કવિતા – વિવેક મનહર ટેલર

આજે વિવેકની એક કવિતા – એના જ બ્લોગ પરથી – એણે જ મુકેલા ફોટા સાથે… In short – Copy & Paste 🙂

P1011353
(કોરતું ને કોરાતું એકાંત….                        …..જુલાઈ, ૨૦૦૮)

*

તારા જવાથી
હું ઉદાસ તો હતો જ.
દુઃખીય ખરો.
અચાનક જ
ઉંમરનો થાક પણ વર્તાવા માંડ્યો.
માથા પર સ્થિર થઈ ગયેલા
પ્લાસ્ટર ઑફ પેરિસના આકાશમાં
આંખ
રાત આખી તારાઓ ગણતી થઈ ગઈ
અને કદી સ્વીચ-ઑફ ન કરી શકાય
એવી ટ્યુબલાઇટ સમી તારી યાદ ત્યાં સળગ્યા કરે છે….
આવામાં
વિરહવ્યાકુળ કવિ
કવિતા ન કરે તે કેમ ચાલે ?
હુંય બઠો એક કાગળ લઈને.

કોરા કાગળમાં થઈને
કેલેંડરના પાનાંના પાનાં
પસાર થઈ ગયા
પણ
તારા નામથી આગળ
કદી વધી જ નહીં મારી કવિતા…!

-વિવેક મનહર ટેલર
(૧૮-૦૮-૨૦૦૮)

10 replies on “કવિતા – વિવેક મનહર ટેલર”

  1. માથા પર સ્થિર થઈ ગયેલા
    પ્લાસ્ટર ઑફ પેરિસના આકાશમાં
    આંખ
    પ્રતિકાત્મક વ્યંજનાથી સધાતું લાઘવ કવિ પ્રતિભાને ઉજાગર કરે છે. સુંદર રચના.

  2. એકલતાની વાત ભીડમા રહીને કવિ જ કરી શકે, ડો. વિવેક્ભઈને અભિનદન અને આપનો આભાર….

  3. DearAmitbhai, Jayshreeben,

    It is Fentastic Poem written by વિવેક મનહર ટેલર. I likes very much. Poet has shown his feelings and his lamentation for the seperation of his beloved.

    We must appreciate hios real Love for his Sweet Heart.

    Congratulations to Poet for this poem.
    ———————————————————–
    Jayshreeben, Thank you for sending this Poem in Tahuko. com

    From Shrenik R. Dalal

    Shrenu….. ( Writer of Book ‘ Kalam Uthave Awaz ‘)

Leave a Reply to Shrenik R. Dalal Cancel reply

Your email address will not be published. Required fields are marked *