ખુશ્બૂમાં ખીલેલા ફૂલ હતાં – -‘સૈફ’ પાલનપુરી

સ્વર : પુરુષોત્તમ ઉપાધ્યાય

khushboo

.

ટહુકો ફાઉન્ડેશનના સુર શબ્દની પાંખે કાર્યક્રમમાં અસીમ મહેતાના સ્વરમાં સાંભળો.

ખુશ્બૂમાં ખીલેલા ફૂલ હતાં ઊર્મિમાં ડૂબેલા જામ હતા,
શું આંસુનો ભૂતકાળ હતો – શું આંસુનાં પણ નામ હતાં.

થોડીક શિકાયત કરવી’તી થોડક ખુલાસા કરવા’તા,
ઓ મોત જરા રોકાઈ જતે – બેચાર મને પણ કામ હતાં.

હું ચાંદની રતે નીકળ્યો’તો ને મારી સફર ચર્ચાઈ ગઈ,
કંઈ મંઝિલ પણ મશહૂર હતી – કંઈ રસ્તા પણ બદનામ હતાં.

જીવનની સમી સાંજે મારે જખ્મોની યાદી જોવી’તી,
બહુ ઓછાં પાનાં જોઈ શક્યો બહુ અંગત અંગત નામ હતાં.

પેલા ખૂણે બેઠા છે એ “સૈફ” છે મિત્રો જાણો છો ?!
કેવો ચંચલ જીવ હતો ને કેવા રમતારામ હતા !

27 replies on “ખુશ્બૂમાં ખીલેલા ફૂલ હતાં – -‘સૈફ’ પાલનપુરી”

  1. લખવા માટે શબ્દૉ નથિ , ફક્ત સુર સાથે આન્સુ વાહવ્યા અને હળવૉ થયૉ……

  2. સૈફ પાલનપુરિ નિ રચના – મને પ્રિત કરવાનો મોકો મલ્યો તો ને તારા ઓ ગનવાનિ આદત પદિ તિ.

    આ ગેીત ના શબ્દો મલશે?

  3. Thanx for this beautiful site. one thing i would like to check, i m not able to fast forward or backward the song while playing it.

    so pl guide me regarding this.

    again thanks for this imvaluable gift…………

  4. હું ચાંદની રતે નીકળ્યો’તો ને મારી સફર ચર્ચાઈ ગઈ,
    કંઈ મંઝિલ પણ મશહૂર હતી – કંઈ રસ્તા પણ બદનામ હતાં……REALY HEART TOUCHING LINE BRO

  5. આ ગઝલ અમને ભનણવામા હતી…
    આજે આ સામ્ભળવાની ખૂબ જ મજા આવી…..
    thank you sooo much..

  6. ખુબ ખુબ આભાર, જયશ્રીબેન.
    ઘણા લાંબા સમયથી આ ગઝલ શોધી રહ્યો હતો, ને તમે તો થોડાક કલાકોમાં જ મને એ મેળવી આપી. અને એ પણ શ્રી પુરુષોતમભાઈના સુરો સાથે !
    જીવનની સમી સાંજે મારે જખ્મોની યાદી જોવી’તી…
    બહુ ઓછા પાના જોઇ શક્યો..બહુ અંગત અંગત નામ હતા…
    જીવનના સુર્યાસ્ત વખતનું સત્ય કેટલું ગહન છે !
    જયશ્રીબેન, ફરી એક વખત…ખુબ ખુબ આભાર !

  7. નમ્સ્તે ગુરુ અવા પુર્સોતમભાઇ,
    તમારુ સુગમ સગિત અમને ખુબજ પ્રિય અને સાભદવુ ગમેચે.

  8. salam pursottambhai. myself & my wife deeply imprest a super gazaland voice,we are hear more and more, u are one of the best in gujarati gazal again salam

  9. Hi.
    Salam to Purushottam Upadhyayji… A superb gazal and Voice that God would be proud to listen..My respect is deepening…
    May we hear more and more of This wondwrful,unique and celestial voice..

  10. જીવનની સમી સાંજે મારે જખ્મોની યાદી જોવી’તી,
    બહુ ઓછાં પાનાં જોઈ શક્યો બહુ અંગત અંગત નામ હતાં.
    જીવનનુ નક્કર સત્ય….

  11. જીવનની સમી સાંજે મારે જખ્મોની યાદી જોવી’તી,
    બહુ ઓછાં પાનાં જોઈ શક્યો બહુ અંગત અંગત નામ હતાં
    જીવનનુ નક્કર સત્ય…..

  12. શોભા જોષી ના અવાજ મા આ ગઝલ સાંભળી હતી શુ એ સંભળાવી શકો? આભાર

  13. વાહ જયશ્રી બેન, ઘણાં દિવસ થી આ ગઝલ શોધતો હતો.. આખરે અહીં આવી ને શોધ પુરી થઈ. આ જ ગઝલ ઝાઝી.કોમ પર જુદ રાગ મા પુરુષોત્તમ સાહેબ ના અવાજમાં છે. એ પણ સાંભળી જોજો. .. આભાર…

    ભાવીન ગોહીલ
    અમદાવાદ

  14. હુ તો આ તહુકો મેલ્વિને ખુબ રાજિ થૈ ગૈ..
    જય્શ્રેી. થન્ક્સ્..

  15. Wow!!! Thanks a lot for placing my favourite Gazal and that too sung by the Great Purushottambhai!!

  16. tahuko have dhadkan bani chukyo chhey…roz saware em thaaye jaldi tahuka ni mulakat karu kyaank dhabkar chuki na jawaye……

  17. જીવનની સમી સાંજે મારે જખ્મોની યાદી જોવી’તી,
    બહુ ઓછાં પાનાં જોઈ શક્યો બહુ અંગત અંગત નામ હતાં.

    -આનાથી વધુ કંઈ જ ન લખ્યું હોત તોયે સૈફસાહેબ મહાકવિની પંગતમાં બિરાજી શક્યા હોત…

  18. “સૈફ” સાહેબની મને ગમતી ગઝલોમાંની આ ગઝલ છે. આમ તો ગઝલના લગભગ બધા શેર મને ગમે છે, પણ આ શેર અતિપ્રિય છે.

    જીવનની સમી સાંજે મારે જખ્મોની યાદી જોવી’તી,
    બહુ ઓછાં પાનાં જોઈ શક્યો બહુ અંગત અંગત નામ હતાં.

    ખબર નો’તી કે આ ગઝલ કોઈએ સ્વરબધ્ધ પણ કરી છે. એમાં પણ જો પુરુષોત્તમ ઉપાધ્યાયના કંઠે આ ગઝલ સાંભળવા મળે તો બીજુ શું જોઈએ?

Leave a Reply to jayesh upadhyaya Cancel reply

Your email address will not be published. Required fields are marked *