લગ્નગીત ૬ : કરકર કંકણ ને વચ્ચે ચૂડી રે

લયસ્તરો પર સપ્તપદી વિશેષ અઠવાડિયું ઉજવાઈ રહ્યું છે… અને એ જ ઉજવણીનાં ભાગરૂપે ઊર્મિસાગર.કૉમ પર પ્રસ્તુત છે, ફટાણાં સ્પેશ્યલ… અને અહીં ટહુકો પર માણીએ લગ્નગીતો સ્પેશ્યલ..!!    :-)

.

કરકર કંકણ ને વચ્ચે ચૂડી રે
લાડા પાસે, લાડી દીસે છે રૂડી રે

કો’ને લાડી, એવડા તે શા તપ કીધા રે
——- ગોપીનાથ પૂજવા ને ગ્યા’તા રે
તેને તપે, આવા રૂડા સસરા પામ્યા રે

કો’ને લાડી, એવડા તે શા તપ કીધા રે
——- માંડવરાય પૂજવાને ગ્યા’તા રે
તેને તપે, આવા રૂડા સાસુ પામ્યા રે

કો’ને લાડી, એવડા તે શા તપ કીધા રે
વાંકાનેરમાં —— પૂજવા ને ગ્યા’તા રે
તેને તપે, આવા રૂડા જેઠ પામ્યા રે

કો’ને લાડી, એવડા તે શા તપ કીધા રે
પાલીતાણે આદીશ્વર પૂજવા ને ગ્યા’તા રે
તેને તપે, આવા રૂડા કંથ પામ્યા રે

કરકર કંકણ ને વચ્ચે ચૂડી રે
લાડા પાસે, લાડી દીસે છે રૂડી રે

12 replies on “લગ્નગીત ૬ : કરકર કંકણ ને વચ્ચે ચૂડી રે”

  1. … મઝા આવી સાંભળીને. લગ્ન ના માંડવા માં બેઠા હોઈએ એવી અનુભુતિ થઈ.

  2. લગ્નની મૌસમનો આનદ આવી ગયો, આભાર શ્રી જયશ્રીબેન,

  3. ખુબજ મઝા આવી સાંભળીને. માંડવા માં બેઠા હોઈએ એવી અનુભુતિ થઈ.વૈરાયટી આપવામાં ટહુંકો મેદાન મારી જાય છે. અભિનંદન તમને સૌને.
    “સાજ” મેવાડા

  4. ખૂબ જ સુન્દર લગ્નગીત અને તે સાથે સુન્દર વરઘોડયાની છબી-વરરાજા આશુતોષ ગોવારીકર છે?

  5. લગ્નગીત ૬ કરકર કંકણની ખાલી જગ્યા પૂરો…..

    ગડડામાં ગોપીનાથ પૂજવાને ગ્યા તા રે
    ( ગઢડા શબ્દને કદાચ લોકબોલીના ઢાળમાં ઢાળ્યો છે.)

    મૂળીમાં માંડવરાય પૂજવાને ગ્યા તા રે
    વાંકાનેરમાં જડેશ્વર પૂજવાને ગ્યા તા રે

    કાઠિયાવાડની તળપદી બોલીનો રણકો
    આ ફ્ટાણામાં સંભળાય છે.

  6. જીવન ની આપધાપી માં ક્યાંક મારા, તમારા અને આપણા સહુ માં વસેલો ઍક કલાકાર બેકસીટ પર જઈ બેઠો છે. ક્યાંક Radio પર વાગતા ગીત સાથે, ક્યાંક ટીવી પર “perform” કરતા “artist” સાથે અને વગર ચૂક્યે રવિવાર ના દિવસે ગેલ માં આવીને બાથરુમ માં…. આપણે સહુ, ઍ “કલાકાર” ને શ્વસીયે છીઍ…

    અવસર નો મૂળ હેતુ આપણા માંહ્યલા ઍ કલાકાર ને મોકળે મને મ્હાલ્વા દેવાનો છે…

    ”સ્વાન્ત: સુખાય” ઍટલે નિજાનંદ …..

    પોતાના મન માટે, પોતાના દ્વારા , પોતે જ અપાતો આનંદ… તે છે અવસર…”અવસર પરિવાર” એક એવો મેળાવડો છે કે જ્યા સહુ સાથે મળીને નિજાનંદ માણે છે… આપ સહુ ને અવસર ના આ વ્હાલ્સોયા પરિવાર મા જોડાવવા હાર્દિક આમંત્રણ…

    આભાર,

    અવસર પરિવાર

    Avsar Parivar is a group which works on basis of sheer enjoyment..AVSAR PARIVAR thrives to be a professionally manged …with no aim to go professional, avsar beleives to abstrain and stay away from all sort of financial or monetory activities…

    thanks,

    avsar parivar….

  7. Our Gujarathi Film Harun Arun got Special Prizes at Chicago International Children’s film Festival. 248 Films competing for the award.“The prize is given to a film which positively addresses (for children) difficult topics such as racism and prejudice; abuse and conservation of the planet; alternative dispute resolution (of individuals, organizations, and/or countries) or the exploration of any topic which brings children closer to understanding the global culture in which they function,” says the festival jury. Screening of Harun-Arun was very well received in Chicago with a full house attending it.

    Today’s Mumbai Times of India (Page 17)& Yesterday’s Times of India, Ahmedabad edition has carried big news about our film. I am sending a following link for your ready reference. This is important news coverage before release of our film in Gujarat.

    Regards,
    Hiten

  8. વાંકનેરમાં ગણેશ નહિ પરંતુ જડેશ્વર હોવું જોઇએ.

  9. ત્રણ ખુટતા શબ્દો
    ગઢડામાં
    મુળીમાં
    ગણેશ
    એમ છે.
    ગઢડા અને મુળી ગામના નામ છે. ત્યાં ગોપીનાથ અને માંડવરાયના સ્થાનકો આવેલ છે.

Leave a Reply to P A Mevada Cancel reply

Your email address will not be published. Required fields are marked *