ઓધાજી, મારા વ્હાલાને વઢીને કે’જો જી… – ભગા ચારણ

બે વર્ષ પહેલા આપેલું આ દિવાળી બોનસ – આજે ફરીથી આપું તો વાંધો નથી ને? અરે !! એ જ ગીત પાછું આપીને હું કંઇ છટકવાની વાત નથી કરી રહી… ૨ વર્ષ પહેલા લતા મંગેશકર અને પ્રફૂલ દવેના અલગ અલગ સ્વરમાં સંભળાવેલું આ કૃષ્ણગીત – આજે ઇસ્માઇલ વાલેરા અને ઐશ્વર્યા મજમુદારના અવાજ સાથે ફરીથી એકવાર… અને નીચે લખેલી પ્રસ્તાવના પણ આજે તો એટલી સરસ લાગુ પડે છે કે એને પણ બદલવાની જરૂર નહીં પડે…! 🙂

આપ સૌને અમારા તરફથી દિવાળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ… (સાલ મુબારક કરવા માટે કાલે પાછા મળશું, હોં ને? )

સ્વર : ઐશ્વર્યા મજમુદાર

.

સ્વર : ઇસ્માઇલ વાલેરા

.

——————————————————-

Posted on November 8, 2007 (દિવાળી)

અચાનક કંઈક અણધાર્યો લાભ મળે ત્યારે હું ઘણીવાર એને ‘વગર દિવાળીનું બોનસ’ કહું છુ. તો આ દિવાળી આવી ત્યારે ટહુકોના મિત્રોને ‘દિવાળીનું બોનસ’ ના આપું એ ચાલે ?

કાલે નવું વર્ષ છે, એટલે નવા વર્ષની ભેટ તરીકે તો કંઇક લાવીશ.. ( મને હમણા સુધી કંઇ વિચાર આવ્યો નથી, પણ ૨૪ કલાકમાં કંઇક તો મળી જ જશે). પણ આજે દિવાળીના દિવસે આ મારુ ઘણું જ ગમતું કૃષ્ણગીત…!! લતા મંગેશકર અને પ્રફૂલ દવે ના અવાજમાં….

દિવાળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ…!!

radha.jpg

સ્વર : લતા મંગેશકર

.

સ્વર : પ્રફૂલ દવે

.

હે ઓધાજી મારા વ્હાલાને વઢીને કે’જો જી
હે મનાવી લેજો રે
હે ઓધાજી મારા વ્હાલાને વઢીને કે’જો જી
માને તો મનાવી લેજો જી

મથુરાના રાજા થ્યા છો
ગોવાળોને ભૂલી ગ્યા છો
માનીતી ને ભૂલી ગ્યા છો

એ ઓધાજી મારા વ્હાલાને વઢીને કે’જો જી
માને તો મનાવી લે’જો રે
મારા વ્હાલાને વઢીને કે’જો જી
એકવાર ગોકૂળ આવો
માતાજી ને મ્હોં લેખાવો
ગાયો ને હંભારી જાઓ રે

હે ઓધાજી મારા વ્હાલાને વઢીને કે’જો જી
માને તો મનાવી લેજો જી
મારા વ્હાલાને વઢીને કે’જો જી

વ્હાલાની મરજીમાં રહેશું
જે કહેશે તે લાવી દેશું
કુબજા ને પટરાણી કેશું રે

એ ઓધાજી મારા વ્હાલાને વઢીને કે’જો જી
માને તો મનાવી લે’જો રે
મારા વ્હાલાને વઢીને કે’જો જી

તમે છો ભક્તોના તારણ
એવી અમને હૈયા ધારણ
હે ગુણ ગાય ભગો ચારણ

એ ઓધવજી મારા વ્હાલાને વઢીને કે’જો જી
માને તો મનાવી લે’જો રે
મારા વ્હાલાને વઢીને કે’જો જી

સરખી સાહેલી સાથે
કાગળ લખ્યો મારા હાથે
વાંચ્યો નહીં મારા નાથે

એ ઓધવજી મારા વ્હાલાને વઢીને કે’જો રે
માને તો મનાવી લે’જો રે
મારા વ્હાલાને વઢીને કે’જો રે

મથુરાને મારગ જાતા
લૂંટી તમે માખણ ખાતા
તોડ્યા કેમ જુના નાતા રે

એ ઓધવજી મારા વ્હાલાને વઢીને કે’જો રે
માને તો મનાવી લે’જો રે
મારા વ્હાલાને વઢીને કે’જો રે

107 replies on “ઓધાજી, મારા વ્હાલાને વઢીને કે’જો જી… – ભગા ચારણ”

  1. ગિત અને શબ્દો જાદુ કરિ ગ્યા…don’t get more words for any commnets…thanks..

