મુક્તક – સુરેન ઠક્કર ‘મેહુલ’

જે મસ્તી હોય આંખોમાં સુરાલયમાં નથી હોતી
અમીરી કોઈ અંતરની મહાલયમાં નથી હોતી
શીતળતા પામવાને માનવી તું દોટ કાં મૂકે?
જે માની ગોદમાં છે એ હિમાલયમાં નથી હોતી

Muktak, suren thakkar mehul, tahuko.com – listen Gujarati music online

8 replies on “મુક્તક – સુરેન ઠક્કર ‘મેહુલ’”

  1. Can I get contact info for Mehul sir? I have been searching for him and if he visits NJ I would like to meet him in person. I am his student from Baal Bharati in Kandivali, Bombay.

  2. ચાર પંક્તિઓનું મુક્તક ચારસો પંક્તિઓ જેટલું સત્ય કહી જાય છે
    જે માની ગોદમાં છે…..

  3. મને રમેશ જોષીની એક પંક્તિ યાદ આવી જાય છે.

    પહેલા જ્યારે આંસુ આવતા ત્યારે,
    બા યાદ આવતી,
    ને આજે,
    બા યાદ આવે છે ને,
    આંસુ આવે છે…

    બીજી એવી જ એક માં ની મહત્તા દર્શાવતી પંક્તિ..

    લાખ-લાખ પરબોથી છીપાવી ના શકાય એવી તરસ મને લાગી,
    આજે મને મારી માં ને પીવાની અદમ્ય ઝંખનાઑ જાગી.

    જનની ની જોડ સખી નહી જડે ર લોલ્..
    વરસે ઘડીક વ્યોમ વાદળી રે લોલ્,
    માડી નો મેઘ બારેમાસ રે.. – જનની ની જોડ …

    કોઈ કવિએ સાચુ જ કહ્યું છે કે,
    માં તે માં, બીજા બધા વનવગડાના વા..

    જયશ્રીબેન, આપણે ટહુકો.કોમ પર ‘માં’ વિષે એક અલગ વિભાગ રાખીએ તો કેવુ રહે છે?

  4. સુંદર …

    શેખાદમ આબુવાલાની આ રચના તમને જરુર ગમશે –

    ચાંદની છે રેશમી
    રુપમા કઈ ના કમી
    સાન્ત્વન દે છે સદા
    વિરહીઓને મા સમી

    બીજુ એક ફિલ્મી ગીત

    હમને ઉસકો નહિ દેખા કભી
    પર ઉસકી જરુરત ક્યા હોગી
    અય મા તેરી સુરતસે અલગ
    ભગવાનકી સુરત ક્યા હોગી?!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *