નામ – અંકિત ત્રિવેદી

સ્વર – સંગીત : નયનેશ જાની

.

મારી હથેળીના દરિયામાં મે તો તરતું મુકેલ તારું નામ
શ્વાસોમાં ભરવાનો ગુલમ્હોરી રંગ હવે વેદનામાં ભળતો આરામ

હથેળી ના દરિયાને દર્પણ માનીને
તારા ચહેરાને શોધવા હું નીકળ્યો,
આંગળીથી ચીતરેલા અક્ષરને લાગ્યું કે
રોમરોમ તારામાં પીગળ્યો

દરિયો હથેળીનો ઘૂઘવે એવો કે જાણે લહેરોનો રેતમાં મુકામ
મારી હથેળીના દરિયામાં મે તો તરતું મુકેલ તારું નામ

મનગમતાં નામને ઉમર ના હોય
એ તો ગમે ત્યારે હાથ પર લખાય,
મોસમને જોઇને ફૂલના ખીલે
એના ખીલવાની મોસમ બદલાય

અંદરથી બદલાતી મોસમનાં સમ તારા હાથમાં છે મારી લગામ
મારી હથેળીના દરિયામાં મે તો તરતું મુકેલ તારું નામ.

– અંકિત ત્રિવેદી

(આભાર : અમીઝરણું)

26 replies on “નામ – અંકિત ત્રિવેદી”

  1. ankit bhai,hu tamane ghana varasathi janu chhu.tame,aashita ane limayeji je krishna bhaktina geeto ane teni tame aapeli comentry me sambhali chhe.aashitane me te jyare 6,7th monthes old hati tyarthi ane tena parents ne as my guru ane as my sah abhyasi tarike janu chhu.mane tamari aa rachana khub game chhe.tema premni utkata chhe.premane pamvani sahajata chhe.premnu madhurya chhe.ghani sundar rachana chhe.

  2. “મિરાજ” આલ્બમની કેસેટ હતી તે સાંભળી સાંભળીને ઘસાઈ ગઈ પછી બહુ શોધી પણ ક્યાંય મળતી ન હતી. તેમાંનું એક ગીત મળ્યું તે જાણે ખજાનો મળ્યો. ખુબ આભાર.

  3. આ ગઝલ મારિ અતિપ્રિય ગઝલ છે. નયનેશ સ્રર આભાર આટલી સુન્દર લખાએલી ગઝલને વધુ સુન્દર બનાવવા માટે.

  4. મારી હથેળીના દરિયામાં મે તો તરતું મુકેલ તારું નામ
    શ્વાસોમાં ભરવાનો ગુલમ્હોરી રંગ હવે વેદનામાં ભળતો આરામ…
    ..અંદરથી બદલાતી મોસમનાં સમ…!!!

    ..સુંદર ગીત!

  5. મનગમતાં નામને ઉમર ના હોય
    એ તો ગમે ત્યારે હાથ પર લખાય,
    મોસમને જોઇને ફૂલના ખીલે
    એના ખીલવાની મોસમ બદલાય…Beautiful!!!

  6. મનગમતાં નામને ઉમર ના હોય
    એ તો ગમે ત્યારે હાથ પર લખાય,
    મોસમને જોઇને ફૂલના ખીલે
    એના ખીલવાની મોસમ બદલાય

    લાજવાબ!!!!

  7. મારી હથેળીના દરિયામાં મે તો તરતું મુકેલ તારું નામ….
    અંકિત ત્રિવેદીની દરેક રચનામા અલગજ કલપ્ના શક્તિના દર્શન થાય છે..અભિનન્દન્

  8. મારુ પ્રિય ગિત…………………………………………
    I Like Very Much I Listen Every Day…………………………………………………..

  9. very good website-nayanesh jani and mehul surati both are very good.pl.let me know if know
    any cd from this guys-also i am planning to go to india-so i can buy cds of those album
    please let me know by e mail.thanks

  10. વેર્ય ગોૂદ સોન્ગ્.નયનેશ જનિ નુ કોઇ અલ્બુમ બહર પદ્યુ હોઇ તો જનવશો-મરિ હથેલિ ન દરિયમ મે તરતુ મુક્યુ તરુ નમ સર ગેીત ચ્હે
    મેહુલ સુરતિ નિ કોઇ અલ્બુમ બહર પદ્યુ હોઇ તો જનવશો

  11. સરસ ગીત અને સરસ ગાયકી, ગાયક શ્રી જાનીને અને કવિશ્રી અંકિતભાઈને અભિનદન……

  12. અંકિત ત્રિવેદી ની સુંદર રચના અને નૈનેજ જાની નો અદભૂત અવાજ અને સંગીત.

  13. મનગમતાં નામને ઉમર ના હોય
    એ તો ગમે ત્યારે હાથ પર લખાય,
    સુન્દર રચના

  14. Great musical composition! My congratulations to Nayanesh Jani for his use of sound of waves with this composition. Very innovative and novel idea! It keeps on playing in your mind long after the song is over. I wish there are more compositions of this type in Gujarati Sugam Sangeet! Wonderul and refreshing music!!!

    Dinesh O. Shah, Ph.D. Gainesville, FL, USA

  15. Excellent Composition. There is another song from Album Mijaj – of Naynesh Jani, which is also really good.
    It goes like this.
    તમે આકાશી સુરજ નો ઝળહળ અવતાર…
    Thank You Jayshreeben

Leave a Reply to Viren Patel Cancel reply

Your email address will not be published. Required fields are marked *