  2. ગુજ્રરાતિ ગિતો ખુબ ગમે . અદભુત અનોખો અનુભવ………..આભાર……..રાજ

  3. Respected Jayshreeben,Amitbhai and group of Tahuko.com,

    Some paras sung by Prafulbhai are different from the song posted, if possible, please post these paras and song seperately.

  4. દીદી…
    નૂતન વર્ષાભિનંદન…
    આ હ્રદય સ્પર્શી ગિત માટે ખૂબ ખૂબ આભાર…
    આ ગિત ના કવિ ભગા ચારણ વિષે જો કાંઇ પણ માહિતી હોય તો આપી આભરી કરશો.
    ઐશ્વર્યા મજમુદાર ના કંઠમાં જેટલી મિઠાશ છે તેટલુજ દર્દ છે..તેમને પણ ખૂબ ખૂબ ..ખૂબ ખૂબ અભિનંદન……..

  5. ચિ,મ્. જય્શ્રેીબેન અનઐઇ ભૈશ્રેી અમિત્ભાઇ ને. નુતન્ અમરિ તરફ્થિ દિપવલિ મુબરક અનેન્દન્ નુતન વર્શના વધમના..આમરિ એક વિનન્તિ ને….હરિશ્ભૈ ભત્ત ના..કન્થે…ગવએલુન શ્રેી..ક્રુશ્નગેીત્..ફુલ્..કહે..ભમરને..ભમરો..વાત્..વહે..ગુન્જનમન્..મા..માધવ્..ક્યાય્..નથિ..માધુબન્મા…જરુરથિ…સમ્ભદાવસોજિ….રન્જિત્.વેદ્.િન્દિરા.વેદ્.ના જૈશ્રેીક્રિશ્ન….

  6. Jaishreeben do you have this song of Praful dave?
    તારા વિના શ્યામ મને એક્લદ્દુ લાગે
    Chandrakant

  7. Jaishreeben
    Thank you for uploading these beutiful songs.
    Prafulbhai talked about you when he was here with me.
    He probably I think talked about me
    I am his friend and has almost all of his collection in MP3
    If you need anything let me know

  8. ખુ જ મજા આવી ગઈ. બધાને દિવાળીની શુભેચ્છાઓ અને નવું વરસ સુખમય નીવડો વ્રજેશ શાહ, લીમખેડા

  9. a populer pad of premlakshana bhakti..and as it is very common, many lines have been added to it.even a namaacharan of bhaga charan is replaced by some one in some version.” vhalani marajima reshu” and ” evi mune haiyadharan” can not be transleted..one more correction:matajine modhe thajo…means: malijajo..radhaji has not asked, even for one meeting!not in the entire pad.an all time great lyric..a SONAMAHORE wich will allways be in CHALAN. a UDHHAV GEETA in gujarati telling us about LOVE in our beloved mother toung.

  10. જયશ્રીબેન,

    દીપાવલી અને નવા વર્ષના અભિનન્દન.આજે બીગ બી,ભૂપીન્દર-આશાની ગઝલો અને ઓધાજી…ભજન ત્રણ સ્વરોમ સામ્ભળી મન ભરાઈ આવ્યુ. જાણે કે ગોપી આપણા મનની વાત કહે છે એમ લાગ્યુ.

    વીરેન્દ્ર-વેણુ

  11. અતિ સુંદર ગીત…..
    જયશ્રી +અમિતને તથા ટહુકો ના સર્વો મિત્રો ને
    દિવાળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ!

  12. જયશ્રીબેન તમને અને ટહુકોના સૌ મિત્રોને દિવાળી મુબારક અને સૌને નવું વરસ સુખમય નીવડે એવી અભ્યર્થના.

    આ ગીત પણ સરસ છે અને લતા મંગેશકરના અવાજમાં જાદુ છે.

  13. જયશ્રીબેન તમને અને ટહુકોના સૌ મિત્રોને દિવાળી મુબારક અને સૌને નવું વરસ સુખમય નીવડો એવી અભ્યર્થના.

    આ ગીત પણ સરસ છે. લતા મંગેશકરના અવાજમાં જાદુ છે.

  14. ખુ જ મજા આવી ગઈ. બધાને દિવાળીની શુભેચ્છાઓ અને નવા વરસની મુબારક્બાદી.

