ઝીણા ઝરમર વરસે મેહ – ન્હાનાલાલ કવિ

સ્વર : નિશા ઉપાધ્યાય ; સંગીત : રિષભ Group

.

ઝીણા ઝરમર વરસે મેહ,
ભીંજે મારી ચૂંદલડી :
એવો નીતરે કૌમારનો નેહ,
ભીંજે મારી ચૂંદલડી.

આજે ઝમે ને ઝરે ચન્દ્રની ચન્દ્રિકા,
ભીંજે રસિક કોઈ બાલા રે :
ભીંજે સખી, ભીંજે શરદ અલબેલડી,
ભીંજે મારા હૈયાની માલા;
હો! ભીંજે મારી ચૂંદલડી.

વનમાં પપૈયો પેલો પિયુ પિયુ બોલે,
ટહુકે મયૂર કેરી વેણાં રે :
ટમ ટમ ટમ ટમ વાદળી ટમકે,
ટમકે મારા નાથનાં નેણાં :
હો! ભીંજે મારી ચૂંદલડી.

આનન્દકન્દ ડોલે સુન્દરીનાં વૃન્દ ને
મીઠા મૃદંગ પડછાન્દા રે :
મન્દ મન્દ હેરે મીટડી મયંકની,
હેરો મારા મધુરસચન્દા!
હો! ભીંજે મારી ચૂંદલડી.

————-

રમેશ પુરોહિતના શબ્દોમાં આ કવિતાના આસ્વાદની એક ઝલક.

ગુજરાતી કવિતામાં ભાષાનું લાલિત્ય અને લાવણ્ય સદેહે મૂર્તિમંત થતું ફક્ત ન્હાનાલાલની કવિતામાં જોવા મળે છે.

ગીતની શરૂઆતમાં આષાઢી કે શ્રાવણની હેલીની વાત નથી. આ વાત છે ઝીણા ઝરમરિયા મેહની. ન્હાનાલાલની શબ્દસૂઝ અહીં કામે લાગે છે. ‘ઝીણા’ શબ્દથી સૂક્ષ્મતા પ્રત્યે ઇશારો છે. ઝરમર વરસાદમાં સાતત્યની વાત છે. ધીમે ધીમે એકધારા પડી રહેલા હળવાફૂલ વરસાદને ઝીણો ઝરમર વરસાદ કહી શકાય. મુશળધાર નથી અને સરવડાં પણ નથી. કાવ્યનાયિકા મુગ્ધા છે એ બતાવવા કૌમારના નેહની વાત કરાઇ છે. વાસ્તવમાં મુગ્ધા પોતે ભીતરથી પલળી રહી છે. ભીતરના ભીંજાવાની વાત પર આવરણ ઓઢાડીને કહે છે કે ભીંજે મ્હારી ચૂંદલડી. ભીંજાવાની વાત સહેતુક છે, કુંવારા સ્નેહની વાત છે.

( કવિ પરિચય )

13 replies on “ઝીણા ઝરમર વરસે મેહ – ન્હાનાલાલ કવિ”

  1. “Tahuko” have great collection of information about poets and their beautiful poems also. Very nice website indeed.

  2. hello…. mam
    i came to know about TAHUKO from radio interview few weeks ago….
    its so nice to see u r collection…. and thanks to u providing us such a large and beautiful collection….

    i think u r great mentors for all generation…
    thank a lot.

    hope will keep in touch.

  3. ઉનાળા માં સાંભળૉ તોય દિલ ને ટાઢક આપે એવુ ગીત છે….. વાહ ભૈ વાહ!!

  4. મેં તો આજે આ ગીત વાંચ્યું. બહુ સરસ છે.

  5. ….ભીંજે મારા હૈયાની માળા;
    હો! ભીંજે મારી ચૂંદલડી……
    ૧૯૬૨ ની સાલમાં, પ્રકાશ હાઈસ્કૂલમાં પાંચમા કે છઠ્ઠા ધોરણમાં,
    સંગીતના વિષયમાં આ ગીત શીખી છું.
    આવું સુંદર ગીત આપવા માટે,
    આભાર

  6. પડછંદ એટલે પડઘો. કદાચ બીજો અર્થ – મહાકાય
    મયંક – ચંદ્ર

  7. અમારા ગુજરાતી શિક્ષક કવિ ન્હાનાલાલને પ્રથમ સ્થાન આપતા.

    પડછાન્દા એટલે શું?

Leave a Reply to Abhay Mithani Cancel reply

Your email address will not be published. Required fields are marked *