લગ્નગીત 5 : નાણાંવટી રે સાજન બેઠું માંડવે

લયસ્તરો પર સપ્તપદી વિશેષ અઠવાડિયું ઉજવાઈ રહ્યું છે… અને એ જ ઉજવણીનાં ભાગરૂપે ઊર્મિસાગર.કૉમ પર પ્રસ્તુત છે, ફટાણાં સ્પેશ્યલ… અને અહીં ટહુકો પર માણીએ લગ્નગીતો સ્પેશ્યલ..!!

.

નાણાંવટી રે સાજન બેઠું માંડવે
લાખોપતિ રે સાજન બેઠું માંડવે

જેવા ભરી સભાના રાજા
એવા વરરાજાના દાદા
નાણાંવટી રે સાજન બેઠું માંડવે
લાખોપતિ રે સાજન બેઠું માંડવે

જેવી ફૂલડિયાંની વાડી
એવી વરરાજાની માડી
નાણાંવટી રે સાજન બેઠું માંડવે
લાખોપતિ રે સાજન બેઠું માંડવે

જેવા અતલસના તાકા
એવા વરરાજાના કાકા
નાણાંવટી રે સાજન બેઠું માંડવે
લાખોપતિ રે સાજન બેઠું માંડવે

જેવા હાર કેરા હીરા
એવા વરરાજાના વીરા
નાણાંવટી રે સાજન બેઠું માંડવે
લાખોપતિ રે સાજન બેઠું માંડવે

જેવી મેહુલિયાની હેલી
એવી વરરાજાની બેની
નાણાંવટી રે સાજન બેઠું માંડવે
લાખોપતિ રે સાજન બેઠું માંડવે

જેવા સરવર પાળે આંબા
એવા વરકન્યાના મામા
નાણાંવટી રે સાજન બેઠું માંડવે
લાખોપતિ રે સાજન બેઠું માંડવે

16 replies on “લગ્નગીત 5 : નાણાંવટી રે સાજન બેઠું માંડવે”

  1. ‘આવ્યા અવ્યા ચોઘદિયા
    આવિ જાન રે વર કન્આ અવો માન્ડવે’
    આ ગેીત હોય તો પુબ્લિશ કરશો જિ

  2. જાનમ મહાલ્યાનો આનન્દ મલ્યો. એક ગેીત ખુબ યાદ આવે ચે, સમ્ભલાવશો?

    મોર તારે સોનાનિ ચાન્ચ, મોર તારે રુપનિ પાન્ખ,
    સોનાનેી ચન્ચે મોરલો મોતેી ચરવા જાય્,
    મોર જાજે ઉગમને દેશ, મોર જાજે આથમને દેશ્…..

  3. Tamaro Tahuko Amara Kan Ma Satat Gunjya kare Chhe , Mare Ek Vidai Geet Levu Chhe -(Mahiyar Na Morliya Tane Dau Moti No Charo, Tahuki Ne Kahi Dyo Ke Kiyo Hashe Saybo Maro , Sasariyu Sona Ni Khhan) – Mahiyar Ni Maya

  4. આભાર. ખૂબ સુન્દર રીતે ગવાયેલુઁ ગીત. ચેતનભાઈનો અભિપ્રય સાચો છે. વરકન્યા ગાઈએ તો બ્ન્ને પક્શની બહેનો હોઁશ થી આ ગીત ગાઈ શકે.
    કલ્પના

  5. એક ભુલ જે મને લાગે – વરરાજા નિ જગ્યા એ વરક્ન્યા લખવુ જોઇએ

  6. I palyed this song my 38th Aniversery Today and we realy enjoyed the song and went 38 years behind to remember the day we got married

  7. મરે દિકરિ તો પરર્કિ થપન કહેવય્ ગિત જોઇએ ચે
    i want dikri to parki thapan kahevay song,please,mail me.

  8. ગમતું લગ્નગીત.
    (કોઈના પણ)લગ્નની વિડીયોમાં બૅકગ્રાઉન્ડમાં આ જ ગીત વાગે !!

  9. Thank you Jayashreeben. that was nice of u. I am enjoying each and every s Lagna geet. Shabdo. sur and taal no Anand Alag chhe aa Geetomaa.

  10. લગ્નની જાનમાં ચાલતા હોય એવો આનંદ અનુભવીએ છીએ…..

Leave a Reply to BB Cancel reply

Your email address will not be published. Required fields are marked *