લગ્નગીત ૪ : બહુ મીઠા વેવાણ રે પણ મીઠા વગરના

લયસ્તરો પર સપ્તપદી વિશેષ અઠવાડિયું ઉજવાઈ રહ્યું છે… અને એ જ ઉજવણીનાં ભાગરૂપે ઊર્મિસાગર.કૉમ પર પ્રસ્તુત છે, ફટાણાં સ્પેશ્યલ… અને અહીં ટહુકો પર માણીએ લગ્નગીતો સ્પેશ્યલ..!!    :-)

અને લગ્નગીતોનો એક ખાસ પ્રકાર – ફટાણાંની જરા મઝા લઇએ આજે..

.

બહુ મીઠા વેવાણ રે પણ મીઠા વગરના
હે સૌને ખોટી કરતા તાણ રે વેવાણ મીઠા વગરના

રૂપ એનું એવું કે કાળી અમાસ
અંગ એવા મહેકે ન આવે કોઇ પાસ
એ તો અમથા માંગે માન રે, વેવાણ મીઠા વગરના

તાડ જેવા ઉંચા ને નાકે છે બૂચા
એક આંખ બંધ તોયે ભારે છે લુચ્ચા
દાંત નહીં પણ ચાવે પાન રે, વેવાણ મીઠા વગરના

8 replies on “લગ્નગીત ૪ : બહુ મીઠા વેવાણ રે પણ મીઠા વગરના”

  1. Jayashreeben,
    Have to lagna man ava phatanan sambhalava kyan male chhe!
    Aa rite ‘ Tahuko’ ava phatanan sachavi ne khub sarun kam kare chee. Aabhar.
    Bansilal Dhruva

  2. મીંઠા ફટાણા ગમ્યાં.વેવાણ આ સાંભળીને સહેજે ગુસ્સે નથતાં,બલ્કે સામાં હસીને પોતાના સાથીઓને આ ફટાણાથી વધુ વેધક ફટાણા ગાવા ઉશ્કેરતા.
    સરસ .

Leave a Reply to indravadan g vyas Cancel reply

Your email address will not be published. Required fields are marked *