એવા સમે ખુદા તને પડકારવો હતો – અશોકપુરી ગોસ્વામી

દરિયો હતો, હોડી હતી, ને ખારવો હતો
એવા સમે ખુદા તને પડકારવો હતો.

એવા પ્રયાસમાં હું સતત જીતતો ગયો
જીતેલ દાવને ફરીથી હારવો હતો.

રણમાંય મજા થાત, ખામી આપણી હતી
રણને જ આપણે બગીચો ધારવો હતો

જીત્યાનો અર્થ હાર પણ ક્યારેક થાય છે,
એવી જ હારથી તને ઉગારવો હતો.

ઊંચકી શકું, એનાથી વધુ ભાર લૈ ફર્યો,
થોડોક ભાર, હે ગઝલ ! ઉતારવો હતો.

– અશોકપુરી ગોસ્વામી

14 replies on “એવા સમે ખુદા તને પડકારવો હતો – અશોકપુરી ગોસ્વામી”

 1. sudhir patel says:

  ઉત્તમ ગઝલનો મત્લા અને ત્રીજો શે’ર ખૂબ જ કાબિલે-દાદ છે!
  સુધીર પટેલ.

 2. ketan says:

  ખુબ સરસ રચ્ના ૬ આપનિ

 3. pragnaju says:

  દરિયો હતો, હોડી હતી, ને ખારવો હતો
  એવા સમે ખુદા તને પડકારવો હતો.
  મત્લાએ મારી નાંખ્યા
  મને ખબર છે ભારત જેવા પરમ આધ્યાત્મિક દેશમાં
  ઈશ્વરના અસ્તિત્વને પડકારવું અઘરૂં છે. …
  વાહ્

 4. ખુબ સરસ ગઝલ

  પોઝીટીવ વિચારો …..

 5. ધવલ says:

  દરિયો હતો, હોડી હતી, ને ખારવો હતો
  એવા સમે ખુદા તને પડકારવો હતો.

  – કુદરતના મૂળ તત્વોની લડતને તાદ્રશ કરતો અવિસ્મરણીય શેર.

 6. Swar Sanket says:

  ઊંચકી શકું, એનાથી વધુ ભાર લૈ ફર્યો,
  થોડોક ભાર, હે ગઝલ ! ઉતારવો હતો.

  આ ટહુકો,આ ગીત, ગઝલ, કાવ્યો, અને સગીત્ મને લાગે છે ત્યા સુધી આપણા બધા નો ભારજ ઉતારે છે.

 7. Kamlesh says:

  Himmat bhari rachana….

 8. Ashish makwana says:

  it is Great. i like very much.

 9. sunanda joshi says:

  a good poem

 10. M.D.Gandhi, U.S.A, says:

  સરસ ગઝલ છે.

 11. Maheshchandra Naik says:

  ઈશ્વરને પડકારવાની પણ હિંમત જોઈએને???, કવિશ્રી જ બતાવી શકે, એમને અભિનદન, સરસ ગઝલ,

 12. Ashokpuri says:

  સાવ સાદો દાખલો ખોટો થયો
  એક ડાઘો ભૂસતા મોટો થયો
  Thanks for all your comments. Though I am late but I became computer savvy only recently. You can communicate on ashokpuri47@gmail.com
  You are welcome

 13. ganpat parmar says:

  ખુદા તને પડકારવો હતો ……..ગઝલ ગમિ ,અશોકભઇને ધાગ્ધામામલ્યા હતા…

 14. sweety says:

  બહુજ સરસ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *