થોડુ મારા વિશે…- કવિ રાવલ

થોડુ તારા વિશે થોડુ મારા વિશે
એમ પૂછે બધા બે કિનારા વિશે

તો’ય અંદાજ પામી શકે કેમ પણ ?
આપણી મધ્યમાં વ્હેલ ધારા વિશે..

હેંસિયત ને વજુદના સવાલો બધા..
ખુદ કરેલા હતા મેં જ મારા વિશે

પ્રેમનો કોઈ પણ પ્રશ્ન નહિ પૂછતા –
માત્ર પૂછો સઘનતા સહારા વિશે

પૂછજો બસ તમે એમ કૈં યાદ છે ?
એક રાતે ખરેલા સિતારા વિશે..

એકલી સાંજના ડૂબવાને ખબર..
આંસુઓ આ હશે કેમ ખારા વિશે

-કવિ રાવલ

14 replies on “થોડુ મારા વિશે…- કવિ રાવલ”

  1. તો’ય અંદાજ પામી શકે કેમ પણ ?
    આપણી મધ્યમાં વ્હેલ ધારા વિશે..

    “વ્હેલ” કદાચ “વહેલ” હોવુ જોઈઍ જયશ્રી.

    Nice poetry.

  2. આ ગીત કવિ ના પોતાના બ્લોગ પર બહુ પહેલા પ્રસીદ્ધ થયેલ છે.

  3. સારી ગઝલ
    પણ કીર્તિકાન્તભાઈએ કહ્યું એની સાથે તો હું પણ સંમત છું
    કવિ માટે એ ફેરફાર નજીવી ‘તસ્દી’થી ક્યૉર થઈ શકે છે એ ય હું જાણું છું !

  4. થોડુ તારા વિશે થોડુ મારા વિશે
    એમ પૂછે બધા બે કિનારા વિશે
    કવિ રાવલની સુંદર રચના.. તેમના વિષેની માહિતી અને તેમની બીજી ગઝલોનો પરિચય પણ કરાવશો..
    Thanks ayshree

  5. ગઝલ સારી છે. આખરી શેરનો ભાવ તો તરત સમજાય છે પણ વાક્ય રચના (ખારા વિશે) બદલવી જોઈએ.

  6. દરેકે દરેક શેર ખુબજ સરસ અને બળુકા..
    મઝા આવેી ગઈ

Leave a Reply to Kinjal MAkwana Cancel reply

Your email address will not be published. Required fields are marked *