  15. વહે પ્રકાશ બસ, ચહુ દિશાથી, રહે ન ક્યાંયે તમસ,
    તરસ છીપે સહુ, સરસ સ-રસ હો આપનું નવું વરસ…

    સહુને દિપાવલી અને નૂતન વર્ષની મંગલકામનાઓ…

  16. જયશ્રી બેન આપને તથા ટહુકો ના સર્વો મિત્રો ને
    દિવાળીની શુભકામના
    શુભેચ્છા ના ફુલોથી જીદગી આપની સભર હોજો
    જીવન સદાય લાગણીથી તરબતર હોજો
    મહેકશે વસન્ત હ્નમેશા તમારા બાગમા
    ટહુકશે કોયલ સદાય મઘુરા રાગમા
    ને ટહુકો સદાય વિશ્વમા ઘેરઘેર (દરબદર } હોજો રમેશ સરવૈયા સુરત

  17. . ચિ જય્શ્રેી બેન્….ગેીત એવદન તો હ્ર્દયતબેન્ સ્પર્શિ કે આન્ખુ ભરૈ અવે અને શબ્દો મલેજ નહિન લુમ્સ્ધુર્બેન અનેપ્રફુલ ભૈ ન સુમ નધુર ગયકિ ……ખુબ ખુબ્.ાભાર રન્જિત …ઇન્દિરા ના જનય્શ્રિ ક્રિસ્ ન….

  18. ખુબ સુન્દર અને કરુણ ગિત છે. (સરખિ સહેલિ સાથે , કાગળ લખ્યો મારા હાથે, વાચ્યો નહિ મારા નાથે) જેમા પ્રભુને થોડિ ફરિયાદ પણ છે.

  19. wow what a nice bhajan after long time i heard this song and im soo happy to hear this bhajan……thank you so much

  20. આ પન્ક્તિઓ બહુજ ગમિ…જગતહ પિત્રો વન્દે પાર્વતિ પર્મેસ્વરો…ધન્યવાદ.. આમા ચ્હોગુ..કાનુદો શુ જાને મારિ પ્રિત …મલે તો સારુ..

  21. મથુરાને મારગ જાતા
    લૂંટી તમે માખણ ખાતા
    તોડ્યા કેમ જુના નાતા રે

    નાતા તોડતા વાર નથી લાગતી આ જ્માનામા…. ઍવુ નથી,….પહેલે થી ચાલ્યુ આવે છે………..

  22. જય્શ્રેી બેન તેમે તો આ ગેીત સથે દેશ મા લૈ જવઆ એવુ લગે ચે.

  23. હું તો લતાજી વિષે કાંઇ પણ શું લખી શકું?
    she is a class apart.
    પરંતુ આ ભજન કોઇ વખત ઈસ્માઈલ વલેરા નાં સ્વર માં સાંભળીને કૃતાર્થ થવા જેવું છે.
    અમિત ન. ત્રિવેદી

  24. ભજ્ન ગિત બહુ જ સુન્દર છે, બહુ જ ભાવ પુર્ણ છે. આપનો ખૂબ ખૂબ આભર જયશ્રી બેન

  25. excellent sight.
    I want lyrics of two songs:
    i) ek var shyam tari murali vagadi de ne gokuliyun gam tu dubadi de evi charekor zankhana jagadi de ne( sung by Hansaben dave)
    ii) Khuda ne pamva nu nam shradhdha -sung by P.Upadhyay and Hansaben dave

  26. લતાજી ની અદ્ભુત ગાયકી આ હ્ર્દયસ્પર્શી ભાવગીતને અલૌિકક િદવ્યતા બક્ષે છે. આ અિતસુંદર ગીત માટે આભાર જયશ્રીબેન. જો આખુ ગીત વાગે એમ કરી શકો તો અિતઉત્તમ, પ્લીઝ્ઝ્ઝ્ઝ….

  27. આ ીત મા બહુ રસિક બે પંકતિ ઓછૈ છે .

    નથિ ગાયો દોહવા દેતિ, નથિ તરણા મૂખે લેતિ
    નથિ ખિલે બાંઘિ રેતિ રે, મારા વહાલા ને વઢૈ ને કહેજો રે .

  28. ક્રિશ્ન્ન ભ ક્તિ મા તર્બોળ આ ગીત કરી જાય અને ઝુમી જવાય તેવુ મજેદાર રસદાર બોન સ ગીત મલ્યુ આભાર ટ્હુકો,કોમ્

  29. Jayshreeben and all other listeners,

    It is a beautiful song…very good. It is “maneti ne mole gya chho re”, which roughly translates as “you are visiting your favourite one in her palace” (…but ignoring us, the Gopis)…it is so very well expressed. So if you can correct the lyrics please.

  30. ben jayshriben,
    thank you so much for this lovely geet. i had heard this song long time ago.praful dave had sung when he had a fresh voice years back.fantastic !
    regards,
    indravadan g vyas

  31. Does this song require any comment at all?
    Not for nothing she is Bharat Ratna!
    Most gratifying to listen to such a song on a Diwali Day!!
    It is superb the way she gives twists and turns to the words!! 100% pure, immortal desi lok sangeet
    I though I was in my home town of Dwarka, though living in Washington DC. Many Thanks

  32. જયશ્રી
    અતિ સુંદર ગીત
    બીજો સ્વર પ્રફુલભાઈ દવે નો છે.આભાર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *