અલ્યા ધીંગા વરસાદ તારા નામ પર…..

આપણા ગુજરાત – મુંબઇમાં ચોમાસુ શરૂ થવાની તૈયારીમાં છે, અને કેટલીક જગ્યા તો વરસાદ એકાદ ડોકિયું પણ કરી ગયો છે. અને આ વરસાદની મોસમમાં આપણે વરસાદના ઘણા ગીતો સાંભળવાના છે, પણ આજે શરૂઆત થોડી સંકલિત પંક્તિઓથી.

આજ વાદળ એટલું વરસે તો બસ,
ચાર દશની ટ્રેન એ ચૂકે તો બસ.
– બાલુભાઇ પટેલ

પાણીના ટીપે ઘાસમાં જઇએ
ચાલ, કોઇ પ્રવાસમાં જઇએ
પહેલી વર્ષામાં એક થઇને પછી
ાટીના ભીના શ્વાસમાં જઇએ
– શોભિત દેસાઇ

ચાલ વરસાદની મોસમ છે વરસતા જઇએ
ઝાંઝવા હો કે દરિયાવ તરસતા જઇએ
– હરીન્દ્ર દવે

બંધ હોઠમાં સોળ વરસની કન્યા આળસ મરડે રે વરસાદ ભીંજવે
લીલોધમ્મર નાગ જીવને અનરાધારે કરડે રે વરસાદ ભીંજવે

અહીં આપણે બે અને વરસાદ ભીંજવે
મને ભીંજવે તું તને વરસાદ ભીંજવે
– રમેશ પારેખ

આજે નથી જાવું કોઇનાયે કામ પર
અલ્યા ધીંગા વરસાદ તારા નામ પર
– વેણીભાઇ પુરોહિત

————————-

અને હા…. આ મુંબઇના મેહુલાની મજા  પણ માણવા જેવી છે.

11 replies on “અલ્યા ધીંગા વરસાદ તારા નામ પર…..”

  1. મને પણ સ્ફુરેલુઁ આવુઁ એક વરસાદી ગીત અહીઁ મુકવાનુઁ મન થયુઁ
    ” વર્ષાની હેલી ”
    આજ ચઢી છે વર્ષાની હેલી ,
    હાલ્ય ને ભીઁજાઈએ મન મેલી
    ભીઁજાઈને વીઁટળાઈ જા થઈ તુઁ વેલી,
    ખોલી નાખને દિલની તુઁ ડેલી
    કામ બધા બીજા એક બાજુ ઠેલી,
    હાલ્ય ને થોડી રમત લઇએ ખેલી
    અરજ છે આ મારી પહેલ વહેલી
    એય, હાલ્ય ને થઇ જાઇએ ઘેલાઘેલી

  2. મુંબઈનો વરસાદ અને જુહુનો દરિયો. મારી મનગમતી જગ્યા છે. ભર વરસાદે મરીનલાઈન્સની પાળીએ ઉછળતા મોજામા ભીજાવુ મને ખુબ ગમે છે અને એટલે જ હું ને પ્રશાન્ત હ્યુસ્ટનમા વરસાદ પડતો હોય ત્યારે ગેલ્વેસ્ટન ના દરિયા કિનારે પહોંચી જઈએ છીએ.
    મારા કાવ્યની પણ બે પંક્તિ મુકવાનુ મન થાય છે.
    “મોસમ”
    ધરતી નભ બન્યા એકાકાર,ગરજંતા એ મેઘ-મલ્હારે,
    સખા થઈ એકાકાર બસ તુ ને હું આ વરસાદી મોસમે,
    ચાલ ને મનભર વરસતા જઈએ.
    વધુ વાંચવા મારા http://www.smunshaw.wordpress.com પર જવા અનુરોધ.

  3. *
    પહેલો વરસાદ એટલે
    પ્રીતમની યાદને
    પળના પાનેતરમાં
    માણવાનો પ્રસંગ!
    *

  4. હજી પહેલો વરસાદ થયો ન થયો, ત્યાં તો
    જયશ્રીબેને બધાને ભીંજવી દીધા. સુંદર પંક્તિઓ મૂકી છે!
    એક-બે પંક્તિ મૂકવાનું મન થાય છેઃ
    *
    મન કરે પલળવા, પલળીએ
    પહેલા વરસાદની ક્યાં રાહ જોઈએ,
    ચાલ વાદળમાં જઈ પલળીએ.
    *
    આવ્યો પહેલો વરસાદ, ને
    તડકાએ કર્યા ખાબોચિયા ખાલી.
    *
    આભાર

  5. ઉપરની પંકિતઓ વાંચીને અહિ લાસ વેગાસમા વરસાદની યાદ આવી ગઈ. we don’t have rain here since last year. if it does not like india. it’s just 1/10 if inch. well thanks for posting that

  6. padey jo varsad to baheki jaoon chhu……

    pan
    padey jo var no saad to maheki jaoon chhu……joyu ne kalam pan bhinjai chhey……..

  7. બરસાતમે હમસે મિલે તુમ તુમ્સે મિલે હમ -૧
    મેઘા છાયે આધી રાત-૨
    પાની રે પાની-૩
    આવ રે વરસાદ ઘેબરિયો પરસાદ–એને તે કેમ ભુલાય
    મેઘા બરસો રે, બરસો રે, બરસો રે—-
    વરસાદ ભીજવીયે—
    અબ કે સાવન બરસે—-
    મોસમ ના પહેલ ફોરા-
    આપ સહુને ભીજવે !!!!!!!

  8. આજે તો અહીં CHICAGO મા પણ વરસાદ નુ આગમન થઈ
    ગયુ છે.

    ઘટાટૉપ આકાશ ને વરસે છે અમરત,
    લો ધરતીના આખરે પુરા થયા વ્રત,
    રિમઝિમ છે હૈયે નવા ગીત મસ્ત,
    બહુ રાહ જોઇ પ્રિયે , તું હવે આવ તરત……..

    આભ અને ધરા નુ આજે મિલન…………………

  9. બે દિવસ્થી અહીં લોન્ગ આઈલન્ડમા પણ મેહુલો વરસ્યો છે
    આપણે બાલમંદિરર્મા ગેીત ગાતા તે યાદ આવિ ગયુ..

    તારે મેહુલિયે કરવા તોફાન, અમારા લોકોના જાયે છે જાન
    વરસેને વરસે તુ મુશળધાર કેમ કરી મારે જાવુ નિશાળ
    ચંપલ મારી છબ્છબ થાય ધોયેલી લેંઘી મેલી થાય

  10. વાહ !! મન તરાબોળ કરી દીધૂં.
    Also reminds of :
    પહેલા વરસાદ નો છાંટો મને વાગ્યો હું પટો બંધાવવાહાલી રે…
    ઘનઘોર જ્યારે ચહું ઓર મારુ મન મોર બની થનગાટ કરે…,
    કાન માં પવન થૈ ને ચલ્યો …હે આવે મેહુલિયો રે….,
    રિમઝિમ રિમ વરસે ….મારું મન ગુન્જે ઝંકાર……
    અશાઢ્ ઉચારમ્ મેઘ મલ્હારમ બનિ બહારમ્ જલ ધારમ્…
    Welcome to the rains.
    Amit Trivedi

Leave a Reply to Pravin Shah Cancel reply

Your email address will not be published. Required fields are marked *