સામાં મળ્યાં તો – આદિલ મન્સૂરી

આજે કવિ શ્રી આદિલ મન્સૂરીને એમના જન્મદિવસે હ્રદયપૂર્વક શ્રધ્ધાંજલી સાથે માણીએ એમની આ ગઝલ એમના પોતાના અવાજમાં, અને સાથે મનહર ઉધાસના સ્વર-સ્વરાંકન..!!

હો ભીડમાં જ સારૂં, બધામાં ભળી જવાય,
એકાંતમાં તો જાતને સામે મળી જવાય;
સામે મળી જવાય તો બીજું તો કંઈ નહીં,
પણ કેમ છો કહીને ન પાછા વળી જવાય.
– આદિલ મન્સૂરી

સ્વર-સંગીત : મનહર ઉધાસ
આલ્બમ : અપેક્ષા

.

સામાં મળ્યાં તો એમની નજરો ઢળી ગઈ,
રસ્તા મહીં જ આજ તો મંઝીલ મળી ગઈ.

સાચે જ મીણ જેવી હતી મારી િજંદગી,
દુઃખનો જરાક તાપ પડ્યો ઓગળી ગઈ.

મારાથી તોય આંસું વધુ ખુશનસીબ છે,
જેને તમારી આંખમાં જગ્યા મળી ગઈ.

કહેતી ફરે છે બાગમાં એક-એક ફૂલને,
તુજ આગમનની વાત હવા સાંભળી ગઈ.

‘આદિલ’ ઘરેથી નિકળ્યો મિત્રોને શોધવા,
ઓ દુશ્મની તું રાહમાં ક્યાંથી મળી ગઈ.

– આદિલ મન્સૂરી

17 replies on “સામાં મળ્યાં તો – આદિલ મન્સૂરી”

  1. તમારા મુખપર ભાવોની સરિતા વહી રહી…….
    હૃદય ભીનું થયું ને નજરો જોતી રહી…….

  2. તમારા મુખમાં ભાવોની સરિતા વહી રહી…….
    હૃદય ભીનું થયું ને નજર જોતી રહી…….

  3. સાચે જ મીણ જેવી હતી મારી જીંદગી,

    દુ:ખનો જરાક તાપ પડ્યો ઓગળી ગઈ. ખુબ જ સુંદર રચના..જેટલી વાર સાંભળી એ નવી જ લાગે……

  4. મારાથી તોય આંસું વધુ ખુશનસીબ છે,
    જેને તમારી આંખમાં જગ્યા મળી ગઈ.
    આદિલ સાહેબના શેર બહુ ચોટદાર હોય છે..સરસ સ્વરાન્કન..

  5. આદિલસાહેબનો અ-ક્ષર દેહ અને આ રીતે સચવાયેલા પઠન આપણને એમની મુખોમુખ રાખે છે એ એક આશ્વાસન છે.

  6. ખુદને મળવું મુશ્કેલ અહિં
    તો યે જાતને મળીએ અને ..
    કેમ છો કહીને ના પાછા વળી જવાય?
    સરસ અભિવ્યક્તિ !!

  7. ગઝલ અને ગાયકી બંને સરસ..

    સામે મળી જવાય તો બીજું તો કંઈ નહીં,
    પણ કેમ છો કહીને ન પાછા વળી જવાય.

  8. હો ભીડમાં જ સારૂં, બધામાં ભળી જવાય,
    એકાંતમાં તો જાતને સામે મળી જવાય;
    સામે મળી જવાય તો બીજું તો કંઈ નહીં,
    પણ કેમ છો કહીને ન પાછા વળી જવાય…

  9. ‘આદિલ’ નેી દિલ દ્રાવક ગઝલ અને મનહર ઉધાસનો કન્ઠ – સુન્દર !

  10. ‘આદિલ’ ઘરેથી નિકળ્યો મિત્રોને શોધવા,
    ઓ દુશ્મની તું રાહમાં ક્યાંથી મળી ગઈ.

    વાહ આદિલ , વાહ મનહર ઉધાસ ……મઝા પડી ગઇ

Leave a Reply to chandralekh rao Cancel reply

Your email address will not be published. Required fields are marked *