કમાલ કરે છે, એક ડોસી ડોસાને હજી વ્હાલ કરે છે..! – સુરેશ દલાલ

સ્વર : નીરજ પાઠક ; સંગીત : શ્યામલ – સૌમિલ મુન્શી

.

કમાલ કરે છે
એક ડોસી ડોસાને હજી વ્હાલ કરે છે.

ડોસો જાગે ત્યારે ચશ્માં આપે
અને બ્રશ ઉપર પેસ્ટને લગાડે,
લોકોનું કહેવું છે કે ડોસીને આમ કરી
ડોસાને શાને બગાડે ?

મસાલા ચા અને ગરમ ગરમ નાસ્તો
ડોસી ડોસાનો કેવો ખ્યાલ કરે છે?

નિયમ પ્રમાણે દવા આપેછે રોજ
અને રાખે છે ઝીણું ઝીણું ધ્યાન,
બન્નેનો સંબંધ તો એવો રહ્યો છે
જાણે તલવાર અને મ્યાન.

દરમ્યાનમાં બન્ને જણ મૂંગાં મૂંગાં
એકમેકને એવાં તો ન્યાલ કરે એ.

કાનમાં આપે એ એવાં ઈન્જેકશન
કે સિગરેટ શરાબ હવે છોડો,
ડોસો તો પોતાના તાનમાં જીવે
કયારેક વહેલો આવે કે ક્યારેક મોડો.

બન્નેની વચ્ચે વહે આછું સંગીત
પણ બહારથી ધાંધલધમાલ કરે છે.

ડોસો વાંચે અને ડોસીને મોતિયો
બન્ને જણ વચ્ચે આવો છે પ્રેમ,
લડે છે,ઝગડે છે,હસે છે, રડે છે,
જીવન તો જળની જેમ વહેતું જાય એમ.

દોસ્ત જેવી દીકરીની હાજરીમાં બન્ને જણ
ઘરની દિવાલને ગુલાલ કરે છે.

————-

25th May :
Happy Marriage Anniversary to the very special couple 🙂

98 replies on “કમાલ કરે છે, એક ડોસી ડોસાને હજી વ્હાલ કરે છે..! – સુરેશ દલાલ”

  1. વાહ …! ટહુકો.કોમ, વાહ સુરેશ દલાલ સાહેબ, એમાંય પાછુ નિરજ નો કંઠ, શ્યામલ – સૌમિલ મુન્શીનું સંગીત, ખરેખર, કમાલ કરેછે,..હું કેટલો સાંભડવામાં મોડો છું, ૨૦૦૭ ને આ ૨૦૧૦,,,,,

  2. ડૉશિ,ડૉશા ને બગાડૅ છે, તે કહેતા અથ્વા વિચારતા પહેલા,
    આ સાભળવુ જોઈયે.કેમ?
    જુવાનીંમા વહેચાયેલુ વ્હાલ ઉમરે ઉભરાય.
    ધીરિ બાપુડીયા અમ વીતી તમ વીતશે.

  3. આ ગેીત અમે સ્વરસેતુના કાર્યક્રમમા લાઇ માન્યુ હતુ,બહુજ મઝા આવિ !

  4. a beautiful song showing candle to to-day’s young couples who sail their boats right into storms and rocks to get ship wrecked.

  5. ખૂબ સરસ લખેલુઁ અને એના થી પણ સરસ ગાએલું અનોખૂં ગેીત . Regards and best wishes to jayshreeben.

  6. વાહ દ્લાલ સાહેબ ને કોટી કોટી નમન ,વ્હાલ નિ ના કોઇ ઉમર ના હોય તે આનુ નામ

  7. nice presentation.
    now doso wants extension in his job and dosi to wants extension in her job .
    they will miss this. !

  8. અરે કમાલ તો સુરેશ દલાલ કરે છે…
    કેવો મસ્ત પ્રાસ છે… ‘કમાલ’..’દલાલ ‘ Good yaar !!

  9. bahu saras lagyu..aa geet sambhalvani bahu maza aave che,main bahu time sambhlyu 6 aa geet.ane maru favourite thai gayu 6.aa geet sambhlt j amara bhavishya ma pahochi javanu man thay 6, ane thay 6 ke amaru future pan aatlu saras hoy.aa geet main bhavishya mate lakhi rakhyu 6…..thanks…

  10. કોને કિધુ કે “લાઈફ બિગિન્સ આફ્તર ૪૦” હકિકત મા તો “લાઈફ બિગિન્સ અફ્તર ૬૦/૭૦,,,,,,”

    સરસ ગિત ચ્હે “ઘદપન કોને મોક્લ્યુ રે,,,,,,,, નોતુ જોઈતુ ને શિદ આવિયુ રે…” તો આ ઉમર મા જ ખરેખર પ્રેમ નિ હુફ નિ જરુર ચ્હે.

    શૈલેશ જાનિ

  11. દોસ્ત જેવી દીકરીની હાજરીમાં બન્ને જણ
    ઘરની દિવાલને ગુલાલ કરે છે.
    why not dikaro. ?

  12. Thanks!
    Bhadra forced me to hear this song,
    caught my ears and asked me that what she is not doing for me? At the age of 74 what I have to say?

  13. ચુલબુલ ગીત ફરી ગુંજતુ કરવા બદલ આભાર.
    લોકોનું કહેવું છે કે ડોશી તો આમ કરી
    ડોશાને શાને બગાડે..?
    કવિ સુરેશ દલાલે વાસ્તવિકતા ને શબ્દોમાં ઢાળી સુંદર ગીત રચ્યું.

  14. NO SOUND!!??? BUT I FEEL THIS IS USUAL….AS SO MANY HAVE SAID THE SAME THING…CAN PLEASE DO SOMETHING!!???

  15. Not able to listen this song. I have tried several times. I am able to listen other songs. Please let me know, I would love to listen to this beautiful song.
    I am enjoying your site very much. Excellent job.

  16. એક એક્વિશ વર્શ ન યુવાન ને પન દોસો બન્વનિ ત્વરિત ઝન્ખ્ના જગાડે એવુ સુન્દર મઝા નુ ગિત્……………….
    અને ગિત પણ કમઆ.આ.આ.આ.આલ કરે

  17. વાહ, શુ ગીત લખ્યુ છે. સરસ કલ્પના છે. હેટ્સ ટુ સુરેશ દલાલ અને હેપી બથ્ડે ( ઓક્ટો, ૧૧ ).

    કમાલ કરે છે

  18. આભાર જયશ્રી, તારા પ્રેમનાં ટહુકા બદલ… આ જ ગીતને તું અમારી ષષ્ઠીપૂર્તિ પર પણ મૂકજે હોં! 😉

  19. KAMAL KARE CHE-aa geet sambhadi ne khub maja aavi.Thanks jayshree auntie for keeping such a nice and melodious song.

  20. કમાલ કરે છે
    એક ડોસી ડોસાને હજી વ્હાલ કરે છે…….
    ઘરની દિવાલને ગુલાલ કરે છે.

    સુંદર ગીત!

    Happy Marriage Anniversary to the very special couple

    આભાર.

  21. Aa….haa…ha ketli sunder vaat ! jene potana pati ne hruday thi prem karyo hoi tenu ghadpan aavu ja sunder hoi. Hu mara pati ne khub caahu chu.ane aa geet ma hu amara ja ghadpan nu pratibimb joi saku chu.so…..cute.Ha…ha….Bahu ja game tevi kruti che ane pachi shyamal – saumil na aavaj ma. kaik lakhvanu man thay che.
    “Dosi Dosa nu etlu dhyan rakhe che ke
    Bhagawan ne pan temno mahylo ek lage che”
    (Etlo badho prem ke ek ja aatma.dosa ne kai thai ne dosi ne feel thay. So…..cute.Bhagwan pan temne joi ne vichar kare ke aa banne ne chuta ja padva sakya nathi.aa janma ma pan nahi ane koi janma ma nahi. saras jodi saathe ja rakhvi padse.he ne?)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *