ૨૦૦૯
  The original words of Girish in this post: Copyright (c) 2009 by Girish Parikh.

 6. BHARAT DABHI says:

  JE VAT KAVI KADACH POTANA MUKHETHI KAHI NASAKHY HOT TE TEMNE GAZAL DARA CHOTDAR RITE VARNVI CHHE

  KALAM KYAREK DIL NI VAT KARAVANU MADHYAM BANI JAY CHHE
  TEVI PRTITI AHIYA THAY CHHE

  KHUB SARAS

 7. જૈમિન મક્વાણા- “બદનામ” says:

  આદીલ મન્સુરી એટ્લે અમારા જેવા લોકો ને પ્રેરણા આપનાર ગઝલ ના બાદશાહ.

 8. Indrajitsinh Kumpavat says:

  આદિલ સાહેબ માટે બહુ માન થાય છે ખરેખર્..

  બહુ મહાન માણસ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *