એક ભવ ઓછો પડે … – મુસાફિર પાલનપુરી

યાદ કોઇની વીસરવા એક ભવ ઓછો પડે,
એ અગનજ્વાળાને ઠરવા એક ભવ ઓછો પડે

તું કે જેના હોઠ પર ફરિયાદ વિણ કંઇ પણ નથી,
ને મને નિ:શ્વાસ ભરવા એક ભવ ઓછો પડે.

રૂપ છે નમણી પ્રતિભા હાય ! કિન્તુ દબદબો !
ફૂલ પણ એકાદ ધરવા એક ભવ ઓછો પડે.

દૂર હરદમ દૂર ઓ મન ! ધર્મના ભેદો થકી,
એ વમળમાથી ઉગરવા એક ભવ ઓછો પડે.

આચમન એનું મળે તો પણ ‘મુસાફિર’ ધન્યતા,
આ ગઝલ-સિન્ધુને તરવા એક ભવ ઓછો પડે.

10 replies on “એક ભવ ઓછો પડે … – મુસાફિર પાલનપુરી”

 1. જય says:

  સાચે જ ઘણી વખત એવું લાગે છે કે જીવનનાં અસ્તિત્વ વિષે સમજવાં કદાચ અગણિત જન્મારાઓ લેવા પડશે.
  ‘માનવમન’, ‘માનવ’ અને ‘પ્રેમ’ આ બધાં ને સમજવાં આ એક જન્મારો કેવી રીતે ચાલે?

 2. તું કે જેના હોઠ પર ફરિયાદ વિણ કંઇ પણ નથી,
  ને મને નિ:શ્વાસ ભરવા એક ભવ ઓછો પડે.

  – જાણે કે મારી જ વાત ! 🙂

 3. sujata says:

  saahitya jagat na digggaj kalakaro ni rachnao vaanchva ne samajva aa janam adhuro rahessey…..

 4. swash sangini says:

  Yes,ek bhav occho pade.I like the title (only).Yes tari sathe rehva mate,tane samajava mate, tara sparsh ne manva mate,tari aankho thi aa duniya ne jova mate,tari patni thai ne tara balako ne khole leva mate……..aa ek bhav occho ja pade.

 5. Shah Pravin says:

  …….એક ભવ ઓછો પડે!
  દરેકના મનની વાત કહે છે.
  નફરત કોઇની મળે છે ક્ષણ વારમાં,
  પ્યાર કોઇનો પામવા એક ભવ ઓછો પડે!
  આભાર.

 6. Shah Pravin says:

  કવિ હોય પાલનપુરી,
  તો મળશે ગઝલ પૂરી.
  આભાર

 7. Shah Pravin says:

  તને શોધવામાં આ એક ભવ ઓછો પડશે,
  કાશ! તારા ઘરની સામે મારું ઘર હોત!
  આભાર

 8. avi gazalo sambhlvani bahu maza pade. musafie sahebne mara khub khub abhinandan. ane devdas amir sahebno pan bahu bahu abhar, sathe sathe purushottam upadhyay no pan khub khub abhar,kahevu pade shu saras gayu chhe! bnsi.

 9. dipti says:

  સાવ સાચી વાત કહેતી સચોટ રચના..

  યાદ કોઇની વીસરવા એક ભવ ઓછો પડે,
  એ અગનજ્વાળાને ઠરવા એક ભવ ઓછો પડે

 10. Mehmood says:

  યાદ કોઇની વીસરવા એક ભવ ઓછો પડે….

  PYAR SHABD NAHI JO KAHA JAYE JISM NAHI JO FANAA HO JAYE SAFAR NAHI JO MUKAAM PAYE YE WO EHSHAS HAI JISKE LIYE AGAR JIYA JAYE TO ZINDAGI KAM PAD JAYE …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *