કવિતા ન કરવા વિશે કવિતા – જયંત પાઠક

લયસ્તરો.કોમ ને પાંચમી વર્ષગાંઠ પર આપણા બધા તરફથી ખૂબ ખૂબ.. ખોબલો ખોબલે… આકાશ ભરી પ્રિતે.. હ્રદયપૂર્વક શુભેચ્છાઓ અને અભિનંદન.. અને હા, લયસ્તરો પર birthday special – યાદગાર ગીતો શ્રેણી માણવાનું ભૂલશો નહીં.

કવિતા કરવાનું બંધ કરીએ તો શું થાય ?
સરવરો સુકાઈ જાય ?
નદીઓ વહેતી થંભી જાય ?
ડુંગરા ડોલી ઊઠે ?
ઘાસ ઊગતું બંધ થઈ જાય ?
પૃથ્વી પાતાળમાં ચંપાઈ જાય ?

ના, ના, એવું એવું તો ના થાય –
પણ… પછી
જળપરીઓ છાનીમાની
ઝીણાં પવનવસ્ત્રો ઉતારી
જલક્રીડા કરવા ના આવે;
ડુંગરા વાદળની પાંખો પહેરીને
ઊડી ના શકે;
ઘાસને આંસુના ફૂલ ના ફૂટે;
પૃથ્વી ગોળ ગોળ ફરે
પણ ઠેરની ઠેર રહે
અવકાશમાં;
આકાશ ભણી ઊચેં ના જાય.

કવિતા કરવાનું બંધ કરીએ તો
આમ, તો કશું ના થાય
– એટલે કે કશું થાય જ નહીં !

– જયંત પાઠક

કવિતા કરવા વિશે તો ઘણી કવિતાઓ રચાઈ છે પણ કવિતા ન કરવા વિશે તો આ એક કવિતા જોવામાં આવી છે ! કવિએ કવિતા ન હોય તો શું થાય એના વર્ણનમાં બહુ નાજુક રૂપકો વાપર્યા છે. (જલપરીના પવનવસ્ત્રોથી વધારે નાજુક શું હોઈ શકે ?!!) પણ કવિની ખરી ખૂબી તો અંતની ચોટમાં દેખાય છે. કવિતા વિના એક રીતે તો કશું જ થાય એ કેટલી સરસ રીતે – વિચારતા કરી મૂકે એવી રીતે – આવે છે એ કવિની સિદ્ધહસ્તતાની સાબિતી છે. – ધવલ શાહ
(આભાર : લયસ્તરો.કોમ)

19 replies on “કવિતા ન કરવા વિશે કવિતા – જયંત પાઠક”

  1. ક્યારેક અમુક કવિતા વાચતા એવુઁ લાગે કે-
    કલમ ને ઉર્મિઓ જન્મે અને સરજાયછે કવિતા
    શાહીમા સળવળે શબ્દો અને સરજાયછે કવિતા

    શું કહો છો?

    -હિતેષ પંડયા (ઉના)

  2. કવિતા કરવાનું બંધ કરીએ તો
    આમ, તો કશું ના થાય
    – એટલે કે કશું થાય જ નહીં !

    જવાબઃ ના, ના, એવું એવું તો ના થાય –
    પણ… પછી
    જળપરીઓ છાનીમાની
    ઝીણાં પવનવસ્ત્રો ઉતારી
    જલક્રીડા કરવા ના આવે;
    ડુંગરા વાદળની પાંખો પહેરીને
    ઊડી ના શકે;
    ઘાસને આંસુના ફૂલ ના ફૂટે;
    પૃથ્વી ગોળ ગોળ ફરે
    પણ ઠેરની ઠેર રહે
    અવકાશમાં;
    આકાશ ભણી ઊચેં ના જાય.
    વાહ !જયંત પાઠક કવિ સાહેબનો કોઈ જવાબ નહીં.

  3. રથમ તો પૂજ્ય જયંતભાઈ પાઠકને ગુરુવંદના.
    આ કૃતિ વાંચ્યા પછી મને મારી હાલોલની શાળામાં મેળવેલ તેમના સાન્નિધ્ય અને સ્નેહની અને તેમની પાસેથી મેળવેલ સૈક્ષણિક ક્ષણોની યાદ આવી ગઈ.
    તેઓ મારા વ્હાલા શિક્ષક અને પરમવર્ય ગુરુવર્ય પણ હતા. નમસ્કાર.

  4. કવિતા એટલે પવન,કવિતા એટલે જળ કવિતા વિના જીવન આખુ રણ

  5. Does anyone have the sahayri…Sambandh eva keva ke sacchva pade….I would really appreciate if anyone has it…Thanks Alka

  6. Namaste Jayashree ji,
    probalby first time writing in over here.
    I belong to an etnertainment field.
    Served BIG FM as an Radio Jockey (RJ) n now m with Radio Mirchi.
    But in the crowd of hip hope, jazz, rocking songs – lost myself in finding real gujarati literature.
    Fond of Gujarati peotries and appriciate your selfless efforts for our language and for our literature.
    Keep it up n fetch it to the top…
    all the best…

  7. Dear Amitbhai and Jayshreeben,

    I appreciate all the wordings with appropriate meaning in each line of this Poem. It is to be recorded as one of the Best Collection and good so far I have come accros. I congratulate the Poet Mr. JayantPathak.
    Jayshreeben, Please send these types of beautiful poems which will will last long in our mind for ever.

    From Shrenik R. Dalal, Fremont, CA, 94555. USA
    ( Writer of Book ‘ Kalam Uthave Awaz ‘)

  8. કવિતા કરવાનું બંધ કરીએ તો
    આમ, તો કશું ના થાય
    – એટલે કે કશું થાય જ નહીં !

    આ તો આપણને સૌને લાગુ પડતું !!!

    આવી તો કલ્પના પણ ના કરાય !

  9. Mari mangamti kavita aakhe aakhi tahuka rupe mali. Jayant Pathak ne dhanyavad ane Jayshreeben ne aa tahuko karva badal dhanyavad.

  10. કવિતાને જીવનભર જીવનાર કવિશ્રી જયંતભાઈ જ આપણને કવિતા અને જીવનની સરખામણી કરી બતાવી શકે….આભાર……

  11. કવિતા ન કરવાનું કહીને પણ કવિએ કવિતા તો કરીજ નાંખી, તેનો મતલબ એ થયો કે કંઈક થાય કે ન થાય તોય કવિતા તો કરવાનીજ. કવિતા વગર નજ ચાલે!
    સરસ અફલાતૂન કલ્પનાભરી કવિતા છે.

  12. જેમ સવિતાને ન સન્તડાય તેમ કવિ તો કેમ સન્તડાય? એટલે ખુદ કવિ જો ના છુપાવી શકાય તો પછી કવિતા તો કેમ કરી છુપાવી શકાય? માટેજ તેમણે ગાયુ છેકે ….

  13. in continuation of my comments please read(known or unknown) instead of (known of unknown) execuse me for the error

  14. The excellent and the real valuation of the poems. only the creators and the readers can know value. Creator may be Ainstein (poem as the world I see), may be Makrand Dave, may be Jayant pathak or may be any one else(known of unknown) all are worth of praise, if the words in the poems are found ALIVE and TALKING with readers.

  15. કવિતા ન કરવી-
    – એટલે કે કશું થાય જ નહીં !

    જેમણે જીવનપર્યંત કવિતાની આરાધના કરી હોય
    એ કવિ જ આમ કહી શકે.
    આભાર!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *