સમદર સભર સભર લહરાય ! – બાલમુકુંદ દવે

(સભર સભર લહરાય !……   Near Mendocino, CA..  Nov 08)

* * * * *

સમદર સભર સભર લહરાય !
બુંદ બુંદની સૂરત નિરાલી,
કોઇ રોવે, કોઇ ગાય :
સમદર સભર સભર લહરાય !

કોઇ રમે તેજની લકીર,
કોઇ ભમે ઓલિયો ફકીર,
લહર લહરની આવન જાવન
ભવ ભરનીંગળ થાય :
સમદર સભર સભર લહરાય !

કોઇ બુંદે પોઢ્યું ગગન,
કોઇ બુંદે ઓઢી અગન,
કોઇ મગન મસ્ત મતવાલું મરમી
મંદ મંદ મલકાય :
સમદર સભર સભર લહરાય !

બુંદ બુંદની સૂરત નિરાલી,
કોઇ રોવે,કોઇ ગાય :
સમદર સભર સભર લહરાય !

– બાલમુકુંદ દવે

6 replies on “સમદર સભર સભર લહરાય ! – બાલમુકુંદ દવે”

  1. આ સુંદર મજાનું ગીત છે.
    અમારો રાજય મા સમૂહગીત મા બીજો નંબર આવેલો

  2. સમદર સભર સભર લહરાય !

    સુંદર ગીત !
    સમદરની લહેરો જેવો સુંદર લય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *