હોઠ મલકે તો મોટી મહેરબાની – હરીન્દ્ર દવે

હરીન્દ્ર દવેનું વધુ એક મધમીઠું ગીત… ખબર નહીં કેમ, પણ હરીન્દ્ર દવેના હસ્તાક્ષર જાણે સ્પષ્ટ વંચાઇ આવે છે આ ગીતમાં… અને સાથે જ એમના બીજા કેટલાય, આવા જ મધુરા ગીતોનું સ્મરણ થઇ આવે… જેવા કે.. માંડ રે મળી છે … , નેણ ના ઉલાળો તમે ઊભી બજાર, અમોને નજરું લાગી ! , રે મન, ચાલ મહોબ્બત કરીએ…

ચલો, હું આ મઝાનું ગીત લઇ આવી… તો તમે સ્વરકાર – ગાયિકાને ઓળખી બતાવશો? 🙂

સ્વર: આનતિ શાહ
સંગીત: માલવ દિવેટીઆ

* * * * *

.

હોઠ મલકે તો મોટી મહેરબાની
સાજન, થોડો મીઠો લાગે;
તારી સંગાથે પ્રેમનો અજાણ્યો
મુલક કયાંક દીઠો લાગે!

સંગાથે હોય ત્યારે અટવાતાં ચાલીએ
કે એકલાનો રાહ એકધારો,
મઝધારે મ્હાલવાનો મોકો મળ્યો, તો
ભલે આઘો ઠેલાય આ કિનારો!

મધમીઠો નેહ તારો માણું
સંસાર આ અજીઠો લાગે.

રાત આખી સૂતો કયાં સૂરજ, સવારે
એની આંખમાં ઉજાગરાની લાલી.
લથડીને ચાલતી આ ચંચલ હવાનો હાથ
ઊઘડેલા ફૂલે લીધો ઝાલી;

તારી આંખના ઉજાગરાનો
છલકાતો રંગ જો મજીઠો લાગે!

હોઠ મલકે તો મોટી મહેરબાની
સાજન, થોડો મીઠો લાગે;
તારી સંગાથે પ્રેમનો અજાણ્યો
મુલક કયાંક દીઠો લાગે!

– હરીન્દ્ર દવે

(આભાર : pyarikavita)

19 replies on “હોઠ મલકે તો મોટી મહેરબાની – હરીન્દ્ર દવે”

  1. આ ગ્ત રજુલ મ્હેત અએ ગયૌ ચે this song is sunged by Rajul Mehta. Another beautiful son sunged be her was Me to rangyo hato ene diladani sang.

  2. હરિન્દ્ર દવે માધુર્ય નાકવિ રહ્યા છે આ ગીત પણ મીઠાશ થી ભરપુર છે.

  3. સરસ મજાનુ ગીત…..

    ….કોઇને મન એ ભરમ, કોઇ મરમીના મનનું મિત,
    બે અક્ષર પણ ભર્યાભર્યા, પ્રિય, માણી એવી પ્રીત;…….

    પ્રેમ હોય અને સાજન મલકતો હોય તો બધુજ મલકતુ લાગે….

    .

  4. પ્રેમમાં તો એવું યે થાય છે, સાવ અણધાર્યું કોઈ ગમી જાય છે,
    પ્રેમમાં ના પડવાનું, ઉપડવાનું છે રે સખી, ઉડવાનું સંગાથે થાય છે;
    જયારે અણધાર્યું કોઈ ગમી જાય છે.

  5. હરીન્દ્ર દવે ખુબ જુના અને જાણીતા કવિ છે. મનૅ ઍમની કવિતા બહુ ગમૅ છે.આ કવિતા પણ અત્યન્ત સુન્દર છે.

  6. સરસ ગાયકી, સરસ શબ્દો, સરસ સ્વરાંકન, સરસ સંગીત, આનંદ થઈ ગયો…..

  7. આ ગીત “સંગીતસુધા” album no 8 માં આપેલું છે. મારી પાસે આ album છે અને મેં verify પણ કર્યું છે. ગાયક છે આનતિ શાહ અને સ્વરકાર છે માલવ દિવેટીઆ.

    સંગીતસુધા એ ક્ષેમુભાઈ દિવેટીઆએ બનાવેલું આઠ ભાગનું એક ખૂબ સરસ album છે; અને જેને ગુજરાતી સંગીત ગમે છે એણે એ વસાવવા જેવું છે. અમદાવાદમાં Gokul Raw-House, Near Shyamal Raw-House, satellite area માં માલવભાઈ પાસેથી એ મળી શકે.

  8. મારી ધારણા મુજબ

    સ્વરકારઃ નીનુભાઈ મજમુદાર
    ગાયિકાઃ મીનળ પટેલ

  9. Shri Harindra Dave ni kavita ane emno awaz mitho lage. Aaa geet vanchti vakhate jaane emne Sambhalto hou evu lagyu. Shri Vivek e lakheli lines to tarat yaad aavi.
    Jayshree, Mitha Mitha Abhinandan. Keep it up.
    Viren Patel,Mumbai.

  10. ખૂબ જ મીઠું ગીત…

    આ જ ઉઠાવવાળું હરીન્દ્રભાઈનું જ એક બીજું ગીત તરત જ સ્ફુરી ગયું…

    હોઠ હસે તો ફાગુન ગોરી, આંખ ઝરે તો શ્રાવણ,

    મોસમ મારી તું જ, કાલની મિથ્યા આવનજાવન…

Leave a Reply to Mehmood Cancel reply

Your email address will not be published. Required fields are marked *